હાલારમાં જર્જરીત ટાંકીઓ કેટલી?

જામનગર તા. ૧૩ઃ અમદાવાદના  બોપલમાં જર્જરીત ટાંકી ધરાશાયી થતાં ત્રણ વ્યક્તિના જીવ ગયા, તે પછી પણ સ્થાનિક તંત્રો નિદ્રાધિન જ રહ્યા હશે, પરંતુ છેક દિલ્હીથી દેશના ગૃહમંત્રી અમિત શાહે ફોન કરતા જ તંત્રોમાં દોડધામ મચી ગઈ અને મુખ્યમંત્રીએ પણ તપાસના આદેશો આપ્યા. આ ઘટના પરથી બોધપાઠ લઈને હાલારના તંત્રો આ પ્રકારની જર્જરીત ટાંકીઓનો સર્વે કરીને તેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરશે, તો બોપલની દૂર્ઘટનામાંથી બોધપાઠ લીધો છે, તેમ કહી શકાશે. રાજ્યમાં કઈ કઈ ટાંકીઓ ક્યા ક્યા સ્થળે જર્જરીત હાલતમાં ઊભી છે, તે અંગે મીડિયા  અહેવાલો પણ આવ્યા લાગ્યા છે. જો અમિત શાહે ફોન ન કર્યો હતો તો બોપલની દૂર્ઘટના અંગે કદાચ તંત્રોએ આટલી બધી હડિયાપટ્ટી કરી પણ ન હોત. આથી જામનગર સહિત હાલારની પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ અમિત શાહ જેવી જાગૃતિ રાખવાની જરૃર છે. અમિત શાહે રાષ્ટ્રીય કક્ષાએથી પોતાના વિસ્તારમાં બનેલી દૂર્ઘટનાની નોંધ લઈને સીધી કલેક્ટર સાથે વાત કરી હતી. તેવી જ રીતે જામનગર શહેર અને હાલારની વિવિધ સમસ્યાઓનો ઉકેલ હાલારમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી રજુઆતો ભારપૂર્વક કરીને લાવી શકે તેમ છે. હાલારમાં આ પ્રકારની જર્જરીત ટાંકીઓ જ નહીં, પરંતુ સરકારી અને પંચાયતી ક્ષેત્રની અન્ય બિનઉપયોગી કે જીવનું જોખમ ઊઠાવીને કામમાં લેવાઈ રહેલી તમામ ઈમારતો ઝડપભેર હટાવવી જોઈએ, અને આ પ્રકારની ખાનગી જોખમી ઈમારતો હટાવવા માટે યોગ્ય પ્રક્રિયા હાથ ધરવી જોઈએ, જો કે આ પ્રકારે ટાંકી પડી જતાં દૂર્ઘટના પછી રાજ્યભરમાં ટાંકીઓનો સર્વે તો શરૃ થઈ ગયો હશે, પરંતુ માત્ર ટાંકીઓ જ નહીં, પણ તમામ પ્રકારની જર્જરીત ઈમારતોનો સર્વે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં થવો જોઈએ અને તે તોડી પાડવી જોઈએ તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription