લમસમ સ્કીમના વિકલ્પ માટે ચલણ ભરવાની મુદ્દતમાં વધારો

જામનગર તા. ૨૦ઃ જી.એસ.ટી.કાયદા હેઠળ રજિ. અને કમ્પોઝીશન સ્કીમ (લમસમ યોજના) નો વિકલ્પ અપનાવેલ વેપારીઓને તેમના પત્રક/ચલણ ત્રિમાસિક ભરવાની જોગવાઈ છે. જે પત્રક/ચલણ જી.એસ.ટી.ની વેબસાઈટ ઉપર જીએસટીઆર ૪માં ભરવાના હોય છે. પરંતુ જી.એસ.ટી. વિભાગ દ્વારા તાજેતરમાં એપ્રિલ થી જુન-૨૦૧૯ના સત્રના ત્રિમાસિક પત્રકો જીએસટીઆર ૪ને બદલે (સીએમપી-૮)માં ભરવાના છે. પરંતુ જી.એસ.ટી.ની વેબસાઈટ ઉપર (સીએમપી-૮) ઉપલબ્ધ નથી. જ્યારે નાના વેપારીઓને વેરો તથા પત્રક ભરવાની અંતિમ તા.૧૮-૭-૧૯ હોય, કમ્પોઝીશનના વેપારીઓ મુશ્કેલી અનુભવતા હતા. આ અંગે સમગ્ર ગુજરાતમાંથી સૌ પ્રથમ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ચીફ કમિશ્નર ઓફ સ્ટેટ જી.એસ.ટી. અમદાવાદને પત્ર પાઠવી એપ્રિલ થી જુન-૨૦૧૯ના સત્રના ત્રિમાસિક પત્રકો ભરવાની અંતિમ તા. ૧૮ના સ્થાને વેબ સાઈટ ઉપર ફોર્મ ઉપલબ્ધ થયા પછીથી દસ દિવસ જેટલી વધારી આપવા રજુઆત કરવામાં આવી હતી. જેથી કોઈ નાના વેપારીને વ્યાજ કે લેઈટ ફીનો સામનો કરવો ન પડે. જામનગર ચેમ્બરની આ રજુઆતને ધ્યાને લઈ જી.એસ.ટી. વિભાગ દ્વારા પત્રક/ચલણ ભરવાની અંતિમ તા. ૩૧-૦૭-૧૯ કરી આપવામાં આવી છે. આમ જામનગર ચેમ્બરની રજુઆતથી કમ્પોઝીશનનો વિકલ્પ અપનાવનાર નાના વેપારીઓને રાહત મળશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription