વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

જામનગર સહિત દેશભરમાં દિવાળીના તહેવારોનો ઉમંગઃ ઉજવણીનો ઉલ્લાસભર્યો માહોલ

જામનગર તા. ૭ઃ દિવાળીના પાવન પર્વે બજારોમાં રોનક આવી છે અને લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે. વેપારીઓના ચોપડાપૂજન તથા ધાર્મિક-સામાજિક કાર્યક્રમોથી દિવાળી પર્વની ઉજવણી ઉલ્લાસભેર થઈ રહી છે.

વર્ષના સૌથી ભવ્ય પર્વ અને પ્રકાશ પર્વ એવા દિવાળીના તહેવારોની જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત તથા દેશભરમાં આનંદ ઉલ્લાસથી ભવ્ય ઉજવણી થઈ રહી છે. મંદી, મોંઘવારી જેવી સમસ્યાઓને સાઈડમાં રાખીને લોકો મનભરીને આ તહેવારોનો આનંદ માણી રહ્યા છે. આસો વદ અગિયારસ સુધી બજારોમાં નહીંવત્ ઘરાકીના કારણે દિવાળી નિસ્તેજ થશે તેવા વાતારવણમાં ધનતેરસથી બજારોમાં ભારે ગરમાવો આવી ગયો છે અને તમામ બજારો લોકોથી ઉભરાઈ રહી છે અને ધૂમ ખરીદી થઈ રહી હોવાથી વેપારી વર્ગમાં પણ રાહત થઈ છે.

દિવાળીના તહેવારોની ચમક અને ઝળહળાટ ચારોતરફ જોવા મળી રહ્યો છે. અંધકારને ઉજાસમાં, નિરાશાને આશામાં પરિવર્તિત કરતા આ પ્રકાશ પર્વની સમગ્ર દેશમાં આનંદ-ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી હોવાથી ચોમેર ફેસ્ટીવલ માહોલ સર્જાઈ ગયો છે.

જામનગરમાં છેલ્લા બે દિવસથી ફટાકડા, ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ, ડ્રાયફ્રૂટ, રંગોળીના કલર, ટેપેસ્ટ્રી, રેડીમેઈડ કપડા, મીઠાઈ, ડ્રેસ, સોના-ચાંદીના આભૂષણો, ઈલેક્ટ્રોનિક્સ આઈટમો, મોબાઈલ સહિતની ચીજવસ્તુઓની લોકો દ્વારા ધૂમ ખરીદી નીકળી પડતા તમામ બજારોમાં માનવમહેરામણ ઉમટી પડ્યો હતો. શહેરની બજારોમાં ખાસ કરીને બર્ધનચોક, લીંડીબજાર, ચાંદીબજાર, સેન્ટ્રલ બેંક રોડ જેવા વિસ્તારોમાં મોડી રાત્રિ સુધી હૈયે હૈયું દબાય તેવી ભીડ જામી હતી અને શહેરના તમામ મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાય તેવી ભારે આવરજવર જોવા મળી હતી. શહેરના તમામ રેસ્ટોરન્ટ, ખાણી-પીણીની લારી-ગલ્લાઓ પર પણ લોકો રીતસર તૂટી પડ્યા હતાં અને મોડી રાત્રિ સુધી લોકોએ ખરીદી અને નાસ્તા-ભોજનનો આનંદ માર્યો હતો.

જામનગરમાં જેવેલર્સ, ઈલે. આઈટમોના શો-રૃમ, રેડીમેઈડ ગારમેન્ટના શો-રૃમ, પેટ્રોલપંપો, કોમર્શિયલ કોમ્પલેક્ષો, ખાનગી બંગલાઓ લાઈટની સીરીઝોથી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે અને શહેરમાં ચારે તરફ અનેક બિલ્ડીંગો રોશનીથી ઝળહળતા જોવા પણ લોકો નીકળી પડ્યા છે.

જામનગર એટલે છોટીકાશી...  અને જામનગરના તમામ દેવાલયોમાં પણ આ તહેવારોમાં દેવ-દર્શન અને પૂજા-અર્ચના માટે ધર્મપ્રેમીઓની ભીડ જામી હતી. આજે દિવાળીના વર્ષના અંતિમ દિવસ અને લક્ષ્મીપૂજન-ચોપડા પૂજન સહિતના પ્રસંગો ઉજવવામાં આવશે. આજથી લગાતાર ચાર-પાંચ દિવસની રજા હોવાથી સરકારી-ખાનગી સંસ્થાના કર્મચારી વર્ગમાં પણ નિરાંતે આનંદ માણવાના આયોજન થઈ રહ્યા છે. અનેક પરિવારો શ્રીનાથજી, આબુ, સોમનાથ, ગોવા, દિવ જેવા સ્થળો પર ફરવા નીકળી પડ્યા છે. આજની રાત્રે ફટાકડા અને આતશબાજીથી આ પ્રકાશ પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે બાળકો અને યુવા વર્ગ સહિત પરિવારોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. દરેક ઘર-બંગલાના આંગણામાં અવનવી આકર્ષક રંગોળીઓ બનાવી દિવાળીનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. આમ સમગ્ર રીતે દિવાળીના તહેવારોને લોકો મનભરીને તેનો આનંદ માણી રહ્યા છે. આ વરસે દિવાળીના તહેવારો નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ આવ્યા હોય, પગાર, ફેસ્ટીવલ એડવાન્સ, બોનસ વગેરેના કારણે મધ્યમ વર્ગ અને નોકરિયાત પરિવારો પણ છૂટથી ખરીદી કરીને આવા તહેવારો ઉજવી રહ્યા છે અને આવનારૃં નવું પર્વ પણ આવી જ આનંદ-ઉલ્સાથી પસાર થાય તેવી આશા સાથે તમામ મુશ્કેલીઓ, સમસ્યાઓને ભૂલીને આ મહાપર્વનો આનંદ લૂંટી રહ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription