સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

જામનગરમાં ગાઢ ધુમ્મસઃ ત્રણ ડીગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન ૧પ ડીગ્રીઃ ઠંડીમાં ઘટાડો

જામનગર તા. ૧રઃ જામનગરમાં આજે સવારે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. નગરને ગાઢ ધુમ્મસના હૂંફાળા આલીંગનના પગલે એક જ દિવસમાં ૩ ડીગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન ૧પ ડીગ્રીએ પહોંચી ગયું હતું.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ જાણે તાપમાનમાં વધારાનો દોર ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દિન-પ્રતિદિન તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.

જામનગરમાં આજે સવારે એકાએક ધુમ્મસમાં વધારો થયો હતો. થોડી જ વારમાં સમગ્ર નગર ગાઢ ધુમ્મસના લપેટામાં આવી ગયું હતું. જામનગરમાં ચારે બાજુ ધુમ્મસનું સામ્રાજ્ય છવાય ગયું હતું. ગઝલ ગાયક ગુલામઅલીએ ગાયેલ ગઝલના એક શેરની પંક્તિ 'ઈસ દસ્ત મેં ઈક શહેર થા' જેવો ઘાટ જામનગરમાં સર્જાયો હતો.

ગાઢ ધુમ્મસના પગલે વિજિબિલિટી ખૂબ જ ઘટી જવા પામી હતી. જેના પગલે ધોરીમાર્ગો તથા શહેરમાં વાહનચાલકોને તેમના વાહનોની ગતિ ઘટાડવાની ફરજ પડી હતી. સૂર્યદેવતાએ આકાશમાં દેખા દેતા તેની ગરમીના કારણે ધીરે ધીરે ધુમ્મસનું જોર ઘટવા લાગ્યું હતું. જામનગરમાં છેલ્લા ૬ દિવસમાં તાપમાનમાં ૬ ડીગ્રીનો વધારો થયો છે. તેમાં ય છેલ્લા ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ૩ ડીગ્રીનો વધારો થતા ઠંડીનું પ્રમાણ ઘણું ઘટી ગયું હતું.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧પ ડીગ્રી અને મહત્તમ તાપમાન ર૬.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ર ટકા થઈ ગયું હતું તથા પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00