ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

ભોપાલકા ગામમાં ગૌચર-સરકારી જમીન પર દબાણ, ગેરકાયદે ખોદકામ

જામનગર તા. ૧૦ઃ જામકલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામમાં ગૌચરની જમીન તથા સરકારી પડતર જમીનો પર કેટલાંક માથાભારે શખ્સોએ દબાણ કરી, ગેરકાયદેસરરીતે ખોદકામ કરી લાખ્ખો રૃપિયાની માટી વેંચી નાંખેલ છે. ખાણ-ખનિજ વિભાગ કે ભોપાલકા ગ્રામ પંચાયતની મંજુરી વગર આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા સામે કડક કાર્યવાહી કરવા અનેક વખત રજૂઆતો કરવા છતાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી કે જિલ્લા પોલીસવડા દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. સંબંધિત સરકારી તંત્રને આ જમીન પરના દબાણો હટાવવામાં કે ગેરકાયદે ખોદકામની પ્રવૃત્તિ અટકાવવામાં કોઈ દરકાર નથી તેવી સ્થિતિ છે.

આ સંજોગોમાં ભોપાલકા ગામના સરપંચ સીતાબા પી. જાડેજાએ રાજ્યના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ સ્તરે રજૂઆત કરી તાકીદે કડક પગલાં ભરવા માંગણી કરી છે અન્યથા તેમની આગેવાની હેઠળ ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો દ્વારા પ્રતીક ઉપવાસ આંદોલન શરૃ કરવામાં આવશે તેવી ચિમકી આપી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription