કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

હાપા પાસે રિક્ષાના શો-રૃમમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ

જામનગર તા. ૧૫ઃ જામનગર નજીકના હાપામાં આવેલા રિક્ષાના શો-રૃમમાં મોડીરાત્રે ત્રાટકેલા ચાર શખ્સોએ ચોકીદારને ધોકા મારી શો-રૃમમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચોકીદારની ચીસથી અન્ય વ્યક્તિઓ આવી જતા લૂંટારૃઓ નાસી છુટ્યા હતાં. પોલીસે પ્લાસ્ટિકની કોથળીઓથી મ્હોં ઢાંકીને આવેલા લૂંટારાઓના સગડ દબાવ્યા છે અને સીસીટીવી ફૂટેજ કબજે લીધા છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા હાપા-જીઆઈડીસી નજીકના દ્વારકાધીશ મોટર્સ નામના બજાજ કંપનીની રિક્ષાના શો-રૃમમાં ચોકીદારની નોકરી કરતા રતનસિંહ જીવાજી વાઘેલા (ઉ.વ. ૭૦) નામના શુક્રવારે રાત્રે શો-રૃમ ફરતે આંટો માર્યા પછી નિંદ્રાધીન થયા ત્યારે અંદાજે ત્રણેક વાગ્યાના સમયે મોઢા પર પ્લાસ્ટિકની કાળી કોથળી (ઝભલા) પહેરી ચાર શખ્સો શો-રૃમના કમ્પાઉન્ડ વોલને ટપી અંદર પ્રવેશ્યા હતાં. આ શખ્સોએ ઉંઘ માણી રહેલા રતનસિંહના પગમાં ધોકા મારી શો-રૃમમાં ચોરી કે લૂંટ કરવાનો પ્રયાસ આદર્યો હતો. પરંતુ રતનસિંહએ પાડેલી બૂમના પગલે શો-રૃમમાં સૂઈ રહેલા અન્ય વ્યક્તિઓ જાગી ગયા હતાં. તેઓના પગરવથી સચેત બનેલા ચારેય શખ્સો મુઠ્ઠીઓ વાળી નાસી છુટ્યા હતા. આ બનાવથી શો-રૃમના માલિકને વાકેફ કરાયા પછી શનિવારે સાંજે પોલીસને જાણ કરાઈ હતી. દોડી ગયેલા પંચકોશી 'બી' ડિવિઝનના પોલીસ કાફલાએ રતનસિંહની ફરિયાદ પરથી આઈપીસી ૩૯૪, ૩૨૩, ૩૨૪, ૪૫૮ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે. ઉપરોક્ત બનાવ શો-રૃમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે જેના ફૂટેજ પોલીસે નીહાળી લુંટારૃઓના સગડ દબાવ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription