શ્રીલંકામાં હુમલાના ષડયંત્ર પછી આઈએસની નજર પડી ભારત પરઃ મંદિરો તથા ચર્ચ પર રચાતું હતું હુમલાનું ષડયંત્રઃ એનઆઈએએ શ્રીલંકા પાસેથી મળેલા ઈનપુર પછી ૧ર જુને કોઈમ્બતુરથી આઈએસના ચાર સંદિગ્ધોની કરઈ ધરપકડ / યુએસઃ ભારતીયોને એચ-૧ બી વીઝાની લિમીટ ૧પ ટકા સુધી થવાની સંભાવનાઃ અત્યારે ૭૦ ટકા સુધીનો ફાયદો / રાજ્યના ૪૭ તાલુકાઓમાં સામાન્ય વરસાદઃ ર૪ તારીખે દક્ષીણ ભારતમાં વરસાદની આગહી /

વાવાઝોડું દરિયાકાંઠાને ધમરોળશેઃ ૧૬પ કિ.મી. ઝડપે પવન ફૂંકાશે

અમદાવાદ તા. ૧રઃ વાયુ વાવાઝોડું આજે બપોરે ૩૦૦ થી વધુ કિ.મી. દૂર રહેલું વાવાઝોડું દીવના દરિયામાંથી પ્રવેશીને બે દિવસ સુધી દરિયાકાંઠાના વિસ્તારોને ધમરોળશે. છેલ્લે આ વાવાઝોડું દ્વારકા દરિયામાં સમી જશે. આ દરમિયાન ૧૬પ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનો ભય ફેલાયો છે ત્યારે આ વાવાઝોડું ગુજરાતમાં કાલે વહેલી સવારે પાંચ વાગ્યે દીવ, ઉના અને કોડિનારથી ૧૬પ કિ.મી.ની ઝડપે ત્રાટકશે. જે માંગરોળ, પોરબંદર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં અસર કરીને ૧પ મીએ વહેલી સવારે ૩ વાગ્યે દ્વારકાથી વાવાઝોડું દરિયા તરફ જશે, જ્યાં ૧૬ મીએ સાંજે સમુદ્રમાં આ વાવાઝોડું શમી જશે. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગંભીર અસર કરી શકે છે. આવી રીતે 'વાયુ' વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ૪૮ કલાક સુધી ધમરોળશે.

અરબી સમુદ્રમાં વેરાવળથી ૩૦૦ થી વધુ કિ.મી. દૂર 'વાયુ' વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ગુજરાતમાં સૌ પ્રથમ ૧૩ જૂન વહેલી સવારે ત્રણ વાગ્યે વલસાડને અસર કરીને પાંચ વાગ્યે ૧૬પ કિ.મી.ની  ઝડપે દીવ, ઉના, વણાકબારા, કોડિનાર, ગીરસોમનાથ, તાલાલા, પીપાવાવમાં પ્રવેશ કરશે. સવારે ૮ વાગ્યા સુધીમાં વેરાવળ,  માંગરોળ અને માળિયામાં ત્રાટકશે. વેરાવળમાં અસર કરતું વાવાઝોડું રાત્રે આઠ વાગ્યે ફરી માંગરોળમાં ત્રાટકશે. ત્યારપછી ૧૪ મીએ સવારે ત્રણ વાગ્યે નવાબંદર, સવારે પાંચ વાગ્યે પોરબંદરમાં ત્રાટકશે. ૧૪ મી સાંજે છ વાગ્યે વાવાઝોડું દ્વારકા પહોંચશે અને ૧પ મીએ વહેલી સવારે ત્રણ વાગ્યે ધીમે-ધીમે બહાર નીકળી જશે અને આખરે આ વાવાઝોડું ૧૬ મીએ રવિવાર સાંજે દ્વારકાના સમુદ્રમાં શમી જશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription