પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

જામનગરમાં આવતીકાલે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરસભા-મહારેલી

જામનગર તા. ૧૧ઃ રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના સુપ્રિમો (રાષ્ટ્રીય અધ્યક્ષ) સુખદેવસિંહજી ગોગામેડીજી આવતીકાલે તા. ૧ર-ફેબ્રુઆરીએ જામનગર શહેરની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ રાજપૂતોના હક્ક તેમજ સ્વાભિમાન માટે તેમજ રાજપૂતોને એક મંચ ઉપર લાવવા માટે મહાસભાને સંબોધિત કરશે. જેમાં રાજપૂત સમાજના ભાઈઓ-બહેનોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે. આ મહાસભા તા. ૧ર ના સાંજે ૪ વાગ્યે સર્વમંગલ પાર્ટી પ્લોટ, બ્રુકબોન્ડ ગ્રાઉન્ડ સામે, જામનગરમાં યોજાશે.

આ નિમિત્તે મહારેલીનું સાંજે ૪ વાગ્યે ખીજડયા બાયપાસથી આયોજન કરાયું છે. જેમાં યુવાનો તેમજ રાજપૂત સમાજના ભાઈઓને તેમના વાહનો સહિત જોડાવવા અનુરોધ કરાયો છે.

આ કાર્યક્રમમાં રાજપૂત સમાજ કરણીસેનાના જિલ્લા અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, જિલ્લા સંગઠન મંત્રી પ્રદિપસિંહજી રાઠોડ, ઘનશ્યામસિંહજી જાડેજા, સચિવ રાજેન્દ્રસિંહજી શેખાવત, રામદેવસિંહજી ગોહિલ, મીડિયા પ્રભારી પૃથ્વીરાજસિંહ ચૌહાણ, કાનૂનમંત્રી શિવરાજસંહજી રાઠોડ, જિલ્લા ઉપપ્રમુખ ખુમાનસિંહજી જાડેજા, વ્યવસ્થાપક મંત્રી શક્તિસિંહજી જાડેજા, શહેર મહિલા પ્રમુખ ઉમાબા ગોહિલ, જિલ્લા મહિલા ઉપપ્રમુખ જયદેવીબા જાડેજા, વર્ષાબા રાણા તેમજ પ્રફુલ્લાબા જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યાં રહેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription