પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

મોદીને ક્લિનચીટ સામે ઝાકિયા જાફરીની અરજી પર સુનાવણી જુલાઈ સુધી ટળી

અમદાવાદ તા.૧૧ ઃ પૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીએ વર્ષાે પહેલાના રમખાણો માટે તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ક્લિનચીટ સામે કરેલી અરજી પર સુનાવણી ટળી છે. સુપ્રિમ કોર્ટ આ અંગે હવે જુલાઈ-૨૦૧૯માં સુનાવણી કરશે.

પૂર્વ સાંસદ અહેસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સ્પે. ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા ક્લિનચીટ આપવા સામે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. કોર્ટે આજે આ અરજીની સુનાવણી જુલાઈ ૨૦૧૯ સુધી ટાળી દીધી છે. ૨૦૦૨માં ગોધરાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ દરમ્યાન અમદાવાદમાં આવેલી ગુલબર્ગ સોસાયટીમાં થયેલા હત્યાકાંડમાં ૬૯ જેટલા લોકોને મારી નાખવામાં આવ્યા હતા જેમાં ઝાકિયા જાફરીના પતિ અને કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીનો પણ સમાવેશ થાય છે.

તે પછી સુપ્રિમ કોર્ટે આ તમામ કેસોની તપાસ માટે સ્પે. ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી હતી. આ ટીમે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી હતી જેની સામે ઝાકિયા જાફરીએ સુપ્રિમમાં અરજી કરી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription