ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

દ્વારકાની સિવીલ હોસ્પિટલમાં દિવ્યાંગો માટે ચકાસણી કેમ્પ યોજાયોઃ ૪૪૭ દિવ્યાંગો તપાસાયા

દ્વારકા તા. ૧૨ઃ દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગો માટેનો ચકાસણી કેમ્પ યોજાયો હતો, જેમાં ૪૪૭ દિવિયાંગોની તપાસણી થઈ હતી. એ પૈકી ૧૦૪ દિવ્યાંગો ગરીબ અથવા વધુ જરૃરિયાતવાળા જણાતા તેઓને યોજનાકીય લાભો માટે પ્રમાણપત્ર અપાશે, જ્યારે આ કેમ્પનો લાભ લેનાર જરૃરિયાતવાળા દિવ્યાંગોને સાધન-સહાય પણ અપાશે.

સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાંસદ પૂનમબેન માડમની ગ્રાન્ટ અને સ્વ. હેમતભાઈ માડમ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોની ચકાસણી ત્યાં જરૃરિયાત મુજબની સહાય વિતરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે તા. ૧૧મી ના દિને દ્વારકાની સરકારી હોસ્પિટલમાં દ્વારકા-કલ્યાણપુર તાલુકા દિવ્યાંગોની શારીરિક ચકાસણી તથા વસ્તુઓની રાહત માટે આ કેમ્પમાં ૪૪૭ દિવ્યાંગોએ લાભ લીધો હતો.

હોસ્પિટલના પટાંગણમાં દિવ્યાંગોની સુવિધાસભર આયોજન સાથેના આ કેમ્પમાં એક સાથે દિવ્યાંગોના આ મેળાવડાથી દિવ્યાંગોમાં પણ આનંદ ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. બંને તાલુકાના ગ્રામ્યવિસ્તારો અને દ્વારકા-ઓખા પાલિકા હદ વિસ્તારના દિવ્યાંગો અનેક વાહનોમાં આવી પહોંચ્યા હતા. જેને સ્વ. હેમતભાઈ માડમ ટ્રસ્ટ તથા પૂનમબેન માડમના સહયોગીઓ પરબતભાઈ, ચંદુભાઈ બારાઈ,  ઈશ્વરભાઈ ઝાખરીયા વિગેરેએ વ્યવસ્થા જાળવીને ચકાસણી કરવામાં પૂરતો સહયોગ આપ્યો હતો.

ચકાસણી પછી અતિ નબળા અને વધુ શારીરિક નુકસાની સાથેના ૧૦૪ દિવ્યાંગોને ભારત સરકારની તમામ મળતી સુવિધાઓના ખાસ પ્રમાણપત્ર એનાયત થશે જેથી આવા દિવ્યાંગો સરકારી વળતર જેવી મુસાફરી ઉપરાંત અનેક લાભો લઈ શકશે જેનો પૂરેપૂરો સાથ અને સહકાર સાંસદ પૂનમબેન માડમના ફાળે જાય છે.

ઉપરાંત ટૂંક સમયમાં દિવ્યાંગોની જરૃરિયાત મુજબના સાધનો ચશ્મા, ટ્રાઈસીકલ, બેટરી બાઈક મોબાઈલ, બેટરીકામ જેવા અનેક પ્રકારના સાધનોનું પણ સાંસદ પૂનમબેન માડમની ગ્રાન્ટમાંથી વિતરણ કરવામાં આવનાર છે.

આ સફળતાપૂર્વકના કેમ્પમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી વિવેક લારા તથા સોલંકી અને ભારત સરકાર તથા રાજ્ય સરકારના ૨૫ જેટલા ડોક્ટર અને સહયોગીઓ સહકાર આપ્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00