ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

પૂર્વ ટીપીઓના નામે ગેરકાયદે બાંધકામને રક્ષણ આપવાનો રચાયો કારસો

જામનગર તા. ૧રઃ જામનગરમાં અગાઉના ટીપીઓ દ્વારા કમ્પ્લીશન સર્ટી અપાયા હોય તેવી બહુમાળી ઈમારતોમાં  હાલ ફાયરના સાધનોના ચેકીંગ સમયે ડખ્ખા થઈ રહ્યા છે તો હજુ પણ આવા બાંધકામોને અગાઉના ટીપીઓના નામનો ઉપયોગ કરીને નિયમિત કરવા મોટી રકમની માંગ કરવામાં  આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સુરતના ટ્યુશન ક્લાસમાં ઘટના ઘટ્યા પછી સમગ્ર રાજ્યનું  ફાયર તંત્ર સાબદુ થયું છે અને હરકતમાં  આવ્યું છે. જેમાં અગાઉ કેવી રીતે કમ્પલીશન સર્ટી અપાયા તેના ભોપાળા બહાર આવી રહ્યા છે. જેને રક્ષણ આપવા ચોક્કસ લોબી મેદાનમાં પડી છે. અગાઉના પંકાઈ ગયેલા ટીપીઓના સમયમાં ખડકાયેલા ગેરકાયદે બાંધકામોને કમ્પ્લીશન સર્ટી પણ જે-તે સમયે જ આપી દેવામાં આવ્યા હતાં, પરંતુ જે-તે સમયે કમ્પ્લીશન સર્ટી મેળવેલ ન હોય તેવા બાંધકામોને કાયદેસરના બક્ષવા માટે હાલ જુના અધિકારીના નામે કમ્પલીશન સર્ટી આપવા ટોળકી સક્રિય બની છે અને આ માટે 'વહીવટ' કરવામાં આવી રહ્યો છે. આમ જુના બાંધકામ ઉપર પણ લડી લેવા મેદાને પડેલી ટોળકી જુના અધિકારીના નામનો જ ઉપયોગ કરી રહ્યા છે. તેવું પણ મનપાના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જે-તે સમયે થયેલા બાંધકામ અંગે સ્કુટીની કરવામાં આવી હતી તેનો જ ઉપયોગ હાલ મંજુરી આપવા માટે થઈ રહ્યો છે. એટલે કે અગાઉ પંકાઈ ગયેલા અધિકારીના નામે હાલ દુકાન ચલાવવામાં આવી રહી છે. સુરતની ઘટના પછી જામનગરનું ફાયર તંત્ર હરકતમાં આવ્યું છે અને ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરવા જતા અગાઉના ભોપાળાના પોપડા ભ્રષ્ટાચારની દીવાલ ઉપરથી ઉખડી રહ્યા છે. જે-તે સમયે થયેલા ગેરકાયદે અને તાજેતરમાં થયેલા ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવે તો જ ભ્રષ્ટાચારને રોકી શકાશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription