ગુજરાતમાં સાગરપુત્રો (માછીમાર) અને ખેડૂતોની ભારે અવદશા

જામનગર તા. ર૦ઃ ગુજરાત વિધાનસભામાં ખંભાળિયા-ભાણવડના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે ગુજરાતની ભાજપ સરકારના અયોગ્ય નિર્ણયો, ખોટી કાનૂની પ્રક્રિયા તથા અણઘડ નીતિ-રીતિના કારણે ગુજરાતના સાગરપુત્રો (માછીમાર) અને ધરતીપુત્ર (ખેડૂતો) ભારે અવદશા ભોગવી રહ્યા હોવાનું શબ્દશઃ ચિત્ર રજૂ કરીને આ અવદશા માટે વર્તમાન સરકાર જવાબદાર હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

રાજ્યના બે પનોતા પુત્રો, એક સાગરપુત્ર (માછીમાર) અને બીજા ધરતીપુત્ર (ખેડૂત) છે. તેઓ રાજ્ય સરકારના પનોતા (વ્હાલા) પુત્ર હોવા છતાં અવદશા (મુશ્કેલ પરિસ્થિતિ) માં જીવી રહ્યા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિશાળ દરિયા કિનારો છે. આ બન્ને જિલ્લાઓમાં ફિશરીઝનો ઉદ્યોગ ચાલે છે. આ બહુ મોટો ઉદ્યોગ છે. એમાં નાની બોટોને કેન્દ્ર સરકાર તરફથી રેશનકાર્ડ ઉપર જે ૩૦૦ લીટર કેરોસીન મળતું હતું એ છેલ્લા ત્રણ વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું છે. જો એ લોકોને આ સુવિધા આપવામાં અવાશે તો એ લોકો માછીમારી કરીને સારૃ એવું વિદેશી હુંડિયામણ આપવા દેશમાં લાવશે. ત્યાં જે નાના બંદરો છે જેવા કે હર્ષદ, ઘોઘા, કોડીનાર, રૃપણે ત્યાં વર્ષોથી માછીમારો રહે છે. જો એ લોકો ૩૦ વર્ષથી રહેતા હોય, તો તેમને રેગ્યુલરાઈઝ કરી દેવા જોઈએ. નાની બોટોને ટ્રાન્સફર માટે વેરાવળ જવું પડે છે. પહેલા જામનગરમાં આ સુવિધા હતી. હવે લોકોને વેરાવળ જવું પડે તો એમાં એમને એક વર્ષ જેવો સમય થાય છે અને એ એક વર્ષ સુધી તેઓ પોતાનો બિઝનેસ ચાલુ નથી કરી શકતા. ફાયબર બોટોના લાયસન્સનું રજિસ્ટ્રેશન કરવામાં આવતું નથી એ કરી દેવામાં આવે. છેલ્લા વીસ વર્ષથી જામનગર અને દેવભૂમિ દ્વારકાની અંદર એક પણ જેટી બનાવવામાં આવી નથી. એના કારણે એમને પ્રાઈવેટ જેટીમાં જવું પડે છે અને એના ટેક્સ ચૂકવવા પડે છે. દરિયાઈ તોફાનમાં વરસાદથી જે નુક્સાન થાય છે એમાં સરકારી સહાય થવી જોઈએ. એની પ્રક્રિયા ખૂબ જટિલ છે. જે લોકો મત્યુ પામે છે એની પ્રક્રિયા પણ એટલી જ જટિલ છે જેના હિસાબે યોગ્ય લોકોને એનું વળતર મળતું નથી. આવા લોકોનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એની નોંધ લેવામાં આવતી નથી અને એમને કોઈપણ જાતનું વળતર મળતું નથી. એ લોકોને વળતર મળવું જોઈએ એવી માંગણી છે.

ખેતીના પ્રશ્નો પણ છે. બેટ અને દ્વારકા બન્ને એવી જગ્યા છેી કે આખા દેશમાંથી લોકો ત્યાં યાત્રાએ આવે છેી. જે જોડિયાનો પ્રશ્ન હતો, એ બહુ સારો પ્લાન છે. એને કોઈ રાજકીય ટીકા-ટિપ્પણમાં નથી લેવાનો. પાણીની સમસ્યા છે એ એવી સમસ્યા છે કે આવનારા દિવસોમાં  પાણીની એક એક બુંદ માટે લડાઈ થવાની છે, ત્યારે આવો પ્લાન્ટ દેવભૂમિ દ્વારકામાં પણ નાખવામાં આવે એ જરૃરી છે. છેલ્લા ચાર દિવસથી દરરોજ પેપરમાં ઓ છેી કે દ્વારકા અને બેટદ્વારકાને મહિનામાં એક દિવસ પાણી મળે છે. આ વિસ્તાર એકદમ દરિયામાં અવોલ છે અને આખા દેશમાંથી યાત્રાળુઓ આવે છે ત્યારે આ પરિસ્થિતિ છે. દેવભૂમિ દ્વારકામાં જગ વિખ્યાત દ્વારકા મંદિર આવેલ છે. સન ર૦૧૬-ર૭ અને ર૦૧૭-૧૮ માં પંદર પંદર દિવસે પાણી મળતું હતું, જે તે તે સમયે સભ્ય બાબુભાઈ બોખીરિયાએ પ્રયત્નો કર્યા હતાં. એમણે ઓર્ડર કર્યો હતો કે આઠ દિવસે દ્વારકા જેવા શહેરને પાણી મળતું તો એની શું પરિસ્થિતિ થતી હશે. માછીમારોના ઘણાં પ્રશ્નો છે, ખેડૂતોના પણ ઘણાં પ્રશ્નો છે.

દેવભૂમિ દ્વાકરા જિલ્લાના ખેડૂતોને સન ર૦૧૮-૧૯ ના વર્ષનો પાક વીમો મળવો જોઈએ એ હજી મળ્યો નથી. એના લીધે ખેડૂતો ચિંતા કરી રહ્યા છે. સન ર૦રર સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી રહ્યા છીએ એ કઈ રીતે થશે એની વાત સમજાવવામાં આવે તે જરૃરી છે. ખેતીની સાથે પશુપાલનનો ધંધો પણ સંકળાયેલો છે. જે સાલ દુષ્કાળની પરિસ્થિતિ હોય છે ત્યારે ખેડૂતો પશુપાલન ઉપર નભતા હોય છે. દેવભૂમિ દ્વારકામાં આજની તારીખે વાવણી થઈ નથી. વાયુ વાવાઝોડું થયું એમાં એકાદ ઈંચ જેટલો વરસાદ થયો હતો, ત્યારે ખેડૂતોએ વાવણી કરી દીધા, પરંતુ પછી વરસાદ ન આવતા ખેડૂતોનું બિયારણ સાફ થઈ ગયું છે. જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની કાયમી આવી જ પરિસ્થિતિ હોય છે. આ વિસ્તારને પાણી પૂરૃં પાડતો સાની ડેમ આ વર્ષે જાન્યુઆરીમાં તોડી નાખવાનો છે અને એ એક વર્ષમાં બની જવાની વાત કરી રહ્યા છે, પરંતુ આવડો મોટો ડેમ એક વર્ષમાં ન બની શે. એટલે અત્યારથી પીવાના પાણી માટે આગોતરૃં આયોજન કરવાની ખાસ જરૃર છે. અત્યારે વરસાદ રૃઠ્યો છે, કુદરત મહેરબાન નથી અને જ્યારે સારૃ ચોમાસું હોય, ત્યારે પણ જાન્યુઆરી પછી પીવાના પાણીની તકલીફ પડતી હોય છે. જામનગરમાં એક માત્ર ડેમ આવેલો છે. ખેતીને નર્મદાનું પાણી મળતું હોય તો સારૃ હતું, પરંતુ અહીં તો પીવાના પાણીની પણ તકલીફ છે, ત્યારે નર્મદાના પાણીની કે ખેતી માટે કે પશુઓ માટે કેવી રીતે આશા રાખી શકાય. ખેડૂતો પશુપાલન કરીને દુષ્કાળના વર્ષમાં પોતાનું ગુજરાન કરી લે છે, પરંતુ આ પશુપાલનનો ધંધો બચી જાય એ જરૃરી છે. અત્યારે માણસોને જ પીવાનું પાણી મળતું નથી, ત્યારે પશુઓની હાલત શું થતી હશે. પીવાના પાણીની અને ઘાસચારાની તકલીફ હોવાને લીધે ખુડૂતો પોતાના ગાય, ભેંસો કે બળદોને રોડ ઉપર છોડી દેતા હોય છે.

આમ, ૮૧-જામખંભાળિયા વિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા વિધાનસભામાં માછીમારો, સાગરપુત્રો, ખેડૂતો, ધરતીપુત્રોની કેવી કેવી અવદશા (ખરાબ પરિસ્થિતિ) માં જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે તે બાબત વિધાનસભામાં સંપૂર્ણ વિગતવાર પાયાથી લઈને ચોટી સુધીની વિગતો સાગરપુત્રો તથા ધરતીપુત્રોના હિતમાં રજૂ સરકારશ્રી સમક્ષ ચાલુ વિધાનસભાના સત્ર દરમિયાન કરવામાં આવી હતી.

close
Nobat Subscription