પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

ઉત્તર પ્રદેશમાં ભાજપને માંડ ર૦ થી ૩૦ બેઠકો મળશેઃ પ૦ બેઠકો ગુમાવી પડશે

નવી દિલ્હી તા. ૧રઃ ઉત્તર પ્રદેશમાં સપા-બસપાના ગઠબંધનના કારણે ભાજપને પ૦ બેઠકોનું ભારે નુકસાન થશે અને માંડ ર૦ થી ૩૦ બેઠકો આવશે તેવો ચોંકાવનારો આંતરિક સર્વે થયો હોવાના અહેવાલો વહેતા થયા છે.

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં મુખ્ય વિપક્ષી પાર્ટીઓ સપા અને બસપાના ગઠબંધન પછી સામે આવેલા સર્વેમાં ભાજપને નુકસાન થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. એક અંગ્રેજી અખબારનો સંદર્ભ આપીને આવી રહેલા અહેવાલો મુજબ, ભાજપના પોતાના જ સર્વે પ્રમાણે પાર્ટી યુપીમાં ૨૦-૩૦ સીટો પર સીમિત રહે એવી શક્યતા છે. વર્ષ ૨૦૧૪ માં ઉત્તરપ્રદેશની ૮૦માંથી ૭૧ સીટો જીતનારી ભાજપને એસપી-બીએસપીના ગઠબંધનથી હારનો ડર સતાવી રહ્યો છે.

ભાજપને ડર છે કે ક્યાંક પાર્ટી રાજ્યમાં ૨૦ સીટો પૂરતી જ સીમિત ન રહી જાય. આવી સ્થિતિમાં ભાજપ માટે સત્તામાં પરત આવવું મુશ્કેલ થઈ શકે છે. રિપોર્ટ અનુસાર ભાજપે આ સર્વે પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં એન્ટ્રી થઈ એ પહેલા કરાવ્યો હતો. પ્રિયંકાની એન્ટ્રી પછી ભાજપને, સપા-બસપાની વોટબેન્ક તૂટવાની આશા છે. જો કે ભાજપને અન્ય રાજ્યમાં પ્રિયંકાનો પ્રભાવ પડે તેનો ડર પણ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ યુપીમાં નવા સહયોગીઓની શોધ કરવા લાગી છે. અજીતસિંહની રાષ્ટ્રીય લોકદળે સપા સાથે ગઠબંધન માટે ૪ સીટોની માંગણી કરી હતી પરંતુ ગઠબંધનના સહયોગી તેમને બે સીટો આપવા તૈયાર છે. એવામાં ભાજપના પ્રયત્ન રાષ્ટ્રીય લોકદળને પોતાની તરફ લાવવાના રહેશે.

જો કે જયંત ચૌધરી મમતા બેનરજીના ધરણામાં સામેલ થયા પછી આરએલડી ભાજપની સાથે જાય એવી સંભાવના ઓછી જણાય છે. પૂર્વ ઉત્તરપ્રદેશમાં ભાજપ પાસે 'અપના દલ' તરીકે એક સહયોગી છે પણ પશ્ચિમી યુપીમાં પાર્ટીને અત્યાર સુધી કોઈ સાથી પક્ષ મળ્યો નથી. રિપોર્ટ અનુસાર, યુપી ઉપરાંત એવા રાજ્યોમાં પણ ભાજપની સીટો ઘટી શકે છે, જ્યાં તેમણે ૨૦૧૪ માં એકતરફી જીત મેળવી હતી.

હાલમાં જ વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં ભાજપની સીટો ઓછી થઈ શકે છે. આ ઉપરાંત મહારાષ્ટ્રને પણ ભાજપ માટે પડકારરૃપ ગણાવાયું છે. સહયોગી શિવસેનાના વલણ અને કોંગ્રેસ-એનસીપી મજબૂત થવાથી ભાજપ માટે અહીં મુશ્કેલી સર્જાઈ શકે છે.

જો કે ભાજપને આશા છે કે જો તે ૨૦૦ થી વધુ સીટો જીતવામાં સફળ રહે તો તેને સરકાર બનાવવા માટે ટીઆરએસ, વાયએસઆર કોંગ્રેસ અને બીજેડીનું સમર્થન મળી શકે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription