જામનગરમાં યુવતીની અકળ કારણસર આત્મહત્યા

જામનગર તા. ૧૩ઃ જામનગરના વસંતવાટીકામાં આજે સવારે એક અપરિણીત યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે બેડીના પ્રૌઢે માનસીક બીમારીથી કંટાળીને અને જુવાનપુરના એક વૃદ્ધે બીમારીથી કંટાળીને આપઘાત કર્યો છે.

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા વસંત વાટિકામાં રહેતા જીજ્ઞાબેન હિતેનભાઈ કનખરા (ઉ.વ. ૨૬) નામના યુવતીએ આજે સવારે કોઈ અકળ કારણસર પોતાના ઘરે છતમાં રહેલા પંખામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની તેઓના પરિવારને જાણ થતા ૧૦૮ તથા પોલીસને વાકેફ કરવામાં આવી હતી. દોડી ગયેલી એમ્બ્યુલન્સના સ્ટાફે તે યુવતીને નીચે ઉતારી તપાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતાં. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.

બેડીના ઈકબાલ ચોકમાં લક્ષ્મણભાઈ માલાભાઈ ડગરા (ઉ.વ. ૪૫)નામના મેઘવાર પ્રૌઢે ગઈકાલે સવારે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. હેમાબેન માલાભાઈ ડગરાએ પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતદેહનું પીએમ કરાવ્યું છે.

કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામના નાનજીભાઈ નકુમ ઉર્ફે બાબુભાઈ સતવારા (ઉ.વ. ૬૫) નામના સતવારા વૃદ્ધે ગઈ તા. ૧૦ના દિને ઝેરી દવા પી લીધી હતી. તેઓનું સારવાર દરમ્યાન ગઈકાલે મૃત્યુ થયું છે. મૃતકના પુત્ર મોહનભાઈએ પોતાના પિતાએ માનસિક બીમારીના કારણે આત્મહત્યા કર્યાનું પોલીસમાં નિવેદન આપ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription