ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

અકસ્માતના કિસ્સામાં ટ્રિબ્યુનલનો મહત્ત્વપૂર્ણ હુકમ

જામનગર તા. ૬ઃ દ્વારકા જિલ્લાના એક વ્યક્તિનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયા પછી ટ્રિબ્યુનલે જે વાહનની એક્ટ પોલિસી લેવામાં આવી હોય તે વાહનમાં પાછળ બેસીને જતા વ્યક્તિને વળતર ચૂકવવાની જવાબદારીમાંથી વીમાકંપનીને મુક્તિ આપી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભવનેશ્વર ગામથી જારેરા ગામ તરફ નારણભાઈ બગડા નામના આસામી ગઈ તા. ૩૧.પ.ર૦૦ર ના દિને મોટરસાયકલમાં પાછળ બેસીને જતા હતાં. આ વાહનને એક ટ્રેક્ટરે ઠોકર મારતા નારણભાઈનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. તેઓના વારસોએ વળતર મેળવવા માટે બાઈકની વીમા કંપની યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કાું. સામે ખંભાળિયાની ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી.

આ અરજી ચાલી જતાં વીમા કંપનીએ દલીલ કરી હતી કે આ વાહનની એક્ટ પોલિસી ઉતરાવવામાં આવી હોય તેના અકસ્માતમાં પાછળ બેસેલા વ્યક્તિને અકસ્માત વળતર ચૂકવવાની જવાબદારી નથી. ટ્રિબ્યુનલે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી વીમાકંપનીને વળતર ચૂકવવામાંથી મુક્તિ આપી છે. વીમાકંપની તરફથી વકીલ અશોક નંદા, સુનિતા પરમાર, પૂનમ પરમાર રોકાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00