જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

હિંમત હોય તો મોદી બંગાળની કોઈપણ બેઠક પરથી ચૂંટણી લડી બતાવેઃ મમતા બેનરજી

કોલકાતા તા. ૧૪ઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી કેન્દ્રમાં સત્તારૃઢ ભાજપ સાથે બાથમબાથી કરવાની પોતાની રણનીતિ જરાય પડતી મૂકવાના મૂડમાં નથી. વર્ષની શરૃઆતમાં જ શારદા કૌભાંડને લઈને સીબીઆઈની ટીમની કાર્યવાહી પર મોટું રાજકીય નાટક ખેલી નાખનારા મમતા, લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા પછી ફરી એકવાર ભાજપ સાથે ભીડવાની કોશિશ કર રહ્યાં છે. આ વખતે તેમણે ભાજપ વિરૃદ્ધ પરોક્ષ રીતે નહીં પરંતુ સીધા જ પડકાર ફેંકવાનું મન બનાવી લીધું છે. તેમણે પીએમ મોદીને સીધે સીધો પડકાર ફેંકી દીધો છે.

તેમણે કહ્યું કે, તેમનામાં હિંમત હોય તો ર૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં તેઓ બંગાળથી ગમે તેટલી બેઠકો પરથી લડીને બતાવે. નોટબંધીની જેમ જ મોદી અહીં પણ નિષ્ફળ જશે.

પીએમ મોદીના બંગાળથી લોકસભા ચૂંટણી લડવાની શક્યતા પર પત્રકારોના સવાલોના જવાબમાં મમતાએ કહ્યું કે, કોઈપણ વ્યક્તિ કોઈપણ બેઠકથી ચૂંટણી લડી શકે છે. આ એક લોકતાંત્રિક અધિકાર પણ છે. હું પણ વારાણસીથી ચૂંટણી લડી શકું છું. પરંતુ જો તેઓ બંગાળથી લડે તો તેમની સ્થિતિ નોટબંધી જેવી થશે. તેઓ જનતાની કોર્ટમાં દંડિત થશે. તેમણે કહ્યું કે હું સમજુ છું કે, તેમણે દેશને જે નુકસાન પહોંચાડ્યું છે તેના માટે તેમણે લોકોને જવાબ આપવા પડશે.

મમતા બેનર્જીએ એમ પણ જણાવ્યું કે, ભાજપ તેની આરએસએસ, બજરંગ દળ જેવી સેનાઓને લઈને ભલે આવે, અહીંના ભોજન અને સંસ્કૃતિનો આનંદ માણે. પણ અહીંની સમજુ પ્રજા તેમને બાય-બાય જ કહેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00