પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

મારા ક્ષેત્રમાં કોઈ જાતિવાદની વાત કરશે તો તે માર ખાશેઃ નીતિન ગડકરી

પૂણે તા. ૧૧ઃ કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે તેમના કાર્યક્ષેત્રમાં જો કોઈ જાતિવાદની વાત કરશે તો તે માર ખાશે, અને તેમની ધોલાઈ થઈ જશે. આ નિવેદન પછી નવો વિવાદ જાગ્યો છે, અને કોઈ મંત્રીને કાયદો હાથમાં લેવાની સત્તા નથી.

કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે જો તેમને ક્ષેત્રમાં કોઈ જાતિવાદની વાત કરે તો તેની ધોલાઈ થઈ જશે. પૂણેમાં એક કાર્યક્રમ દરમિયાન તેઓએ નિવેદન આપ્યું. ગડકરીએ કહ્યું કે મેં કાર્યકર્તાઓને ચેતવણી પણ આપી છે કે જો કોઈ જાતિ અંગે વાત કરશે તો હું તેને માર મારીશ.

પિંપરી ચિંચવાડ વિસ્તારમાં પુનરોત્થાન સમરસતા ગુરુબુલમ્ના કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે સમાજને આર્થિક અને સામાજિક સમાનતાના આધારે  સાથ લાવવા જોઈએ. જેમાં જાતિવાદ અને સાંપ્રદાયિક્તાની કોઈ જગ્યા ન હોવી જોઈએ.

ગડકરીએ કહ્યું, 'અમે જાતિવાદમાં વિશ્વાસ નથી કરતા. મને નથી ખબર કે તમારે ત્યાં શું છે, પરંતુ અમારા પાંચ જિલ્લામાં જાતિવાદની કોઈ જગ્યા નથી કેમ કે મેં દરકેને ચેતવણી આપી છે કે જો કોઈ જાતિની વાત કરશે તો હું તેને માર મારીશ.'

ગડકરી હાલમાં જ પોતાના કેટલાંક નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ગત્ મહિને મુંબઈમાં એક કાર્યક્રમમાં વાયદાઓ પૂર્ણ ન કરનાર નેતાઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતાં. તેઓએ કહ્યું હતું કે લોકોને સુવર્ણ સપના દેખાડનાર નેતાઓ પસંદ હોય છે, પરંતુ જ્યારે સપના પૂરા નથી થતા તો જનતા તેમની ધોલાઈ પણ કરે છે. તેમના આ નિવેદનથી વિપક્ષે વડાપ્રધાન મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમના તાજા નિવેદનથી એવી ટીકા થઈ રહી છે કે કોઈ મંત્રીને કાયદો હાથમાં લેવાનો અધિકાર છે ખરો?

એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું હતું કે ભાજપ કાર્યકર્તાઓ પહેલા પોતાની ઘરની જવાબદરીઓ ઉપાડવી જોઈએ કેમ કે જે આવું નથી કરતા તે દેશનું ધ્યાન નથી રાખી શકતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસ નેતાઓએ ભાજપના શીર્ષ નેતૃત્વ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ પ્રવક્તા તિવારીએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, 'ગડકરી મુજબ વાયદા પૂરા નહીં કરનાર નેતાઓને જનતા મારે છે. તે સમયે તેમના ટાર્ગેટ પર મોદી અને તેમની નજર પીએમની ખુરશી પર હતી.'

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription