કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

ભાટિયા યાર્ડમાં વચ્ચેથી મગફળી જોખાવવા આગેવાને કરી જોહૂકમી

ભાટિયા તા.૧૧ ઃ ભાટિયા માર્કેટીંગ યાર્ડમાં આજે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે જોખાણ ચાલતું હતું ત્યારે તાલુકા ભાજપના એક આગેવાને પોતાના હેતુ મિત્રની મગફળી વચ્ચેથી જોખવા દબાણ કરી કાર્યવાહી સંભાળતા એક નિવૃત્ત અધિકારીને ફડાકા ઝીંકી લીધા હતા જેની પોલીસ ફરિયાદ માટે તજવીજ કરાઈ રહી છે.

ભાટિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા થોડા સમયથી સરકારના હુકમ મુજબ ટેકાના ભાવથી મગફળી ખરીદવાનું શરૃ કરવામાં આવ્યું છે જેમાં ગામોગામથી ખેડૂતો ઉમટી રહ્યા છે અને માર્કેટ યાર્ડના પટાંગણમાં મગફળીની બોરીની બોરીઓ ખડકાઈ રહી છે. આ કાર્યવાહીમાં દેખરેખ સહિતની કાર્યવાહી માટે એક નિવૃત્ત સરકારી અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે.

તે દરમ્યાન આજે સવારે માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી ખરીદવા માટે જોખવાનું કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે કલ્યાણપુર તાલુકા ભાજપના એક આગેવાન પોતાના હેતુ મિત્રની મગફળી વચ્ચેથી જોખાવવા માટે આવી પહોંચ્યા હતા. આ વેળાએ લાંબા સમયથી કતારમાં ઉભા રહેલા ખેડૂતોના કચવાટ વચ્ચે નિવૃત્ત અધિકારીએ લાઈનમાં વારો આવશે તેમ કહેતા બોલાચાલી થઈ હતી જેના પગલે ઉશ્કેરાયેલા ભાજપના આગેવાને ફડાકાવાળી કરી હતી. અચાનક બનેલા આ બનાવથી ત્યાં હાજર લોકો હતપ્રભ બન્યા હતા. કોઈએ પોલીસને જાણ કરતા ભાટિયાના પીએસઆઈ કે.એન. ઠાકરિયા તથા સ્ટાફ માર્કેટીંગ યાર્ડમાં ધસી ગયા હતા. આ બનાવની વિધિવત ફરિયાદ નોંધાવવા માટે તજવીજ કરવામાં આવી રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription