કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

ખંભાળીયામાં ટ્રક ચાલકો પાસેથી ગેરકાયદે ઉઘરાણાઃ કલેક્ટરને ફરિયાદ

ખંભાળીયા તા. ૧રઃ ખંભાળીયા પંથકમાંથી ખેડૂતોનો ખેત ઉત્પાદનનો માલ લઈને જતા ટ્રક ચાલકો પાસેથી ધોરી માર્ગ ૫ર ટ્રક રોકી ગેરકાયદે ઉઘરાણા કરવામાં આવતા હોવાની ફરિયાદ જિલ્લા કલેક્ટર સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે.

ખંભાળીયાના ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા જીવણભાઈ સાજાભાઈ વરમણએ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરતા જણાવ્યું છે કે, ખંભાળીયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન, ઉપરાંત કે.પી. ગોહિલ, ભાટિયાના નારણભાઈ આહિર, જુવાનગઢના ખીમભાઈ આહિર, માંઝાના જીતુભાઈ ગઢવી અને ભાણવડના બે આહિર શખ્સો એકસંપ કરીને ટ્રક ચાલકો પાસેથી ગેરકાયદે ઉઘરાણા કરી રહ્યાં છે. તેમણે આ ફરિયાદ પત્રમાં જણાવ્યું છે કે, અમો ખેડૂતોના ખેત ઉત્પાદનો ટ્રક મારફત અન્ય જિલ્લામાં વેંચાણ માટે લઈ જતા હોઈએ છીએ ત્યારે અમારા ટ્રક ધોરી માર્ગ ઉપર પહોંચે ત્યારે રોકવામાં આવે છે, અને અહીંથી પસાર થવું હોય તો પ૦૦ થી ૧૦૦૦ રૃપિયા આપવા પડશે તેવી ધમકી આપે છે. નહીં તો તમારો ટ્રક પૂરી દેવામાં આવશે. આ પ્રવૃત્તિ છેલ્લા ૩ થી પ વર્ષથી ચાલી રહી છે. આરોપીઓ પાઈપ, લાકડીઓ લઈ ઉઘરાણા કરી રહ્યાં છે.

ટ્રક ચાલકોને ડરાવી ધમકાવી પૈસા વસુલાઈ રહ્યાં છે. જો આ સાતેય આરોપીઓ સામે તપાસ કરાવી યોગ્ય કડક પગલા લેવા જોઈએ. જો પગલા લેવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી પણ ચિમકી આપવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription