મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

દ્વારકા જિલ્લાના રાજપૂતોના ગામોમાં ભારે ઉત્સવનો માહોલ

ખંભાળીયા તા. ૧૪ઃ ખંભાળીયા તાલુકાના ભાતેલના વતની અને રાજપૂત આગેવાન ધારાસભ્ય હકુભા જાડેજાનો સમાવેશ ગુજરાતના મંત્રી મંડળમાં થતાં દેવભૂમિ જિલ્લાના રાજપૂત સમાજના ગામોમાં ભારે ઉત્સવ જેવું વાતાવરણ સર્જાયું હતું. ફટાકડા ફોડીને તથા મીઠાઈઓ વ્હેંચીને ઠેરઠેર તેમના મંત્રીપદના વધામણા કરાયા હતાં.

ખંભાળીયાના તેમના જન્મસ્થાન એવા ભાતેલ ગામમાં તો આનંદની છોળો ઉડી હતી. તાલુકાના બારા ગામે અગ્રણી વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઉજવણી થઈ હતી. તાલુકાના ચુડેશ્વર, કાઠી દેવરીયા, ટીંબડી, ભરાણા, સોનારડી, સી.કાલાવડ, આથમણા બારા, ઉગમણાબારા, વચલાબારા, કજુરડા તથા જિલ્લાના અન્ય તાલુકાઓના ખાખરડા, ખીજદડ, માંગરિયા, સીદસર, બામણાસા, ચરકલા, ગાગા, ભીમરાણા, ભોગાત, નગડીયા, હરિપર, ભોગાત, આસિયાવદર વિગેરે ગામોમાં પણ ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ હતી.

ખંભાળીયાનું ભાતેલ ગામ નાનકડું પણ રાજકીય ક્ષેત્રે મહત્ત્વનું ગણાય છે. ખંભાળીયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અહીંથી પી.એસ. જાડેજા રહી ચૂકયા છે, તો કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે પણ હાલ તેઓ છે. માર્કેટીંગ યાર્ડના પ્રમુખ તરીકે ખંભાળીયા નગરપાલિકા પ્રમુખ તરીકે જિ.પં. સભ્યમાં, જિ.પં. ઉપપ્રમુખમાં, જામનગરના ધારાસભ્ય અને હવે રાજયકક્ષાના મંત્રી સુધી ભાતેલના પ્રતિનિધિ પહોંચ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription