શ્રીલંકામાં હુમલાના ષડયંત્ર પછી આઈએસની નજર પડી ભારત પરઃ મંદિરો તથા ચર્ચ પર રચાતું હતું હુમલાનું ષડયંત્રઃ એનઆઈએએ શ્રીલંકા પાસેથી મળેલા ઈનપુર પછી ૧ર જુને કોઈમ્બતુરથી આઈએસના ચાર સંદિગ્ધોની કરઈ ધરપકડ / યુએસઃ ભારતીયોને એચ-૧ બી વીઝાની લિમીટ ૧પ ટકા સુધી થવાની સંભાવનાઃ અત્યારે ૭૦ ટકા સુધીનો ફાયદો / રાજ્યના ૪૭ તાલુકાઓમાં સામાન્ય વરસાદઃ ર૪ તારીખે દક્ષીણ ભારતમાં વરસાદની આગહી /

જામનગરમાં હકુભા જાડેજા અને જયદ્રથસિંહને દેવભૂમિ દ્વારકાની જવાબદારી સોંપાઈ

ગાંધીનગર તા. ૧૨ઃ વાવાઝોડાને લઈને રાજ્ય સરકારને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છે. જામનગરમાં હકુભા જાડેજા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જયદ્રથસિંહ આગમચેતીના પગલા અને રાહત-બચાવ કામગીરીનું સંકલન કરશે.

'વાયુ વાવાઝોડાને કારણે કોઈ જ જાનહાની ન થાય તે માટે તંત્ર સાબદુ થઈ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા તમામ મંત્રીઓને અલગ-અલગ જવાબદારી સોંપાઈ છે. હવામાન વિભાગ તરફથી ૧૨ થી ૧૪ જૂન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમૂક જગ્યાએ અતિભારે વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

'વાયુ' વાવાઝોડાને લઈને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ગીર સોમનાથ, વિભાવરીબેન દવેને ભાવનગર, આર.સી.ફળદુને અમરેલી, જવાહર ચાવડાને જૂનાગઢ, જયેશ રાદડિયાને પોરબંદર, જયદ્રથસિંહને દ્વારકાની, ધર્મેન્દ્રસિંહ જાડેજાને જામનગર, કુંવરજી બાવળિયાને મોરબી, દિલીપ ઠાકોરને કચ્છ અને સૌરભ પટેલને રાજકોટ જિલ્લાની જવાબદારી સોંપાઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription