પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

હર્ષદની સીમમાં ખેતરની ફેન્સીંગમાં જીવંત વીજ પ્રવાહે એકનો ભોગ લીધો

જામનગર તા. ૧૨ઃ કલ્યાણપુરના હર્ષદ ગામની સીમમાંથી રવિવારની રાત્રે પસાર થતા બે યુવાનોને એક ખેતરની ફેન્સીંગમાં વહેતો જીવંત વીજ પ્રવાહ અડકી જતાં એકનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે એક ઘાયલ થયો છે. પોલીસે ખેડૂત સામે ગુન્હો નોંધ્યો છે.

કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ)ની સીમમાં આવેલા એક ખેતર ફરતે તેના માલિકે થોડા સમય પહેલા વાયરોથી ફેન્સીંગ કર્યા પછી તેમાં જીવંત વીજ પ્રવાહ વહેતો મૂક્યો હતો. આ ફેન્સીંગને કોઈ માણસ કે જનાવર અડકી જશે તો તેઓનું મૃત્યુ નિપજી શકે તેમ છે તેમ જાણવા છતાં આ ખેડૂતે ગુન્હાહિત બેદરકારી દાખવી ફેન્સીંગમાં વીજ પ્રવાહ યથાવત રાખ્યો હતો.

તે દરમ્યાન રવિવારની રાત્રે બેએક વાગ્યે કલ્યાણપુર તાલુકાના નાવદ્રા બંદરના રહેવાસી આમદ જુસબ ઈસબાણી નામના વ્યક્તિ પોતાના મામાના દીકરા ઈકબાલ આમદ સાથે તે ખેતર પાસેથી પસાર થયા હતા. આ ફેન્સીંગને ઈકબાલ આમદ ભૂલથી અડકી જતાં જોરદાર વીજ આંચકો લાગતા ઈકબાલનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે આમદભાઈ ઈસબાણીને બન્ને હાથમાં વીજ આંચકો લાગતા ઈજા થઈ હતી. આ બાબતની આમદભાઈએ ગઈકાલે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં વિધિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે તે ખેડૂત સામે આઈપીસી ૩૦૪, ૩૩૭ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription