મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

ટ્રેન મોડી થતા બુકીંગ મુજબની ટ્રેન ચૂકી જવાય તો આગળની યાત્રાનો વધારાનો ચાર્જ નહીં લાગે

નવી દિલ્હી તા. ૧૪ઃ રેલવે દ્વારા પહેલી એપ્રિલથી યાત્રિકોને એરલાઈન્સની જેમ નવી સુવિધા મળશે, અને પીએનઆર જાહેર કરીને કોઈ ટ્રેન મોડી થવાથી આગળની ટ્રેન ચૂકી જવાય તો આગળની મુસાફરી કરવા માટે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે.

ભારતીય રેલવે ૧લી એપ્રિલથી યાત્રિકોને નવી સુવિધા આપવા જઈ રહી છે. એરલાઈન્સની જેમ રેલવે પણ એક જ યાત્રા દરમિયાન એક પછી એક બીજી ટ્રેનમાં મુસાફરી કરવાની સ્થિતિમાં હવે સંયુક્ત પેસેન્જર નેમ રેકોર્ડ (પીએનઆર) જાહેર કરશે. આ નવા નિયમ બાદ યાત્રિકોને પહેલી ટ્રેનમાં મોડું થવાને કારણે આગલી ટ્રેન છૂટી જવા પર કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વગર આગળની યાત્રા કરવાની પરવાનગી અપાશે. આ નિયમ તમામ ક્લાસ ઉપર લાગુ કરવામાં આવશે.

તમે ટ્રેનની ટિકિટ બુક કરાવો છો ત્યારે તમને એક પીએનઆર નંબર મળે છે. આ પીએનઆર એક યુનિક કોડ છે. જેનાથી તમારી ટ્રેન અને તમારી જાણકારીની ખબર પડે છે. જો તમે બે ટ્રેન બુક કરી છે તો તમારા નામે બે પીએનઆર બનશે. તાજેતરમાં જ ભારતીય રેલવેએ આ નિયમમાં ફેરફાર કરી બે પીએનઆરને લીન્ક કરવાનું સરળ કરી દીધું છે. પછી ભલે એ ટિકિટ ઓનલાઈન હોય કે પછી કાઉન્ટર પરની હોય, આવું કરવાથી પેસેન્જરને પહેલાની સરખામણીમાં સરળતાથી રિફંડ મળી જશે. જો કોઈ સ્ટેશન પર રિફંડ ન મળે તો તમારા દ્વારા ભરવામાં આવેલા ટીડીઆર ત્રણ દિવસ સુધી માન્ય રહેશે.

તમારા રીફંડના તમામ પૈસા તમને સીસીએમ અથવા રીફંડ ઓફિસથી મળી જશે. જો તમે કાઉન્ટર પરથી રિઝર્વેશન ટિકિટ લીધી છે તો પહેલી ટ્રેન આવવાના અસલ ટાઈમના ત્રણ કલાકની અંદર તમે બીજી ટ્રેનને કેન્સલ કરાવી શકો છો અને આ ટિકિટ રિફંડના પૈસા કાઉન્ટર ઉપરથી જ મળી જશે.

જો ટિકિટ ઓનલાઈન બુક કરી હોય તો જે સ્ટેશન પર પહેલી ટ્રેન પહોંચી છે અને જે સ્ટેશન પરથી બીજી ટ્રેન પકડવાની છે એ સ્ટેશન પર ટીડીઆર ભરવું પડશે. તમને સંપૂર્ણ રિફંડ ત્યારે જ મળશે જ્યારે તમે ટીડીઆરમાં મુખ્ય ટ્રેન મોડી થવાને કારણે બીજી ટ્રેન છૂટવાનું કારણ બતાવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription