મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

ઈમરાનખાન ઈમાનદાર હોય તો મસુદ અઝહર ભારતને સોંપેઃ સુષ્મા સ્વરાજ

નવી દિલ્હી તા. ૧૪ઃ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાનની બેવડી નીતિ સામે પ્રહાર કરતા કહ્યું છે કે પાક. વડાપ્રધાન ઈમરાન ખાન એટલા બધા ઉદાર અને ઈમાનદાર હોય તો મસુદ અઝહર ભારતના હવાલે કરે. તેમણે કહ્યું કે આતંકવાદ અને વાતચીત સાથે ન ચાલે.

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું છે કે, પાકિસ્તાન જ્યાં સુધી તેમની જમીન પર ચાલતી આતંકી પ્રવૃત્તિઓ સામે કોઈ કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી તેમની સાથે કોઈ વાતચીત કરવામાં નહીં આવે. તેમણે વાતચીતની સાથે સાથે આતંકવાદ નહીં ચલાવી લેવામાં આવે તે વાત પર જોર આપ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન એટલા જ ઉદાર અને ઈમરાન મસુદ અઝહર અમને સોંપી દે. 'ઈન્ડિયાઝ વર્લ્ડ મોદી ગવર્મેન્ટ ફોરેન પોલિસી'માં વાતચીતમાં તેમણે કહ્યું કે, પાકિસતાને આઈએસઆઈ અને તેમની સેના પર નિયંત્રણ કરવાની જરૃર છે. તે લોકો જ વારંવાર દ્વીપક્ષીય સંબંધો ખરાબ કરી રહ્યા છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે સુષ્મા સ્વરાજે કહ્યું કે, અમે આતંકવાદ વિરૃદ્ધ વાતચીત નથી ઈચ્છતા સીધી કાર્યવાહી જ ઈચ્છીએ છીએ. આતંક અને વાતચીત સાથે સાથે ન થઈ શકે. સુષ્મા સ્વરાજને ભારત દ્વારા બાલાકોટમાં કરવામાં આવેલી ભારતીય હવાઈ કાર્યવાહી અને પાકિસ્તાનના વળતા હુમલા વિશે પણ સવાલ કરવામાં આવ્યો હતો. તે વિશે તેમણે કહ્યું હતું કે, ભારતે ખાસ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાને ટાર્ગેટ કર્યા હતાં. તેમણે કહ્યું કે, જૈશ તરફથી પાકિસ્તાની સેનાએ આપણાં પર હુમલો કેમ કર્યો? તમે જૈશને તમારી જમીન પર પાળવાની સાથે સાથે તેમને ફંડ પણ આપી રહ્યા છો અને જ્યારે પીડિત દેશ પ્રતિરોધ કરે ત્યારે તમે આતંકી સંગઠનની તરફેણ કરીને તેમના પર હુમલો પણ  કરો છો, તેથી તમારી નિયત ખુલ્લી પડી જાય છે.

વિદેશમંત્રીએ કહ્યું કે, ભારતના પાકિસ્તાન સાથે પાડોશી દેશ તરીકે સારા સંબંધો થઈ શકે છે, પરંતુ તેમણે તેમની જમીન પર આતંકી સમૂહો સામે કાર્યવાહી કરવી પડશે. પુલવામા હુમલા પછી તેમણે ઘણાં દેશોને જણાવ્યું હતું કે, ભારત, પાકિસ્તાન સાથેના સંબંધો બગડવા નહીં દે, પરંતુ તે દેશમાંથી કોઈપણ હુમલો થશે તો ભારત ચૂપ નહીં રહે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનને ચિંતા છે કે, ભારત સ્થિતિને ખરાબ કરી દેશે અને આ મુદ્દે ઘણાં વિદેશ મંત્રીઓ સાથે તેમને વાતચીત પણ થઈ હતી.

સુષ્મા સ્વરાજે કહ્યું તે, મને અન્ય દેશોના વિદેશ મંત્રીઓના ફોન આવે છે. જેઓ સૌ પ્રથમ પુલવામા હુમલા વિશે આઘાત પ્રગટ કરે છે, પછી એક જુથતાની વાત કરે છે અને ત્યારપછી ધીમેથી કહે છે કે, અમને લાગે છે કે, ભારત સ્થિતિને ખરાબ નહીં થવા દે. સ્વરાજે કહ્યું કે, ત્યારે મારો જવાબ હોય છે કે, નહીં. આ વિશે હું તમને વિશ્વાસ અપાવું છું કે, ભારત સ્થિતિને ખરાબ નહીં થવા દે, પરંતુ કોઈપણ આતંકી હુમલો થયો તો અમે ચૂપ નહીં બેસીએ. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશનની બેઠકમાં મળેલા આમંત્રણ વિશે તેમણે કહ્યું કે, ભારત આ મામલે ખૂબ વિનમ્ર છે. કારણ કે આપણને ગેસ્ટ ઓફ ઓનરનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription