સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

જામનગર જિલ્લાની ૭૦૫ પ્રાથમિક શાળામાં આજથી ૬૯ ટીમો દ્વારા થશે ઈન્સપેકશન

જામનગર તા. ૧૧ઃ જામનગર જિલ્લાની ૭૦૫ સ્કૂલોમાં વિવિધ ૬૯ ટુકડીઓ દ્વાા આજથી 'કેળવણી કેડી' અને 'ચાલો શિક્ષણ સુધારીયે' પ્રોજેક્ટ અન્વયે ઈન્સપેક્શન કાર્ય શરૃ કરવામાં આવ્યું છે.

જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ સંભાળતા જ આ અધિકારીએ શિક્ષણનું સ્તર વધુ ઉંચે લઈ જવા માટેની કામગીરી શરૃ કરી દેવામાં આવી છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.જે ડુમરાણીયાએ તાજેતરમાં પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો. જિલ્લામાં શિક્ષણનું સ્તર સુધારવાના ઉદ્દેશથી તેમણે આજથી તમામ સ્કૂલોમાં વાર્ષિક ઈન્સપેકશન કરવાનો આદેશ કર્યો છે.

જેમાં શૈક્ષણિક અને વહીવટી બાબતોના નિરીક્ષણ માટે તમામ પ્રાથમિક શાળાઓમાં ચાલતી પ્રવૃત્તિઓ જેવી કે, પ્રાર્થના, શાળા સ્વચ્છતા, દૈનિક શિક્ષણ કાર્ય, મધ્યાહન ભોજન યોજના, શાળા આરોગ્ય તપાસણી, સ્પર્ધાત્મક પરિમાણો પ્રવેશોત્સવ, ગુણોત્સવ તેમજ મીશન વિદ્યા અને તાસ પદ્ધતિ તેમજ પ્રાથમિક શાળાના બાળકોમાં વાચન, લેખન અને ગણન તેમજ અભ્યાસિક પ્રવૃત્તિઓને પ્રગતિ અહેવાલ અને વાસ્તવિક પરિસ્થિતિનું મૂલ્યાંકન માટે શાળાઓમાં નિરીક્ષણ કરવામાં આવશે.

તાલુકા કક્ષાએ જતા નિરીક્ષણ કાર્યનું જિલ્લા કક્ષાએ થી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે. આજથી શરૃ થયેલી આ કામગીરી માટે ૬૯ ટીમ બનાવવામાં આવી છે.

આ ટીમ જિલ્લાની ૭૦૫ શાળાઓમાં મુલાકાત લઈ નિરીક્ષણ કરશે આ કામગીરી સતત બે અઠવાડીયા સુધી ચાલશે. કામગીરી પૂર્ણ થયા પછી નબળી ગુણવત્તાવાળી જણાતી શાળામાં ઉપચારાત્મક અને જરૃર પડ્યે શિક્ષણાત્મક પગલા લેવામાં આવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00