પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

જામનગરમાં પૂ. ધીરજમુનિ મ.સા.નું સ્વાગત- સામૈયુઃ આવતીકાલે યોજાશે દિવ્ય મન શાંતિ જાપ

જામનગર તા. ૧રઃ ગોંડલ સંપ્રદાયના સુપ્રસિદ્ધ જૈનમુનિ પૂ. ધીરજમુનિ મહારાજ સાહેબની સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પધરામણી થતા સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા શાનદાર સ્વાગત-સામૈયું કરવામાં આવ્યું હતું.

જામનગરમાં ત્રણ વર્ષ પછી પધારેલા જૈન મુનિશ્રીનું અંબર ચોકડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી કામદાર વાડીમાં આગમન થતાં "ધીર ગુરૃદેવ પધારે હૈ, દિવ્ય જાપકા સંદેશ લાયે હૈ" નો જયનાદ કરવામાં આવ્યો હતો. વિજયભાઈ શેઠે સકલ સંઘો વતી સૌનું સ્વાગત કર્યુ હતું.

આ પ્રસંગે સોનામાં સુગંધ ભળે તેમ બોટાદ સંપ્રદાયના પ્રખર વક્તા પૂ. અરૃણાબાઈ મહાસતીજી ઠાણા-૪ ની ઉપસ્થિતિથી મહોલમાં ભારે ઉમંગ છવાઈ ગયો હતો. પૂ. અવનીજી મ.સા. તથા પૂ. સુનંદાજી મ.સા.ની ઉપસ્થિતિમાં ડો.ચંદ્રા મહેન્દ્ર વારીયાએ સૌને દિવ્ય જાપમાં ભાગ લેવા નિમંત્રણ આપ્યું હતું. આ તકે પૂ. ગુરૃદેવએ ધર્મસભાને સંબોધન કરી જણાવ્યું હતું કે, ડીવાઈન નોલેજ, ડીવાઈન વિઝન, ડીવાઈન પાવર અર્થાત આત્મજ્ઞાનથી આત્મદૃષ્ટિ કેળવવી, આત્માની શક્તિ જગાડવા મનુષ્યનો ભવ મળ્યો છે. પૂ. અરૃણાબાઈ મ.સા.એ પ્રેમથી જુઓ, પ્રેમથી જીવો અને પ્રેમથી જાઓનું સૂત્ર અપનાવી જીવનને સાર્થક કરવા જણાવ્યું હતું.

નવકારશીના લાભાર્થી શ્રીમતી ભાનુબેન કે.ડી. શેઠનું સમાધિ સુમન પુસ્તક અર્પણ કરી ડો. ચંદ્રા વારીયાએ સન્માન કર્યુ હતું.

આવતીકાલે તા. ૧૩મી ફેબ્રુઆરીએ સવારે ૯.૩૦ વાગ્યે દિવ્યમન શાંતિ જાપ થશે. સફેદ વસ્ત્ર પરિધાન કરીને ભાઈઓ-બહેનોને ઓશવાળ સેન્ટરના ડુંગર દરબારમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું છે. સમસ્ત સ્થાનકવાસી જૈન સમાજનું સ્વામી વાત્સલ્ય ડો. ચંદ્રાબેન મહેન્દ્રભાઈ વારીયા (અમેરિકા) તરફથી જાપ પછી રાખવામાં આવ્યું છે. સમસ્ત જૈન સમાજના ભાવિકોને જાપમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.

તા. ૧૪-ર-ર૦૧૯ ના દિને સવારે ૯ વાગ્યે લીમડાવાળા ઉપાશ્રયે જાપ તથા ૯.૩૦ વાગ્યે એકશન એન્ડ રીએકશન વિષય પર પ્રવચન યોજાશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription