દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

પાછલી અસરથી પ્રોપર્ટી ટેક્સની બજવણી સામે હાપાના ઉદ્યોગકારોની ગુજ. હાઈકોર્ટમાં રીટ પીટીશન

જામનગર તા. ૬ઃ જામનગરના હાપા વિસ્તારના ઉદ્યોગકારોને મહાનગરપાલિકાએ પાછલી અસરથી ચાર-ચાર વર્ષના પ્રોપર્ટી ટેક્સના બીલ ઈસ્યુ કરી વસુલાત માટેની કાર્યવાહી કરતાં હાપાના ૯૮ ઉદ્યોગકારોએ ગુજરાત હાઈકોર્ટમાં મહાનગરપાલિકાની કાર્યવાહી કાયદા વિરૃદ્ધ હોય તેની સામે રીટ પીટીશન દાખલ કરી હતી. જે અંગે ગુજરાત હાઈકોર્ટટે મહાનગરપાલિકાને કોઈપણ કાર્યવાહી કરવા સામે કામચલાઉ મનાઈ હુકમ આપ્યો છે. આ કેસની સુનાવણી આગામી તા. ૧૯ ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.

આ કેસની વિગતો પ્રમાણે મહાનગરપાલિકાએ હાપા વિસ્તારમાં ઉદ્યોગકારોને ચાર-ચાર વર્ષ જુના પ્રોપર્ટી ટેક્સના બીલ ઈસ્યુ કર્યા હતાં. મહાનગરપાલિકા પાછલી અસરથી પ્રોપર્ટી ટેક્સના બીલ ઈસ્યુ ન કરી શકે તેમજ તેની વસુલાત ન કરી શકે તેવી કાયદાકીય જોગવાઈનું જણાવી હાલના ૯૮ ઉદ્યોગકારોએ ગુજરાત હાઈકોર્ટમાં મહાનગરપાલિકાની આ કાયદા વિરૃધ્ધ પ્રક્રિયાને રોક લગાવવા રીટ પીટીશન દાખલ કરી છે.

આ અંગેની સુનાવણી હાથ ધરવામાં આવતાં ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠના ન્યાયમૂર્તિ જસ્ટીસ હર્ષા દેવાણી તથા જસ્ટીસ એ.પી. ઠાકરે મહાનગરપાલિકા વિરૃધ્ધ કામચલાઉ મનાઈ હુકમ આપ્યો છે.

આ કેસમાં ઉદ્યોગકારો તરફથી ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ એસ.એન. શેલતની આગેવાની હેઠળ એડવોકેટ નિશિત આચાર્ય, બંસી કારીયા તથા અક્ષીત તન્ના રોકાયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00