જવાહરલાલ નહેરૃ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ કન્હૈયાકુમારની ધરપકડઃ અબઝલ ગુરૃને શહીદ દર્શાવવા અને દેશ વિરોધી સુત્રોચ્ચાર કરવાનો આરોપ / તારાપુર પાસે કાર-ટેન્કર વચ્ચે અકસ્માતઃ રનાં મોત, ટેન્કર ચાલક ફરાર / રશિયાની વોર્નિંગઃ અમેરિકા વિચારી લે, સીરિયામાં આરબ સૈનિક ઘુસ્યા તો થશે વર્લ્ડ વોર

Feb 12, 2016
નવી દિલ્હી તા. ૧રઃ સુપ્રિમ કોર્ટે તમામ સભ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સમાન ધોરણે શારીરિક-યૌન શોષણની ભોગ બનનાર પીડિતા મહિલાઓને વળતરના નિયમો બનાવવા નિર્દેશ આપ્યો છે, અને પૂનર્વસન માટે ચોક્કસ જોગવાઈઓ કરવા સૂચવ્યું છે. કોર્ટે જણાવ્યું છે કે પીડિતાઓને દસ લાખ સુધીનું વળતર આપવું જરૃરી છે. ૧૧૧રેપ પીડિતાઓને રાહત આપતા સુપ્રિમ કોર્ટે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને શારીરિક તથા યૌન શોષણની શિકાર બનેલી મહિલાઓ માટે વળતર આપવા અંગેના નિયમો ઘડવા જણાવ્યું ... વધુ વાંચો »

Feb 12, 2016
નવી દિલ્હી તા. ૧રઃ જવાહરલાલ નહેરૃ યુનિવર્સિટીમાં દેશવિરોધી સૂત્રોચ્ચાર કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો ગૃહમંત્રી રાજનાથસિંહે પોલીસને નિર્દેશ આપતા રાજદ્રોહનો કેસ થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે, અને કસૂરવાનો જેલભેગા થઈ શકે છે. કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે ચેતવણી આપતા કહી દીધું છે કે જવાહરલાલ નહેરૃ યુનિવર્સિટીમાં દેશ વિરોધી સૂત્રોચ્ચાર કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ અંગે તેમની દિલ્હીના કમિશનર બી.એસ. બસ્સી સાથે વાતચીત થઈ છે. દોષિતો સામે સખત ... વધુ વાંચો »

Feb 12, 2016
મુંબઈ તા. ૧રઃ શેરબજારમાં આજે શરૃઆતમાં મંદીનો માહોલ રહ્યા પછી આવેલી તેજીના પગલે રીકવરી શરૃ થતાં આજે બપોરે સેન્સેક્સ ૨૨૯૦૬ અને નિફટી ૬૯૬૦ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં સ્થિતીમાં સુધારો થઇ રહ્યો નથી. આજે કારોબારની શરૃઆત થવાની સાથે જ સેન્સેક્સમાં વધુ ૧૫ પોઇન્ટનો નજીવો ઘટાડો થયો હતો. જેતી તે ઘટીને ૨૨૯૩૭ની સપાટી પર પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી ૧૧ પોઇન્ટ ઘટીને સાત હજારથી નીચી સપાટી પર પહોંચી ગયો હતો. બીજી બાજુ રૃપિયો સાત પૈસા ... વધુ વાંચો »

Feb 12, 2016
મુંબઈ તા. ૧રઃ આજે પણ મુંબઈની કોર્ટમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શિકાગોથી ડેવિડ હેઠલીની જુબાની ચાલી રહી છે, જેમાં નવા નવા રહસ્યો ખૂલી રહ્યા છે. મુંબઈ પોલીસે અબુ ઝુંદાલની ભૂમિકા બાબતે ડેવિડ હેડલીની પૂછપરછની માંગણી કરતા આર્થર જેલમાંથી વીડિયો કોન્ફરન્સથી અબુ ઝુંદાલની જુબાની પણ લેવાઈ શકે છે. અબુ ઝુંદાલ અત્યારે મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે અને તે કોર્ટની કાર્યવાહીમાં વીડિયો કોન્ફરન્સિંગથી સામેલ થઈ શકે છે. મુંબઈ પોલીસે મુંબઈ હુમલામાં અબુ ઝુંદાલની ભૂમિકા બાબતે ... વધુ વાંચો »

Feb 12, 2016
મ્યુનિખ તા. ૧૨ઃ રશિયન વડાપ્રધાન દમિત્રી મેદવેદેવે એમ કહીને વિશ્વની ચિંતા વધારી દીધી છે કે નવા વિશ્વ યુદ્ધની શક્યતા રહેલી છે.તેમણે કહ્યું છે કે જો સિરિયામાં અરબ તાકાતોની એન્ટ્રી થશે તો આ વિશ્વયુદ્ધમાં ફેરવાઇ શકે છે. તેમણે કહ્યું છે કે યુદ્ધવિરામની દિશામાં આગળ વધવા અને તેના પર વિચારણા કરવાની જરૃર છે. દમિત્રી કેટલાક પ્રશ્નોના સીધા જવાબ આપી રહ્યા હતા. દમિત્રીએ કહ્યુ હતુ કે અમેરિકન અને અરબી ભાગીદારોએ તમામ પાસા પર વિચારવા કરવાની જરૃર ... વધુ વાંચો »

Feb 12, 2016
નવી દિલ્હી તા.૧રઃ ભારતીય અર્થતંત્રને ખોરવી નાંખવાના કાવતરા હેઠળ ભારતીય ચલણી નોટો છાપવા માટે દુબઈમાં આઈએસઆઈ દ્વારા ફેકટરી શરૃ થનાર હોવાના અહેવાલો છે. નવી દિલ્હી,તા. ૧૨ઃ ભારતની અર્થવ્યવસ્થાને નુકસાન કરવાના હેતુસર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ દ્વારા હવે બનાવટી ભારતીય નોટ પ્રકાશિત કરવાની પ્રક્રિયા પણ શરૃ કરી છે. આના ભાગરૃપે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાએ દુબઇમાં એક ફેક્ટરી પણ શરૃ કરી દીધી છે. એક અગ્રેણી અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આઇએસઆઇ દ્વારા હવે તેની બનાવટી ... વધુ વાંચો »

Feb 12, 2016
જમ્મુ તા. ૧૨ઃ ત્રાસવાદીઓ પણ હવે હાઈટેક બની રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.  પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાએ જમ્મુ-કાશ્મીરમાં તેની ઓપરેટીવ સક્રિયતાને જાળવી રાખવા માટે વિશેષ મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી હોવાના અહેવાલ મળ્યા છે. એક અગ્રણી અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, આ નવા મોબાઈલ એપ્લિકેશનથી લશ્કર-એ-તોયબાની ગતિવિધિઓને સક્રિય રાખી શકાય છે. આ એપ્લિકેશનમાં યુઝર્સને ફોન કોલ કરવા અને અન્ય યુઝરોને ટેક્સ મેસેજ કરવાની તક આપે છે. સેન્ટર કાઉન્ટર ટેરર અધિકારીઓ દ્વારા આ મુજબની માહિતી ... વધુ વાંચો »

Feb 12, 2016
નવી દિલ્હી તા. ૧રઃ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે લશ્કર અને જૈશના આતંકવાદીઓને તાલીમ આઈ.એસ.આઈ. આપે છે, તેવા મતલબના નિવેદન પછી પાકિસ્તાન સરકાર ક્ષોભમાં મૂકાઈ ગઈ છે, અને આ અંગે ચર્ચા જાગી પડી છે, તો બીજી તરફ મુશર્રફ બીમાર પડી જતાં સારવાર લેવી પડી હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ સૈન્ય વડા પરવેઝ મુશર્રફે સ્વીકાર કર્યું કે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને ટ્રેનિંગ આપે છે. ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગરના ઘાંચીવાડમાં રહેતા એક સંધી પરિવારની પંદર વર્ષની પુત્રી બુધવારે ટયૂશનમાં જવા માટે પોતાની બહેનપણી સાથે નીકળ્યા પછી ઘેર પરત નહી ફરતા પિતાએ બન્ને તરૃણીઓનું અપહરણ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતી એક સગીરા બ્યુટીપાર્લર જવા માટે ઘરેથી નીકળ્યા પછી તેણીનું પણ અપહરણ થયાની પોલીસમાં રાવ થઈ છે. જામનગરના કાલાવડ નાકા પાસે આવેલા ઘાંચીવાડમાં નુરમામદ સુલેમાન નોયડા નામના પંચાવન વર્ષના સંધી પ્રૌઢની પંદર વર્ષની પુત્રી બુધવારે ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગઈકાલે સાંજે એક યુવાન પોતાના મકાનની અગાશી પરથી નીચે પડી જતાં તેનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. જ્યારે ધ્રોલની હોસ્પિટલ પાસેથી મળી આવેલા અજાણ્યા વૃધ્ધનું મૃત્યુ નિપજ્યું છે. ઠાકર શેરડીમાં એક બાળકને પૂર્વ જન્મના વેરી ઝેરી જનાવરે ડંશ દેતા આ બાળક મોતને શરણ થયો છે અને ઓખામાં એક પરપ્રાંતીય યુવાનનનો હૃદયરોગે જીવ હર્યાે છે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી એકડેએક બાપુની દરગાહ પાસે રહેતો બશીર જુસબભાઈ કમોરા ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ગઈકાલે એક પ્રજાપતિ યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધા પછી વિવાદનો વંટોળ ઉભો થયો છે. મૃતકના પત્નીએ પોતાની પુત્રી ક્યાંક ચાલી ગઈ હોય તેનાથી વ્યથિત રહેતા પતિએ પોલીસની કહેવાતી કનડગતથી આત્મહત્યા વ્હોરી હોવાનું જણાવ્યું છે. મૃતદેહનો કબજો સોંપવામાં આવ્યા પછી તેને સ્મશાને લઈ જવાને બદલે મૃતકના પરિવારે પોલીસ ચોકીએ મૃતદેહ ખસેડતા હોબાળો મચ્યો હતો. પોલીસે મૃતકના પરિવાર સાથે સમજાવટ કરતા મામલો થાળે પડયો છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગર તાલુકાના સિક્કાના એક વાઘેર યુવાન દોઢ મહિના પહેલાં સ્કૂટર પરથી પડી ગયા પછી ગઈકાલે સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા છે. જ્યારે શહેરમાં જોગર્સ પાર્ક પાસે મોપેડ પરથી પડી જવાથી એક મહાજન વૃધ્ધનું પણ મૃત્યુ થયું છે. ઉપરાંત ભાણવડના શિવા ગામના એક મોપેડચાલક વૃધ્ધને અજાણી મોટરે ઠોકર મારી દેતા આ વૃધ્ધ સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા છે. અકસ્માત સર્જી મોટરચાલક નાસી ગયો છે. પોલીસે અકસ્માતના ત્રણેય બનાવોની નોંધ કરી તપાસ શરૃ કરી છે. વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ લાલપુર તાલુકાના મીઠોઈમાં આવેલી એક કિમતી જમીન પચાવી પાડવાના ઈરાદાથી મીઠોળના એક અને જામનગરના ત્રણ શખ્સોએ મૃત્યુ પામેલા એક વ્યક્તિની સહી કરી બનાવટી દસ્તાવેજ તૈયાર કરી લેતા મુંબઈથી દોડી આવેલા મૃતકના પુત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.  લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં રહેતા હુકમીચંદ ગુઢકાનું થોડા સમય પહેલાં નિધન થયું હતું. તેઓના પુત્ર વિમલભાઈ હાલમાં મુંબઈના ભીવંડી વિસ્તારમાં વસવાટ કરે છે. તેઓની મીઠોઈ ગામમાં જમીન આવેલી છે. આ જમીન પર અમૂક શખ્સોનો ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ ખંભાળિયામાં સતવારાવાડમાં રહેતા દિપેશ ડાયાલાલ કણઝારિયા નામના ચોવીસ વર્ષના યુવાને પેટના દુઃખાવાના બદલે ભૂલથી એસિડ પી લેતા તેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧રઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરાની બાકીલેણી વસૂલાત અંગે કમિશનર હર્ષદ પટેલની સૂચનાથી ઝુંબેશ શરૃ કરવામાં આવ્યું છે. જે અન્વયે છેલ્લા બે દિવસમાં ર૦ મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે અન્ય બાકીદાર આસામીઓએ ૧૧ લાખની રકમ સ્થળ ઉપર ભરપાઈ કરી દીધી હતી. જામનગરમાં જે બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવી છે તેમાં જગદિશભાઈ નારણભાઈ રાવલિયા (ભાડુત-શ્રી ઈલેક્ટ્રીક મોટર રિવાઈન્ડીંગ) રૃા. ૧૬,૪૪પ, મધુસુદન જયંતિલાલ મશરૃ (રૃા. ર૦,૩૭૪), ઈન્દુબેન હસમુખભાઈ પરમાર (રૃા. ૯૦૦૦), હસમુખભાઈ દેવસીભાઈ ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગરના યાદવનગરમાં આવેલી પાનની એક દુકાનમાં દસેક મહિના પહેલાં ચોરી થયાની તેમજ આ જ વિસ્તારમાં આવેલા એક મકાનમાં બારીમાંથી હાથ નાખી ત્યાં ટીગાળવામાં આવેલા પેન્ટમાંથી રૃા. ૪૦૦૦ સેરવી લીધાની ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં કુખ્યાત શખ્સનું શકદાર તરીકે નામ આપવામાં આવ્યું છે. જામનગરના બેડીબંદર રોડ પરથી રીંગ રોડ તરફ જવાના માર્ગ પર આવેલા યાદવનગરમાં રહેતા દેવસીભાઈ દેસુરભાઈ ભૂતીયાની ક્રિષ્ના પાન નામની દુકાનમાં દસેક મહિના પહેલાં બારીની ગ્રીલ તોડી ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એક લોહાણા યુવાનની પત્નીનું બે વર્ષ પહેલાં નિધન થયા પછી જીવનસાથીના વિયોગથી વ્યથિત રહેતા યુવાને ગઈકાલે ગળાફાંસો ખાઈ મોતને ગળે લગાડયું છે. પોલીસે મૃતદેહનું પી.એમ. કરાવી તપાસ હાથ ધરી છે. જામનગરની પટેલ કોલોનીની શેરી નં.૯માં આવેલા પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા હરેશભાઈ ધીરજલાલ બદિયાણી નામના એકતાલીસ વર્ષના લોહાણા યુવાનના પત્ની બેએક વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા ત્યારથી જીવનસાથીના વિયોગમાં ગુમસુમ રહેતા હરેશભાઈએ ગઈકાલે સાંજે પોતાના ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગરના સેતાવાડ વિસ્તારમાં ગઈરાત્રે એક ભાનુશાળી યુવાન પર એક મુસ્લિમ શખ્સોએ છરી તથા ધોકા વડે હુમલો કરતા વાતાવરણ તંગ બન્યું હતું. ઈજાગ્રસ્ત યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરના હવાઈચોક વિસ્તારમાં રહેતો સંદીપ ભરતભાઈ કનખરા નામનો યુવાન ગઈકાલે રાત્રે સેતાવાડ પાસે આવેલી પાનની એક દુકાને આઈસ્ક્રીમ લેવા ગયો ત્યારે ત્યાં આવેલા રમીઝ ઉર્ફે રંભો અને રીઝવાન ઉર્ફે દાણી નામના બે શખ્સોએ તુ અમારી પાસે નાસ્તાના પૈસા કેમ લેશ તેમ કહી બોલાચાલી ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાંથી ગઈકાલે પોલીસે જિતેન્દ્રસિંહ કુંવરસિંહ જાડેજા તથા ગજેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજા નામના બે શખ્સોને અંગ્રેજી શરાબની બે બોટલ સાથે પકડી પાડ્યા છે. આ શખ્સો વેચાણ માટે શરાબ લાવ્યા હોવાની આશંકાથી પોલીસે તેઓને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૃ કરી છે. વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ કલ્યાણપુરના હરીયાવડમાં ખેતરમાં ઢોરને રોકવાના પ્રશ્ને યુવાનને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે બે શખ્સો વિરૃધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કલ્યાણપુર તાલુકાના હરીયાવડ ગામે રહેતા નટવરભાઈ નારણભાઈ રાઠોડ નામના ર૯ વર્ષના સતવારા યુવાનને ખેતરમાં આવી ગયેલા ઢોરને રોકતા શામજીભાઈ વાલાભાઈ રાઠોડ તથા તેમના બે પુત્રો ગોરધનભાઈ તથા વિનેશભાઈ નામના ત્રણ શખ્સોએ બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામના ગોવિંદભાઈ પાલાભાઈ ભોચીયા નામના યુવાનને બુધવારે બપોરે ભીખા મેરામણ તથા જાનુબેન ભીખાભાઈ નામના દંપતીને આંતરી લઈ 'તું સીસી રોડના કામની કેમ પંચાત કરશ' તેમ કહી ધોકા વડે માર માર્યાની ગોવિંદભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વધુ વાંચો »

Feb 12, 2016
નવી દિલ્હી તાા ૧રઃ વિશ્વના વૈજ્ઞાનિકોએ એક મોટી શોધ કરી છે. ગુરુત્વાકર્ષી તરંગોની ભાળ મેળવી લેવામાં આવી છે. આ તરંગો અંગે એક સદી પહેલા આઈન્સ્ટાઈને તર્ક આપ્યો હતો, જેને આથી સમર્થન મળ્યું છે. આ શોધમાં સામેલ રહેલા ભારતીય વૈજ્ઞાનિકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે. ભૌતિક અને ખગોળ વિજ્ઞાન માટે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ આ મહત્ત્વની શોધ કરી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે તેઓ આખરે ગુરુત્વાકર્ષી તરંગોની ભાળ મેળવી લીધી છે કે જેની ભવિષ્યવાણી વિશ્વ પ્રસિદ્ધ ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧રઃ જામનગરના કરદાતા, ઉપભોક્તા, ગ્રાહક હિતરક્ષા સંગઠન દ્વારા જામનગરને સાત નવી ટ્રેનો ફાળવવા તેમજ સાત ટ્રેનોના ફેરા વધારવા તેમજ રેલવે સ્ટેશનમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવા રેલ બજેટમાં તેનો સમાવેશ કરવા રેલમંત્રીને પત્ર પાઠવી વિસ્તૃત રજૂઆત કરવામાં  આવી છે. જામનગરના ગ્રાહક હિતરક્ષા સંગઠનના સંયોજક ચંદ્રવદન પંડ્યાએ રેલમંત્રી સુરેશ પ્રભુને પાઠવેલા પત્રમાં આગામી રેલ બજેટમાં જામનગરને નવી સાત ટ્રેનની સુવિધા આપવા તેમજ સાત ટ્રેનોના ફેરા વધારવાની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર ... વધુ વાંચો »

Feb 12, 2016
તાજેતરમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) દ્વારા ફેસબુકની 'ફ્રિ બેઝીક' ઈન્ટરનેટ ફોર્મ્યુલાને ફગાવી દઈ ભારતમાં તેના અમલીકરણને રેડ સિંગ્નલ બતાવવામાં આવ્યું છે. લોકો ટ્રાઈના આ નિર્ણયને પસંદ નથી કરી રહ્યા કારણકે ફ્રિ બેઝીક અંતર્ગત અમુક સાઈટનો ફ્રિ ઉપયોગ કરવા મળે છે, પરંતુ ખરેખર ફેસબુકની આ ફોર્મ્યુલા પાછલા બારણેથી કમાણી કરવાની છેતરામણી સ્કીમ છે. ફ્રિ બેઝીક અંતર્ગત મોબાઈલમાં એક વખત ઈન્ટરનેટ ચાલુ કરાવ્યા પછી એક જ ડેટા પેડ અંતર્ગત જુદી-જુદી વેબસાઈટ પર સર્ફીંગનો ... વધુ વાંચો »

Feb 12, 2016
લંડન તા. ૧રઃ મેલબોર્ન ક્રિકેટ ક્લબ દ્વારા એક સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે, જેને વિસ્તારીને લીગ મેચો અને આતંરરાષ્ટ્રીય મેચો સુધી લાગુ કરી શકાય છે, તેવી વિચારણા થવા લાગી છે. મેલબોર્ન ક્રિકેટ ક્લબે ક્રિકેટ મેચો દરમિયાન થતાં રહેતા ગેરશિસ્તને નિયંત્રિત કરવા દંડાત્મક નિયમો લાગુ કર્યા છે. એક આચારસંહિતા હેઠળ અલગ-અલગ પ્રકારના ગેરશિસ્ત માટેખ અલગ અલગ સજા કરવાની પ્રથા અલમાં મૂકવામાં આવી છે. જેમાં કસૂરવાન ખેલાડીને ફૂટબોલ મેચોની જેમ કાર્ડ દેખાડીને તે મુજબની સજા ... વધુ વાંચો »

Feb 12, 2016
નવી દિલ્હી તા. ૧રઃ નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના સૂત્રોના જણાવ્ય પ્રમાણે ભારત સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતા દેશોની શ્રેણીમાં ટોચ પર હોવા છતાં પશુદીઠ ઉત્પાદક્તા અને સરપ્લસ દૂધ ઉત્પાદક દેશોની શ્રેણીમાં હજુ પણ પાછળ છે. ભારતે વર્ષ ર૦૧૪-૧પ માં ૧૪૬.૩ર મિલિયન ટન દૂધનું ઉત્પાદન કર્યું છે, જે તેના આગળના વર્ષના ૧૩૭.૭ ટનથી ર.ર ટકાની વૃદ્ધિ દર્શાવે છે. અમેરિકા, ચીન, પાકિસ્તાન અને બ્રાઝીલ જેવા વધુ દૂધ ઉત્પાદન કરતા દેશોની શ્રેણીમાં ભારતે રેકોર્ડબ્રેક ઉત્પાદન કર્યું ... વધુ વાંચો »

Feb 12, 2016
દેવભૂમિ દ્વારકા તા. ૧રઃ ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે, ઈન્દિરા આવાસ યોજના, નેશનલ રૃરલ લાઈવલીહુડ મીશન, સ્વચ્છ ભારત મીશન (ગ્રામીણ), પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ગ્રામીણ વિદ્યુતિકરણ યોજના, ઈન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એઈજ પેન્શન યોજના, નરેગા યોજના વગેરે યોજનાઓની કામગીરીની સમીક્ષા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિજિલન્સ એન્ડ મોનિટરીંગ કમિટીની બેઠક સવારે ૧૧ કલાકે કલેક્ટર કચેરી ખંભાળિયામાં કમિટીના ચેરપર્સન સુશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકની શરૃઆતમાં કલેક્ટર એચ.કે. પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી મુકેશ પંડ્યાએ ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગર શહેરમાં જામ્યુકો દ્વારા ફીટ કરવામાં આવેલી એલ.ઈ.ડી. લાઈટોથી પ્રકાશમાં વધારો થવાના બદલે ઘટાડો થયો હોવાની રજૂઆત વિરોધ પક્ષના પૂર્વ નેતાએ કર્યાની સાથે અણબનાવો બને નહીં તેની તકેદારી રાખવાની માંગણી પણ કરી છે. જામનગર શહેરના મુખ્ય રોડમાં જે એલ.ઈ.ડી. લાઈટ નાખેલ તેનાથી અજવાળું દેખાઈ થઈ શકે તેમ છે, પરંતુ જામનગર મહાનગરપાલિકા શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર સ્ટ્રીટ લાઈટો, સોડિયમ લાઈટો કાઢીને જે એલ.ઈ.ડી. લાઈટ નાંખી છે, તેનાથી પ્રકાશ ઓછો પડે ... વધુ વાંચો »

Feb 12, 2016
રાજકોટ તા. ૧૨ઃ નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલનો તા. ૧ર ફેબ્રુઆરીના દિવસે સ્થાપના દિવસ હોઈ, તે દિવસને દેશભરમાં 'પ્રોડક્ટિવિટી-ડે' તરીકે ઉજવવામાં આવે છે. તેના અનુસંધાને છેલ્લા પ૭ વર્ષથી સૌરાષ્ટ્ર-કચ્છમાં કાર્યરત કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા પણ તા. ૧ર થી ૧૮ ફેબ્રુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તા. ૧ર ને ગુરુવારના દિવસે 'પ્રોડક્ટિવિટી ડે'ના અનુસંધાને નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલ વિશેષ વિષય 'એઝ ઓફ ડુઅીંગ બિઝનેસ ફોર હાયર પ્રોડક્ટિવિટી એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ' એ વિષયને લક્ષમાં રાખી 'અર્જન્ટ ... વધુ વાંચો »

Feb 12, 2016
દેવભૂમિ દ્વારકા તા. ૧રઃ રાજ્ય આયોજનપંચ ગાંધીનગરના ઉપાધ્યક્ષ નરહરિ અમીનની ઉપસ્થિતિમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા આયોજનના કાર્યક્રમોની સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. આ બેઠકમાં ઉપાધ્ય નરહરિ અમીને જણાવ્યું કે, જે વર્ષમાં વહીવટી મંજુરી મળેલ હોય તે વર્ષમાં જ કામ પૂર્ણ કરવા અને કોઈપણ જાતની મુશ્કેલી હોય તો જાણ કરવા જરૃરી સૂચન કર્યા હતાં. વિકેન્દ્રિત જિલ્લા આયોજનની ગ્રાન્ટ હેઠળ કે અન્ય ગ્રાન્ટ હેઠળ નાના નાના કામો હાથ ધરવામાં આવે છે. વધુ વાંચો »

Feb 12, 2016
ભાણવડ તા. ૧૨ઃ ભાણવડ તાલુકાના રૃપા મોરા ગામની સંસ્કાર વિદ્યાલયના ચાર વિદ્યાર્થીઓએ બાલાચડી સૈનિક સ્કૂલમાં પ્રવેશ માટે લેવાતી પરીક્ષા પાસ કરી છે. ચંદ્રાવડિયા સંજય વજસીભાઈ, કારેણા કૌશિક ભીમશીભાઈ, કરંગિયા કિશ ગોવિંદભાઈ અને સોલંકી દિવ્યેશ વિરાભાઈએ બાલાચડી સૈનિક સ્કૂલમાં ધો. ૬ માં પ્રવેશ માટે લેવાતી પરીક્ષા પાસ કરી છે. આમ તેણે ગામ, તાલુકા, જ્ઞાતિ અને શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના આચાર્ય ભરતભાઈ પાથર અને શિક્ષકોએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં. વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧રઃ આગામી તા. ર૧.ર.ર૦૧૬ ના સિક્કા નગરપાલિકાની ચૂંટણી અંગે પદાધિકારીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી સભાહોલમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સિક્કા નગરપાલિકાના ૭ વોર્ડની ચૂંટણીમાં કુલ ૮૧ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. સિક્કા નગરપાલિકામાં કુલ ૧૭,૯૩૧ મતદારો છે. જેમાં ૭૯૧ર પુરુષ અને ૮પ૧૯ સ્ત્રી ઉમેદવારો છે. પદાધિકારીઓને ચૂંટણી આચારસંહિતાનો અમલ નિયમ મુજબ કરી સહકાર આપવા તેમજ શાંતિથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા યોગ્ય સહકાર આપવા જણાવ્યું તેમજ ઉમેદવારો તથા મતદારોને માર્ગદર્શન મળે તે માટેની ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ ઉંડ સિંચાઈ વિભાગના ઈજનેરની કચેરીના એક કર્મચારીને નોકરીમાંથી છુટા કરાયાના એકત્રીસ વર્ષ પછી નોકરી પર પરત લેવાનો હુકમ થયો છે. ઉંડ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરની કચેરીમાં રોજમતદાર તરીકે ફરજ બજાવતાં ભરતસિંહ કેશરજી ચૌહાણને પાર્લામેન્ટે ૧૯૮૫ ના વર્ષમાં નોકરીમાંથી છુટા કર્યા હતાં તે વખતે આ કામદારે રજૂઆત કરતાં તેઓને અન્ય કામદારોએ જે કેસ કર્યો છે તેઓનો નિર્ણય થયાં પછી તમને નોકરી પર રાખવા કે નહીં તે નક્કી થશે તેમ કહેવામાં આવતાં ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગરની એક આંગડીયા પેઢીના કર્મચારીને મરચાની ભૂકી છાંટી તેના હાથમાંથી રૃા. ૧ લાખ ૬૭ હજારની રોકડ ભરેલો થેલો લુંટી લેવાના કેસમાં અદાલતે એક આરોપીને જામીન આપ્યાં છે. જામનગરના રેલવે સ્ટેશન પર રોકડ રકમનો થેલો લઈને ઉતરેલાં આંગડીયા પેઢીના એક કર્મચારીને ગાંધીનગરની ગોળાઈમાં અજાણ્યાં શખ્સોએ આંતરી તેઓની આંખમાં મરચાની ભુકી છાંટી થેલાની લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે પોલીસે રૃા. ૧ લાખ ૬૭ હજારની રકમવાળો થેલો લૂંટી જનાર શખ્સો સામે ગુન્હો ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામજોધપુરની રેન્જ ફોરેસ્ટ કચેરીના એક કર્મચારીને છુટા કરાયા પછી મજુર અદાલતે તેઓને ફરીથી ફરજ પર લેવાોન હુકમ કર્યો છે. જામજોધપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસના તાબા હેઠળની કચેરીમાં પાયટમેસ ઓપરેટર તરીકે રોજમદારમાં નોકરી કરતા ગિરીરાજસિંહ જી. જાડેજાને નોકરીમાંથી છૂટા કરી દેવાતાં તેઓએ નોકરી પર પુનઃ સ્થાપિત થવા મજદુર અદાલતમાં કેસ કર્યો હતો. આ કેસમાં બંને પક્ષો તરફથી રજુ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે સળંગ નોકરી ગણી આ કર્મચારીને નોકરી પર પરત લેવાનો ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગરની સાઈનાથ એન્ટરપ્રાઈઝ નામની પેઢી પાસેથી રામપર ગામના હેમત દેસુરભાઈ મંઢ નામના આસામીએ લોન મેળવી તેની ચુકવણી માટે રૃા. દોઢ લાખનો ચેક આપ્યો હતો. આ ચેક બેન્કમાંથી પરત ફરતાં પેઢીના પ્રોપરાઈટર અનિરૃધ્ધસિંહ જાડેજાએ અદાલતમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરના નરેન્દ્રસિંહ મંગળસિંહ જાડેજા પાસેથી ધર્મેશ ડાયાલાલ પરમારે રૃા. ૩ લાખ ઉછીના લઈ આપેલો ચેક બેંકમાંથી પરત ફરતાં નરેન્દ્રસિંહે અદાલતમાં ફરિયાદ નોંધાવી છે, બંને ફરિયાદીઓ તરફથી વકીલ જયેન્દ્રસિંહ ઝાલા, મહાવીર દિક્ષીત, નિરવ ઝાલા, ... વધુ વાંચો »

Feb 12, 2016
ખંભાળિયા તા. ૧૧ઃ ખંભાળિયાના પાદરમાંથી પસાર થતા રેલવે ટ્રેકના બે જુદા-જુદા ફાટક પાસે રેલવે તંત્ર દ્વારા બનાવવામાં આવેલા મોટી સાઈઝના સ્પીડબ્રેકરોના કારણે વ્યાપક હાલાકી સાથે કિંમતી વાહનોમાં નુકસાની થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ખંભાળિયામાં જામનગર રોડ તરફ જતાં તથા ચાર રસ્તા નજીક સલાયા રેલવે ફાટક મળી બે સ્થળોએ રેલવે ક્રોસીંગ છે. આ રેલવે ફાટક પાસે રેલવે વિભાગ દ્વારા આવતા-જતા બે-બે સ્પીડબ્રેકરો થોડા સમય પૂર્વે બનાવવામાં આવ્યા છે. આ બન્ને ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧રઃ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામે આવેલ પ્રસિદ્ધ ગાયત્રી આશ્રમમાં તા. ૧૪/ર ને રવિવારે બપોરે ર થી પ વાગ્યા દરમિયાન આશ્રમના મહંત પ.પૂ. શ્રી લાલબાપુ બ્રહ્મચારીજીના આશિષ છત્ર હેઠળ 'યુવા શિબિર'નું આયોજન કરવામાં આવ્યું છે. રિલાયન્સ ગ્રુપના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના અધ્યક્ષપદ હેઠળ યોજાનાર યુવા શિબિરમાં મુખ્ય અતિથિ તરીકે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ સી.બી. જાડેજા ઉપસ્થિત રહેશે. શિબિરમાં આર.એસ.એસ.ના પશ્ચિમ ક્ષેત્ર સંઘ સંચાલક ડો. જયંતિભાઈ ભાડેશિયા મુખ્ય વક્તા તરીકે યુવાનોને ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧રઃ જામનગરમાં છેલ્લા ચાર-પાંચ દિવસ ઠંડા પવન સાથે ઠંડીનું સામ્રાજ્ય છવાઈ જવા પામ્યું હતું જેમાં ગઈકાલે ઠંડીનું જોર ઘટ્યા પછી આજે વધુ આંશિક ઘટાડો નોંધાતા લોકોએ રાહત અનુભવી હતી જ્યારે આજનું લઘુત્તમ તાપમાન ૧ર.૩ ડિગ્રી રહ્યું હતું. જામનગર શહેર અને જિલ્લામાં ચાલુ સપ્તાહના પ્રારંભથી ઠંડા પવનની સાથે ઠંડીનું સામ્રાજ્ય સ્થાપિત થયું હતું. દરમિયાન ગઈકાલે પલટાયેલા હવામનના પગલે ઠંડીનું જોર એકાએક ઘટ્યા પછી આજે વધુ આંશિક ગાબડુ રહેતા લોકોએ ઠંડીનો હળવો ચમકારો ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગર જિલ્લા પંચાયતની મોટીગોપ સીટ ઉપરથી જંગી બહુમતિથી ચૂંટાઈ આવી સૌથી નાની ઉમરમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન તરીકે શ્રી હેમતભાઈ હરદાસભાઈ ખવાની બિનહરિફ નિમણૂક થતાં લોકો તરફથી ખૂબ જ આવકાર મળ્યો છે. તેમના પિતાશ્રી હરદાસભાઈ ખવા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગરના શિવરામભાઈ કેશવદાસ દુધરેજીયાએ હનીફ હબીબ ગઢકાઈ પાસેથી રૃા. ૩૫ હજાર ઉછીના લઈ બે કોરા ચેક આપ્યા હતાં. ત્યારપછી શિવરામે પોતાની પાસેથી તગડું વ્યાજ વસુલવા અને બળજબરીથી નાણા કઢાવી લેવા અંગે હનીફ ગઢકાઈ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીન પર છુટવા અરજી કરતાં અદાલતે તેને રૃા. ૧૦ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આરોપી તરફથી વકીલ કિરણભાઈ બગડા, જમન ગણાત્રા રોકાયાં છે. વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧રઃ જામનગર જિલ્લા પંચાયતના કુટુંબ કલ્યાણ શાખા દ્વારા તા. ૧૩.ર.૧૬ ના પુરુષો માટે નસબંધી કેમ્પનું જી.જી. હોસ્પિટલમાં આયોજન કરવામાં આવ્યું છે. ૬૦ વર્ષથી ઓછી ઉંમરની કોઈપણ વ્યક્તિ આ કેમ્પનો લાભ મેળવી શકશે. જે પુરુષ કાયમી નસબંધી અપનાવશે તેને રૃા. ર૦૦૦ રોકડા તેમજ કેશ લાવનાર મોટીવેટરને રૃા. ૩૦૦ ચૂકવવામાં આવશે. આ માટે નામ નોંધાવવા ડો. રાજેશ ગુપ્તા (૯૭ર૭૭ ૬૯૮૦૭), આર.એમ. પરમાર (૭૮૦ર૯ ૯૯પ૮ર), ડો. સુભાષ ધમસાણિયા (૭પ૬૭૮ ૮૦૦ર૬) અથવા વરૃભાઈ (૮ર૩૮૦ ૩૩૮પ૮) ... વધુ વાંચો »

Feb 12, 2016
ખંભાળિયા તા. ૧૨ઃ દ્વારકા જિલ્લા ખેલમહાકુંભ સ્પર્ધા અંતર્ગત કબડ્ડી ભાઈઓ માટે અંડર ૧૩, અંડર ૧૬ તથા ખુલ્લા વિભાગની કબડ્ડી રમતની સ્પર્ધા ખંભાળિયાની વિજય ચેરીટેબલ હાઈસ્કૂલમાં યોજાઈ હતી. દ્વારકા જિલ્લા રમતગમત અધિકારી નીતાબેન વાળા તથા વિજય ચેરી. હાઈસ્કૂલના મે. ટ્રસ્ટી શ્રી દામજીભાઈ હિરાભાઈ નકુમ તથા હર્ષદપુરના સરપંચ શ્રી સંજયભાઈ નકુમ તથા ખેલમહાકુંભ તાલુકા કન્વિનર હિતેન્દ્ર આચાર્યની ઉપસ્થિતિમાં સ્પર્ધા યોજાઈ હતી અને સિક્કો ઉછાળીને રમતગમત અધિકારી નીતાબેન વાળાએ સ્પર્ધા ખુલ્લી મૂકી હતી. વધુ વાંચો »

Feb 12, 2016
અમદાવાદ તા. ૧૨ઃ આઈસીસી વર્લ્ડ ટ્વેન્ટી૨૦ની વિધિસર પ્રાયોજક મનીગ્રામ (નાસ્દાકઃ એમજીઆઈ) ક્રિકેટ ચાહકોને દેશભરનાં શહેરોમાં મનીગ્રામ બોલિંગ ચેલેન્જમાં ભાગ લે ત્યારે ભારતમાં સ્પર્ધા લાઈવ જોવાનો મોકો આપી રહી છે. બોલિંગ ચેલેન્જ ૫૦ શહેરોમાં ચાહકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. તેનાં અમુક સ્થળોમાં ચાહકોને તેમના મનગમતા ક્રિકેટરોને મળવાનો અને તેમની સાથે રૂબરૂ થવાનો મોકો પણ મળશે. સૌથી ફાસ્ટ બોલિંગ નાખનારને ૨૦૧૬ આઈસીસી વર્લ્ડ ટ્વેન્ટી૨૦ની મેચ ટિકિટ ઈનામમાં મળી શકે છે અને રોકડ ઈનામ પણ ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગર તાલુકાના સચાણા ગામના ઉમર આમદ વાઘેરના ખેતરમાં આવેલા પથ્થરના પાળા બાબતે ઝઘડો કરી સલેમાન ઉમર કક્કલ, કાદર અકબર કક્કલ અને અકબર ઉમર કક્કલ નામના શખ્સોએ ઉમર આમદને ગાળો ભાંડી ધમકી આપી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપીઓ તરફથી વકીલ અશરફઅલી ઘોરી રોકાયા હતાં. વધુ વાંચો »

Feb 12, 2016
ભાણવડ તા. ૧૨ઃ ભાણવડમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટરની કામગીરી નબળી ગુણવત્તાભરી થતી હોવાની સાથે રસ્તાઓનું લેવલીંગ કરવામાં નહીં આવતું હોવા સહિતની સમસ્યાઓ સર્જાઈ રહેતી હોવાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. ભાણવડ શહેરમાં ચાલી રહેલું ભૂગર્ભ ગટરનું કામ ભાણવડની પ્રજા માટે કાયમી સમસ્યાનું કામ બની ગયું છે. અહીંના હાઈસ્કૂલ ચોક વિસ્તારમાં ટેન્કર ફસાતા ટ્રાફિકની સમસ્યા ઉપજી હતી અને આ ભાણવડના વિવિધ રસ્તાઓ ઉપર વાહનો ફસાવવાની સમસ્યાઓ કાયમી માટે બની ગઈ છે. કોન્ટ્રાક્ટરોને કોઈપણ જાતનો ... વધુ વાંચો »

Feb 12, 2016
ભાટીયા તા. ૧૨ઃ ભાટીયાની આહિર કન્યા છાત્રાલયમાં પ્રખર ભાગવત કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાએ પધરામણી કરી અને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અંગે દીકરીઓને મળી વિગતો જાણી પ્રભાવિત થયા હતાં. દીકરીઓ ભણીગણીને ઉચ્ચ સોપાનો હાંસલ કરે તેવા આશીર્વાદ આપ્યા હતાં. સંસ્થાના પ્રમુખ ભીખુભાઈ વારોતરીયા, ટ્રસ્ટીઓ મૂળુભાઈ કંડોરીયા, ધારાસભ્ય મેરામણભાઈ ગોરીયા, પૂર્વ મંત્રી ડો. રણમલભાઈ વારોતરીયા, યુવા આહિર અગ્રણી રામસીભાઈ ગોરીયા વિગેરેએ ભાઈજીનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે પી.એસ. જાડેજા, દેવાતભાઈ ગોજીયા, સરપંચ નૂંઘાભાઈ ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગર કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુ દ્વારા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ-મુંબઈ તથા ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ દ્વારા દેવભૂમિ દ્વારકામાં ગાયત્રી મંદિરના પટાંગણમાં તાજેતરમાં ૧૧ વર્ષથી ૬પ વર્ષ ઉંમરની બહેનોની વિવિધ તપાસ તથા માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૧૧ થી ૧૬ વર્ષની દીકરીઓનો હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ, ૧ર થી ર૦ વર્ષની દીકરીઓ માટે શારીરિક, સામાજિક અને આધ્યાત્મિક સભાનતા કેળવવા ઓડિયો વીડિયો પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન તથા પરિણીત દંપતીઓ માટે ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ અંગે ગર્ભસંસ્કાર પરિસંવાદનું ... વધુ વાંચો »

Feb 12, 2016
નવી દિલ્હી તા. ૧૨ઃ નેશનલ હેરોલ્ડ, કેસમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને ઉપપ્રમુખ રાહુલ ગાંધીને કોર્ટમાં જાતે હાજર રહેવામાંથી સુપ્રિમ કોર્ટે મૂક્તિ આપી છે, પરંતુ પટિયાલા હાઉસમાં ચાલતી સુનાવણી રોકવાનો ઈઙ્મકાર કર્યો છે, સુપ્રિમ કોર્ટે ટિપ્પણી કરી છે કે હાઈકોર્ટે આ મામલે નિર્ણયમાં ઉતાવળ કરવી જોઈએ નહીં. વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ રાષ્ટ્રીય રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર પોતાના જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમજ યુધ્ધ અને સૈનિક કાર્યવાહીમાં શારિરીક ક્ષતિગ્રસ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી છુટા કરવામાં આવેલ સૈનિકોના પુનર્વસવાટ માટે તેમજ સશસ્ત્ર સેનાઓને યુવાન રાખવાની રાષ્ટ્રની નીતિના ફળસ્વરૂપે તમામ નાગરિક સેવાઓની સરખામણીમાં ધણી નાની ઉંમરમાં સશસ્ત્ર સેનામાંથી છુટા કરવામાં આવતા સૈનિકો અને તેઓના પરિવારજનોના કલ્યાણ માટે વિવિધલક્ષી કલ્યાણકારી યોજનાઓ બનાવવા માટે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળનો ઉપયોગ કરવામાં ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧રઃ ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે, એમ.જી.એન.આર.આઈ.જી.એ, ઈન્દિરા આવાસ યોજના, એન.આર.એચ.એમ., પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, નેશનલ સોશ્યલ આસી. પ્રોગ્રામ, ઈન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન યોજના, સ્વચ્છ ભારત અભિયાન વિગેરે યોજનાઓની કામગીરીની સમીક્ષા માટે જામનગર જિલ્લાની વિજિલન્સ અને મોનિટરીંગ કમિટીની બેઠક કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલમાં મળી હતી. જેમાં યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા/તાલુકાના પદાધિકારીઓ, જુદી જુદી કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ રાધિકા એંડ્યુકેર સ્કૂલ દ્વારા સ્પોર્ટસ ઈવેન્ટ્સ ફોર પેરેન્ટ્સ એન્ડ સ્ટાફનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. જેમાં ચેસ (મેઈલ), ચેસ (ફિમેઈલ), બેડમિન્ટન (મેઈલ), બેડમિન્ટન (ફિમેઈલ), બેડમિન્ટન ડબલ્સ, ટેબલ ટેનિસ ઈત્યાદિ સ્પોર્ટસ કોમ્પિટિશન્સમાં બહોળી સંખ્યામાં વાલીગણ તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા પ્રતિભાગિતા નોંધાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જૈન એંડ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ભરતેષ શાહ, ટ્રસ્ટી શ્રીમતી માયા શાહ, અતુલ શાહ, પ્રિન્સિપાલ શિવાની આચાર્ય તથા એડમિન કોઓર્ડિનેટર ધર્મેન્દ્રસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતાં. સ્પર્ધામાં વાલીગણમાં ચેસ ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ તાજેતરમાં જામનગરની એમ.એમ. સ્કૂલમાં યોજાયેલ જામનગર શહેર-જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની બેઠકમાં મંડળના અધ્યક્ષ તરીકે કેળવણીકાર તથા જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલની બિનહરીફ વરણી થઈ હતી. એ જ રીતે મંડળના પ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ રસિકભાઈ કોડીનારિયા, પ્રતિકભાઈ શર્મા, મહેન્દ્રસિંહ ઝાલા અને નટુભાઈ નારિયાની બિનહરીફ વરણી થઈ હતી. મંડળના મહામંત્રી તરીકે રમિતભાઈ ચોવટિયાની, કારોબારી સમિતિમાં દિવ્યેશભાઈ પટેલ, બકુભાઈ મહેતા, ગૌરવભાઈ ભટ્ટ અને નિરવભાઈ જોષીની તેમજ લઘુમતિ સેલના કન્વિનર તરીકે ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગર નવાનગર નેચર ક્લબ દ્વારા તા. ર૩ અને તા. ૧૪ ના પીરોટન ટાપુ ઉપર પ્રાકૃતિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરિયાઈ જીવસૃષ્ટિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. પ્રવાસીઓ માટે ચા-પાણી તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. શિબિરમાં જોડવા માટે સંસ્થાના પ્રમુખ વિજયસિંહ જાડેજા (મો. ૯૦૩૩૬ ૬૮પ૬ર) નો સંપર્ક કરવો. વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગરના ઘાંચીવાડમાં રહેતા એક સંધી પરિવારની પંદર વર્ષની પુત્રી બુધવારે ટયૂશનમાં જવા માટે પોતાની બહેનપણી સાથે નીકળ્યા પછી ઘેર પરત નહી ફરતા પિતાએ બન્ને તરૃણીઓનું અપહરણ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતી એક સગીરા બ્યુટીપાર્લર જવા માટે ઘરેથી નીકળ્યા પછી તેણીનું પણ અપહરણ થયાની પોલીસમાં રાવ થઈ છે. જામનગરના કાલાવડ નાકા પાસે આવેલા ઘાંચીવાડમાં નુરમામદ સુલેમાન નોયડા નામના પંચાવન વર્ષના સંધી પ્રૌઢની પંદર વર્ષની પુત્રી બુધવારે સાંજે પોતાના ઘરેથી ટયૂશનમાં જવાનું કહીને નીકળ્યા પછી પોતાની બેડેશ્વરમાં રહેતી સમવયસ્ક બહેનપણી સાથે ક્યાંક ચાલી જતાં હાંફળાફાફળા બનેલા નુરમામદભાઈના ... વધુ વાંચો »

Feb 12, 2016
મ્યુનિખ તા. ૧૨ઃ રશિયન વડાપ્રધાન દમિત્રી મેદવેદેવે એમ કહીને વિશ્વની ચિંતા વધારી દીધી છે કે નવા વિશ્વ યુદ્ધની શક્યતા રહેલી છે.તેમણે કહ્યું છે કે જો સિરિયામાં અરબ તાકાતોની એન્ટ્રી થશે તો આ વિશ્વયુદ્ધમાં ફેરવાઇ શકે છે. તેમણે કહ્યું છે કે યુદ્ધવિરામની દિશામાં આગળ વધવા અને તેના પર વિચારણા કરવાની જરૃર છે. દમિત્રી કેટલાક પ્રશ્નોના સીધા જવાબ આપી રહ્યા હતા. દમિત્રીએ કહ્યુ હતુ કે અમેરિકન અને અરબી ભાગીદારોએ તમામ પાસા પર વિચારવા કરવાની જરૃર છે. તેમણે કહ્યુ હતુ કે હાલમાં દરેક દેશ અન્યની સાથે સંઘર્ષમાં વ્યસ્ત છે. સિરિયામાં ઉભી થયેલી કટોકટીના મામલે વિશ્વના દેશોના ... વધુ વાંચો »

Feb 12, 2016
નવી દિલ્હી તા.૧રઃ ભારતીય અર્થતંત્રને ખોરવી નાંખવાના કાવતરા હેઠળ ભારતીય ચલણી નોટો છાપવા માટે દુબઈમાં આઈએસઆઈ દ્વારા ફેકટરી શરૃ થનાર હોવાના અહેવાલો છે. નવી દિલ્હી,તા. ૧૨ઃ ભારતની અર્થવ્યવસ્થાને નુકસાન કરવાના હેતુસર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ દ્વારા હવે બનાવટી ભારતીય નોટ પ્રકાશિત કરવાની પ્રક્રિયા પણ શરૃ કરી છે. આના ભાગરૃપે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાએ દુબઇમાં એક ફેક્ટરી પણ શરૃ કરી દીધી છે. એક અગ્રેણી અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આઇએસઆઇ દ્વારા હવે તેની બનાવટી નોટ બનાવતી ફેક્ટરી દુબઇમાં ખસેડી લીધી છે. જ્યાંથી બનાવટી નોટ પ્રકાશિત કરવામાં આવ્યા બાદ આ તમામ નોટ ભારતમાં ઘુસાડી દેવાના ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ રાધિકા એંડ્યુકેર સ્કૂલ દ્વારા સ્પોર્ટસ ઈવેન્ટ્સ ફોર પેરેન્ટ્સ એન્ડ સ્ટાફનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. જેમાં ચેસ (મેઈલ), ચેસ (ફિમેઈલ), બેડમિન્ટન (મેઈલ), બેડમિન્ટન (ફિમેઈલ), બેડમિન્ટન ડબલ્સ, ટેબલ ટેનિસ ઈત્યાદિ સ્પોર્ટસ કોમ્પિટિશન્સમાં બહોળી સંખ્યામાં વાલીગણ તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા પ્રતિભાગિતા નોંધાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જૈન એંડ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ભરતેષ શાહ, ટ્રસ્ટી શ્રીમતી માયા શાહ, અતુલ શાહ, પ્રિન્સિપાલ શિવાની આચાર્ય તથા એડમિન કોઓર્ડિનેટર ધર્મેન્દ્રસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતાં. સ્પર્ધામાં વાલીગણમાં ચેસ (મેઈલ) ચેમ્પિયન-ચેતન બકરાણિયા તથા રનર્સ અપ-વિરાગ શેઠ, ચેસ (ફિમેઈલ) ચેમ્પિયન-શ્રીમતી માયા શાહ તથા રનર્સ અપ-શ્રીમતી નિલમબા જાડેજા, બેડમિન્ટન (મેઈલ) ચેમ્પિયન-ચેતન ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ લાલપુર તાલુકાના મીઠોઈમાં આવેલી એક કિમતી જમીન પચાવી પાડવાના ઈરાદાથી મીઠોળના એક અને જામનગરના ત્રણ શખ્સોએ મૃત્યુ પામેલા એક વ્યક્તિની સહી કરી બનાવટી દસ્તાવેજ તૈયાર કરી લેતા મુંબઈથી દોડી આવેલા મૃતકના પુત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.  લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં રહેતા હુકમીચંદ ગુઢકાનું થોડા સમય પહેલાં નિધન થયું હતું. તેઓના પુત્ર વિમલભાઈ હાલમાં મુંબઈના ભીવંડી વિસ્તારમાં વસવાટ કરે છે. તેઓની મીઠોઈ ગામમાં જમીન આવેલી છે. આ જમીન પર અમૂક શખ્સોનો ડોળો પડતા તે જમીન પડાવી લેવા માટે તજવીજ શરૃ થઈ હતી. ઉપરોક્ત જમીન માટે જામનગરના ગોકુલનગરમાં રહેતા ... વધુ વાંચો »

Feb 12, 2016
મુંબઈ તા. ૧રઃ આજે પણ મુંબઈની કોર્ટમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શિકાગોથી ડેવિડ હેઠલીની જુબાની ચાલી રહી છે, જેમાં નવા નવા રહસ્યો ખૂલી રહ્યા છે. મુંબઈ પોલીસે અબુ ઝુંદાલની ભૂમિકા બાબતે ડેવિડ હેડલીની પૂછપરછની માંગણી કરતા આર્થર જેલમાંથી વીડિયો કોન્ફરન્સથી અબુ ઝુંદાલની જુબાની પણ લેવાઈ શકે છે. અબુ ઝુંદાલ અત્યારે મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે અને તે કોર્ટની કાર્યવાહીમાં વીડિયો કોન્ફરન્સિંગથી સામેલ થઈ શકે છે. મુંબઈ પોલીસે મુંબઈ હુમલામાં અબુ ઝુંદાલની ભૂમિકા બાબતે મજબૂત કેસ કરી શકાય તે માટે ડેવિડ હેડલીની પૂછપરછની માગણી કરી છે. પોતાની ચાર્જશીટમાં પોલીસે જણાવ્યું છે કે લખવી અને ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ગઈકાલે એક પ્રજાપતિ યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધા પછી વિવાદનો વંટોળ ઉભો થયો છે. મૃતકના પત્નીએ પોતાની પુત્રી ક્યાંક ચાલી ગઈ હોય તેનાથી વ્યથિત રહેતા પતિએ પોલીસની કહેવાતી કનડગતથી આત્મહત્યા વ્હોરી હોવાનું જણાવ્યું છે. મૃતદેહનો કબજો સોંપવામાં આવ્યા પછી તેને સ્મશાને લઈ જવાને બદલે મૃતકના પરિવારે પોલીસ ચોકીએ મૃતદેહ ખસેડતા હોબાળો મચ્યો હતો. પોલીસે મૃતકના પરિવાર સાથે સમજાવટ કરતા મામલો થાળે પડયો છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા એક કુંભાર યુવાને બુધવારે રાત્રે ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી લીધી હતી. આ યુવાનની પુત્રી થોડા દિવસથી ક્યાંક ચાલી ગઈ ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એક લોહાણા યુવાનની પત્નીનું બે વર્ષ પહેલાં નિધન થયા પછી જીવનસાથીના વિયોગથી વ્યથિત રહેતા યુવાને ગઈકાલે ગળાફાંસો ખાઈ મોતને ગળે લગાડયું છે. પોલીસે મૃતદેહનું પી.એમ. કરાવી તપાસ હાથ ધરી છે. જામનગરની પટેલ કોલોનીની શેરી નં.૯માં આવેલા પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા હરેશભાઈ ધીરજલાલ બદિયાણી નામના એકતાલીસ વર્ષના લોહાણા યુવાનના પત્ની બેએક વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા ત્યારથી જીવનસાથીના વિયોગમાં ગુમસુમ રહેતા હરેશભાઈએ ગઈકાલે સાંજે પોતાના ઘરે ગાળિયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બનાવની જાણ આજુબાજુવાળાઓને થતા કોઈએ લાલપુર તાલુકાના સીંગચમાં રહેતા ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગરના યાદવનગરમાં આવેલી પાનની એક દુકાનમાં દસેક મહિના પહેલાં ચોરી થયાની તેમજ આ જ વિસ્તારમાં આવેલા એક મકાનમાં બારીમાંથી હાથ નાખી ત્યાં ટીગાળવામાં આવેલા પેન્ટમાંથી રૃા. ૪૦૦૦ સેરવી લીધાની ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં કુખ્યાત શખ્સનું શકદાર તરીકે નામ આપવામાં આવ્યું છે. જામનગરના બેડીબંદર રોડ પરથી રીંગ રોડ તરફ જવાના માર્ગ પર આવેલા યાદવનગરમાં રહેતા દેવસીભાઈ દેસુરભાઈ ભૂતીયાની ક્રિષ્ના પાન નામની દુકાનમાં દસેક મહિના પહેલાં બારીની ગ્રીલ તોડી પ્રવેશેલા કોઈ શખ્સે ટેબલના ખાનામાંથી રૃા. ૧૫૦૦ રોકડાની ચોરી કર્યાની ગઈકાલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં શકદાર તરીકે જોડીયાભુંગાના હનીફ ... વધુ વાંચો »

Feb 12, 2016
નવી દિલ્હી તા. ૧રઃ જવાહરલાલ નહેરૃ યુનિવર્સિટીમાં દેશવિરોધી સૂત્રોચ્ચાર કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો ગૃહમંત્રી રાજનાથસિંહે પોલીસને નિર્દેશ આપતા રાજદ્રોહનો કેસ થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે, અને કસૂરવાનો જેલભેગા થઈ શકે છે. કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે ચેતવણી આપતા કહી દીધું છે કે જવાહરલાલ નહેરૃ યુનિવર્સિટીમાં દેશ વિરોધી સૂત્રોચ્ચાર કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ અંગે તેમની દિલ્હીના કમિશનર બી.એસ. બસ્સી સાથે વાતચીત થઈ છે. દોષિતો સામે સખત પગલાં લેવામાં આવશે. ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે દેશમાં જો કોઈ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરે છે કે દેશની ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧રઃ જામનગરના કરદાતા, ઉપભોક્તા, ગ્રાહક હિતરક્ષા સંગઠન દ્વારા જામનગરને સાત નવી ટ્રેનો ફાળવવા તેમજ સાત ટ્રેનોના ફેરા વધારવા તેમજ રેલવે સ્ટેશનમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવા રેલ બજેટમાં તેનો સમાવેશ કરવા રેલમંત્રીને પત્ર પાઠવી વિસ્તૃત રજૂઆત કરવામાં  આવી છે. જામનગરના ગ્રાહક હિતરક્ષા સંગઠનના સંયોજક ચંદ્રવદન પંડ્યાએ રેલમંત્રી સુરેશ પ્રભુને પાઠવેલા પત્રમાં આગામી રેલ બજેટમાં જામનગરને નવી સાત ટ્રેનની સુવિધા આપવા તેમજ સાત ટ્રેનોના ફેરા વધારવાની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ સંપૂર્ણ ઢાંકી દેવા સહિતની વિવિધ સાત સુવિધાઓમાં વધારો કરવાની બાબતો પત્રમાં વર્ણવામાં આવી છે. વધુ વાંચો »

Feb 12, 2016
- આજે પ્રકૃતિ તેના રંગરૃપ બદલે છે. - આજથી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલવા લાગે છે. - ઋતુઓમાં શ્રેષ્ઠ અને સુંદર ગણાતી વસંતપંચમી એટલે સુષ્ટિની કુદરતી સૌંદર્યની સોહામણી સોગાદ. - આજે માતા સરસ્વતીની આરાધનાનો પણ દિવસ છે. - આજે પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઊઠે છે. વસંત પંચમી એટલે ભારતનો સ્વદેશી 'વેલેન્ટાઈ-ડે...!' વસંતઋતુ આંખોને ઠંડક પહોંચાડે તેવું પ્રાકૃતિક સૌંદર્ય અને દિલ-દિમાગને તાજામાજા કરી દેતી તાજગી આપે છે. યુવા હૈયાઓ હિબોળે ચડે છે, અને ખીલી ઊઠેલા તરૃવરો અને મહેંકી ઊઠેલી વનરાજી માનવજીવનમાં પ્રફુલ્લિતતા અને રોમાંચ ઊભો કરે છે. ભગવાન શ્રીકૃષ્ણે પણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વસંતઋતુને મહત્ત્વ આપ્યું છે. આપણે ધીમે ધીમે પશ્ચિમી સભ્યતા અને માર્કેટીંગના મહારથીઓના ચક્રવ્યૂહમાં આપણી ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગરના સેતાવાડ વિસ્તારમાં ગઈરાત્રે એક ભાનુશાળી યુવાન પર એક મુસ્લિમ શખ્સોએ છરી તથા ધોકા વડે હુમલો કરતા વાતાવરણ તંગ બન્યું હતું. ઈજાગ્રસ્ત યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરના હવાઈચોક વિસ્તારમાં રહેતો સંદીપ ભરતભાઈ કનખરા નામનો યુવાન ગઈકાલે રાત્રે સેતાવાડ પાસે આવેલી પાનની એક દુકાને આઈસ્ક્રીમ લેવા ગયો ત્યારે ત્યાં આવેલા રમીઝ ઉર્ફે રંભો અને રીઝવાન ઉર્ફે દાણી નામના બે શખ્સોએ તુ અમારી પાસે નાસ્તાના પૈસા કેમ લેશ તેમ કહી બોલાચાલી કર્યા પછી રમીઝે પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી સંદીપે હાથની આંગળીમાં ઈજા પહોંચાડી હતી. જ્યારે રીઝવાને ધોકા વડે હુમલો ... વધુ વાંચો »

Feb 12, 2016
નવી દિલ્હી તા. ૧રઃ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે લશ્કર અને જૈશના આતંકવાદીઓને તાલીમ આઈ.એસ.આઈ. આપે છે, તેવા મતલબના નિવેદન પછી પાકિસ્તાન સરકાર ક્ષોભમાં મૂકાઈ ગઈ છે, અને આ અંગે ચર્ચા જાગી પડી છે, તો બીજી તરફ મુશર્રફ બીમાર પડી જતાં સારવાર લેવી પડી હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ સૈન્ય વડા પરવેઝ મુશર્રફે સ્વીકાર કર્યું કે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને ટ્રેનિંગ આપે છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી સરકાર કાશ્મીરના મુખ્ય મુદ્દા પર ધ્યાન નહીં આપે ત્યાં સુધી ભારતમાં આતંકી હુમલા ... વધુ વાંચો »

Feb 12, 2016
નવી દિલ્હી તા. ૧રઃ સુપ્રિમ કોર્ટે તમામ સભ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સમાન ધોરણે શારીરિક-યૌન શોષણની ભોગ બનનાર પીડિતા મહિલાઓને વળતરના નિયમો બનાવવા નિર્દેશ આપ્યો છે, અને પૂનર્વસન માટે ચોક્કસ જોગવાઈઓ કરવા સૂચવ્યું છે. કોર્ટે જણાવ્યું છે કે પીડિતાઓને દસ લાખ સુધીનું વળતર આપવું જરૃરી છે. ૧૧૧રેપ પીડિતાઓને રાહત આપતા સુપ્રિમ કોર્ટે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને શારીરિક તથા યૌન શોષણની શિકાર બનેલી મહિલાઓ માટે વળતર આપવા અંગેના નિયમો ઘડવા જણાવ્યું છે. અદાલતે પીડિત મહિલા માટે ૧૦ લાખ રૃપિયા સુધીનું વળતર આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. વર્તમાન સમયમાં ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧રઃ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામે આવેલ પ્રસિદ્ધ ગાયત્રી આશ્રમમાં તા. ૧૪/ર ને રવિવારે બપોરે ર થી પ વાગ્યા દરમિયાન આશ્રમના મહંત પ.પૂ. શ્રી લાલબાપુ બ્રહ્મચારીજીના આશિષ છત્ર હેઠળ 'યુવા શિબિર'નું આયોજન કરવામાં આવ્યું છે. રિલાયન્સ ગ્રુપના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના અધ્યક્ષપદ હેઠળ યોજાનાર યુવા શિબિરમાં મુખ્ય અતિથિ તરીકે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ સી.બી. જાડેજા ઉપસ્થિત રહેશે. શિબિરમાં આર.એસ.એસ.ના પશ્ચિમ ક્ષેત્ર સંઘ સંચાલક ડો. જયંતિભાઈ ભાડેશિયા મુખ્ય વક્તા તરીકે યુવાનોને વ્યવસનમુક્ત જીવન સાથે સ્વયંની અને દેશની પ્રગતિના પંથે અગ્રેસર થવા પ્રેરક વક્તવ્ય આપશે. વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧રઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરાની બાકીલેણી વસૂલાત અંગે કમિશનર હર્ષદ પટેલની સૂચનાથી ઝુંબેશ શરૃ કરવામાં આવ્યું છે. જે અન્વયે છેલ્લા બે દિવસમાં ર૦ મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે અન્ય બાકીદાર આસામીઓએ ૧૧ લાખની રકમ સ્થળ ઉપર ભરપાઈ કરી દીધી હતી. જામનગરમાં જે બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવી છે તેમાં જગદિશભાઈ નારણભાઈ રાવલિયા (ભાડુત-શ્રી ઈલેક્ટ્રીક મોટર રિવાઈન્ડીંગ) રૃા. ૧૬,૪૪પ, મધુસુદન જયંતિલાલ મશરૃ (રૃા. ર૦,૩૭૪), ઈન્દુબેન હસમુખભાઈ પરમાર (રૃા. ૯૦૦૦), હસમુખભાઈ દેવસીભાઈ પરમાર (રૃા. ૧૪,૧૦૦), કડવીબેન લાલજી એન્ડ કાંતિલાલ-ભાડુત-ઠકરાર આર.એમ. (રૃા. ૧૭,૪૬૩), મધુબેન વૃન્દાવન-ભાડુત વલ્લભદાસ નાનજીભાઈ (રૃા. ૧ર,૯૦૦), યમુના ડેવલોપર્સ (રૃા. ૧૪,૩પ૦), ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગર તાલુકાના સિક્કાના એક વાઘેર યુવાન દોઢ મહિના પહેલાં સ્કૂટર પરથી પડી ગયા પછી ગઈકાલે સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા છે. જ્યારે શહેરમાં જોગર્સ પાર્ક પાસે મોપેડ પરથી પડી જવાથી એક મહાજન વૃધ્ધનું પણ મૃત્યુ થયું છે. ઉપરાંત ભાણવડના શિવા ગામના એક મોપેડચાલક વૃધ્ધને અજાણી મોટરે ઠોકર મારી દેતા આ વૃધ્ધ સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા છે. અકસ્માત સર્જી મોટરચાલક નાસી ગયો છે. પોલીસે અકસ્માતના ત્રણેય બનાવોની નોંધ કરી તપાસ શરૃ કરી છે. જામનગર તાલુકાના સિક્કામાં આવેલી માંગાણી સરમત વાડીમાં રહેતા એલિયાશભાઈ ચમડિયા (ઉ.વ.૪પ) ગઈ તા.૨૦મી ડિસેમ્બરના દિને પોતાનું જીજે-૧૦-સીએ ૮૪૩૫ નંબરનું ... વધુ વાંચો »

Feb 12, 2016
નવી દિલ્હી તાા ૧રઃ વિશ્વના વૈજ્ઞાનિકોએ એક મોટી શોધ કરી છે. ગુરુત્વાકર્ષી તરંગોની ભાળ મેળવી લેવામાં આવી છે. આ તરંગો અંગે એક સદી પહેલા આઈન્સ્ટાઈને તર્ક આપ્યો હતો, જેને આથી સમર્થન મળ્યું છે. આ શોધમાં સામેલ રહેલા ભારતીય વૈજ્ઞાનિકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે. ભૌતિક અને ખગોળ વિજ્ઞાન માટે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ આ મહત્ત્વની શોધ કરી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે તેઓ આખરે ગુરુત્વાકર્ષી તરંગોની ભાળ મેળવી લીધી છે કે જેની ભવિષ્યવાણી વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈને કરે હતી. એક સદી પહેલા આ વૈજ્ઞાનિકે અંતરિક્ષમાં જે ગુરુત્વાકર્ષણ લહેરોની ભવિષ્યવાણી કરી હતી તેને વૈજ્ઞાનિકોએ શોધી ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગર જિલ્લા પંચાયતની મોટીગોપ સીટ ઉપરથી જંગી બહુમતિથી ચૂંટાઈ આવી સૌથી નાની ઉમરમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન તરીકે શ્રી હેમતભાઈ હરદાસભાઈ ખવાની બિનહરિફ નિમણૂક થતાં લોકો તરફથી ખૂબ જ આવકાર મળ્યો છે. તેમના પિતાશ્રી હરદાસભાઈ ખવા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગર શહેરમાં જામ્યુકો દ્વારા ફીટ કરવામાં આવેલી એલ.ઈ.ડી. લાઈટોથી પ્રકાશમાં વધારો થવાના બદલે ઘટાડો થયો હોવાની રજૂઆત વિરોધ પક્ષના પૂર્વ નેતાએ કર્યાની સાથે અણબનાવો બને નહીં તેની તકેદારી રાખવાની માંગણી પણ કરી છે. જામનગર શહેરના મુખ્ય રોડમાં જે એલ.ઈ.ડી. લાઈટ નાખેલ તેનાથી અજવાળું દેખાઈ થઈ શકે તેમ છે, પરંતુ જામનગર મહાનગરપાલિકા શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર સ્ટ્રીટ લાઈટો, સોડિયમ લાઈટો કાઢીને જે એલ.ઈ.ડી. લાઈટ નાંખી છે, તેનાથી પ્રકાશ ઓછો પડે છે. ખૂબ જ અંધારા જેવું લાગે છે. આ અંગે કમિશનર દ્વારા જુદા જુદા વિસ્તારોની અંદર મુલાકાત લેવામાં આવશે શહેરના મુખ્ય ... વધુ વાંચો »

Feb 12, 2016
ભાટીયા તા. ૧૨ઃ ભાટીયાની આહિર કન્યા છાત્રાલયમાં પ્રખર ભાગવત કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાએ પધરામણી કરી અને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અંગે દીકરીઓને મળી વિગતો જાણી પ્રભાવિત થયા હતાં. દીકરીઓ ભણીગણીને ઉચ્ચ સોપાનો હાંસલ કરે તેવા આશીર્વાદ આપ્યા હતાં. સંસ્થાના પ્રમુખ ભીખુભાઈ વારોતરીયા, ટ્રસ્ટીઓ મૂળુભાઈ કંડોરીયા, ધારાસભ્ય મેરામણભાઈ ગોરીયા, પૂર્વ મંત્રી ડો. રણમલભાઈ વારોતરીયા, યુવા આહિર અગ્રણી રામસીભાઈ ગોરીયા વિગેરેએ ભાઈજીનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે પી.એસ. જાડેજા, દેવાતભાઈ ગોજીયા, સરપંચ નૂંઘાભાઈ કરંગીયા, જગાભાઈ ચાવડા, નથુભાઈ નંદાણીયા, પરબતબાપા, વિજયભાઈ રાજ્યગુરૃ, સગાભાઈ રાવલીયા, રામભાઈ ચાવડા, છાત્રાલયના ઝાઝીબેન તેમજ તમામ સ્ટાફ સહિત આહિર જ્ઞાતિના ... વધુ વાંચો »

Feb 12, 2016
જમ્મુ તા. ૧૨ઃ ત્રાસવાદીઓ પણ હવે હાઈટેક બની રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.  પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાએ જમ્મુ-કાશ્મીરમાં તેની ઓપરેટીવ સક્રિયતાને જાળવી રાખવા માટે વિશેષ મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી હોવાના અહેવાલ મળ્યા છે. એક અગ્રણી અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, આ નવા મોબાઈલ એપ્લિકેશનથી લશ્કર-એ-તોયબાની ગતિવિધિઓને સક્રિય રાખી શકાય છે. આ એપ્લિકેશનમાં યુઝર્સને ફોન કોલ કરવા અને અન્ય યુઝરોને ટેક્સ મેસેજ કરવાની તક આપે છે. સેન્ટર કાઉન્ટર ટેરર અધિકારીઓ દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. અને જણાવાયું છે કે, ઝડપાયેલા તોયબાના ત્રાસવાદી મોહમ્મદ નાવીદે પુછપરછ દરમિયાન આ અંગેની માહિતી આપી છે. આકાઓ ... વધુ વાંચો »

Feb 12, 2016
મુંબઈ તા. ૧રઃ શેરબજારમાં આજે શરૃઆતમાં મંદીનો માહોલ રહ્યા પછી આવેલી તેજીના પગલે રીકવરી શરૃ થતાં આજે બપોરે સેન્સેક્સ ૨૨૯૦૬ અને નિફટી ૬૯૬૦ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં સ્થિતીમાં સુધારો થઇ રહ્યો નથી. આજે કારોબારની શરૃઆત થવાની સાથે જ સેન્સેક્સમાં વધુ ૧૫ પોઇન્ટનો નજીવો ઘટાડો થયો હતો. જેતી તે ઘટીને ૨૨૯૩૭ની સપાટી પર પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી ૧૧ પોઇન્ટ ઘટીને સાત હજારથી નીચી સપાટી પર પહોંચી ગયો હતો. બીજી બાજુ રૃપિયો સાત પૈસા ઘટીને ૨૮ મહિનાની નીચી સપાટી પર પહોંચી ગયો હતો. આજે દિવસ દરમિયાન પણ ગઇકાલની જેમ જ સ્થિતિ રહે તેવી શક્યતા ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગઈકાલે સાંજે એક યુવાન પોતાના મકાનની અગાશી પરથી નીચે પડી જતાં તેનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. જ્યારે ધ્રોલની હોસ્પિટલ પાસેથી મળી આવેલા અજાણ્યા વૃધ્ધનું મૃત્યુ નિપજ્યું છે. ઠાકર શેરડીમાં એક બાળકને પૂર્વ જન્મના વેરી ઝેરી જનાવરે ડંશ દેતા આ બાળક મોતને શરણ થયો છે અને ઓખામાં એક પરપ્રાંતીય યુવાનનનો હૃદયરોગે જીવ હર્યાે છે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી એકડેએક બાપુની દરગાહ પાસે રહેતો બશીર જુસબભાઈ કમોરા નામનો ત્રીસ વર્ષનો યુવાન ગઈકાલે સાંજે પોતાના ઘરે પતારા ફીટ કરતો હતો ત્યારે અકસ્માતે નીચે પડી જતાં માથામાં ગંભીર ઈજા ... વધુ વાંચો »

Feb 12, 2016
તાજેતરમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) દ્વારા ફેસબુકની 'ફ્રિ બેઝીક' ઈન્ટરનેટ ફોર્મ્યુલાને ફગાવી દઈ ભારતમાં તેના અમલીકરણને રેડ સિંગ્નલ બતાવવામાં આવ્યું છે. લોકો ટ્રાઈના આ નિર્ણયને પસંદ નથી કરી રહ્યા કારણકે ફ્રિ બેઝીક અંતર્ગત અમુક સાઈટનો ફ્રિ ઉપયોગ કરવા મળે છે, પરંતુ ખરેખર ફેસબુકની આ ફોર્મ્યુલા પાછલા બારણેથી કમાણી કરવાની છેતરામણી સ્કીમ છે. ફ્રિ બેઝીક અંતર્ગત મોબાઈલમાં એક વખત ઈન્ટરનેટ ચાલુ કરાવ્યા પછી એક જ ડેટા પેડ અંતર્ગત જુદી-જુદી વેબસાઈટ પર સર્ફીંગનો જુદો-જુદો ચાર્જ લાગે એટલે કે તમે બે સાઈટ પર ૧૦-૧૦ એમ.બી. સર્ફીંગ કર્યું તો બન્નેનો ચાર્જ અલગ લાગે...! વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧રઃ જામનગર જિલ્લા પંચાયતના કુટુંબ કલ્યાણ શાખા દ્વારા તા. ૧૩.ર.૧૬ ના પુરુષો માટે નસબંધી કેમ્પનું જી.જી. હોસ્પિટલમાં આયોજન કરવામાં આવ્યું છે. ૬૦ વર્ષથી ઓછી ઉંમરની કોઈપણ વ્યક્તિ આ કેમ્પનો લાભ મેળવી શકશે. જે પુરુષ કાયમી નસબંધી અપનાવશે તેને રૃા. ર૦૦૦ રોકડા તેમજ કેશ લાવનાર મોટીવેટરને રૃા. ૩૦૦ ચૂકવવામાં આવશે. આ માટે નામ નોંધાવવા ડો. રાજેશ ગુપ્તા (૯૭ર૭૭ ૬૯૮૦૭), આર.એમ. પરમાર (૭૮૦ર૯ ૯૯પ૮ર), ડો. સુભાષ ધમસાણિયા (૭પ૬૭૮ ૮૦૦ર૬) અથવા વરૃભાઈ (૮ર૩૮૦ ૩૩૮પ૮) નો સંપર્ક સાધવાનો રહેશે. સંતાનમાં ફક્ત એક દીકરીવાળા લાભાર્થી સ્ત્રી-પુરુષ નસબંધી કરાવનારને ૬૦૦૦ ના બચત સુરક્ષા પત્રો ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ રાષ્ટ્રીય રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર પોતાના જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમજ યુધ્ધ અને સૈનિક કાર્યવાહીમાં શારિરીક ક્ષતિગ્રસ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી છુટા કરવામાં આવેલ સૈનિકોના પુનર્વસવાટ માટે તેમજ સશસ્ત્ર સેનાઓને યુવાન રાખવાની રાષ્ટ્રની નીતિના ફળસ્વરૂપે તમામ નાગરિક સેવાઓની સરખામણીમાં ધણી નાની ઉંમરમાં સશસ્ત્ર સેનામાંથી છુટા કરવામાં આવતા સૈનિકો અને તેઓના પરિવારજનોના કલ્યાણ માટે વિવિધલક્ષી કલ્યાણકારી યોજનાઓ બનાવવા માટે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે. શ્રી સત્યસાંઇ વિદ્યાલયના બાળકો દ્વા રા રૂ. ૭,૬૧,૫૭૦ એકત્ર કરીને જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારીશ્રીને અર્પણ કર્યા હતા. વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગર નવાનગર નેચર ક્લબ દ્વારા તા. ર૩ અને તા. ૧૪ ના પીરોટન ટાપુ ઉપર પ્રાકૃતિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરિયાઈ જીવસૃષ્ટિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. પ્રવાસીઓ માટે ચા-પાણી તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. શિબિરમાં જોડવા માટે સંસ્થાના પ્રમુખ વિજયસિંહ જાડેજા (મો. ૯૦૩૩૬ ૬૮પ૬ર) નો સંપર્ક કરવો. વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ ખંભાળિયામાં સતવારાવાડમાં રહેતા દિપેશ ડાયાલાલ કણઝારિયા નામના ચોવીસ વર્ષના યુવાને પેટના દુઃખાવાના બદલે ભૂલથી એસિડ પી લેતા તેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાંથી ગઈકાલે પોલીસે જિતેન્દ્રસિંહ કુંવરસિંહ જાડેજા તથા ગજેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજા નામના બે શખ્સોને અંગ્રેજી શરાબની બે બોટલ સાથે પકડી પાડ્યા છે. આ શખ્સો વેચાણ માટે શરાબ લાવ્યા હોવાની આશંકાથી પોલીસે તેઓને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૃ કરી છે. વધુ વાંચો »

Feb 12, 2016
દેવભૂમિ દ્વારકા તા. ૧રઃ ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે, ઈન્દિરા આવાસ યોજના, નેશનલ રૃરલ લાઈવલીહુડ મીશન, સ્વચ્છ ભારત મીશન (ગ્રામીણ), પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ગ્રામીણ વિદ્યુતિકરણ યોજના, ઈન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એઈજ પેન્શન યોજના, નરેગા યોજના વગેરે યોજનાઓની કામગીરીની સમીક્ષા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિજિલન્સ એન્ડ મોનિટરીંગ કમિટીની બેઠક સવારે ૧૧ કલાકે કલેક્ટર કચેરી ખંભાળિયામાં કમિટીના ચેરપર્સન સુશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકની શરૃઆતમાં કલેક્ટર એચ.કે. પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી મુકેશ પંડ્યાએ ચેરપર્સન સુશ્રી પૂનમબેન માડમનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં યોજનાઓની કામગીરીની સમીક્ષા કરી ચેરપર્સન સુશ્રી ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ કલ્યાણપુરના હરીયાવડમાં ખેતરમાં ઢોરને રોકવાના પ્રશ્ને યુવાનને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે બે શખ્સો વિરૃધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કલ્યાણપુર તાલુકાના હરીયાવડ ગામે રહેતા નટવરભાઈ નારણભાઈ રાઠોડ નામના ર૯ વર્ષના સતવારા યુવાનને ખેતરમાં આવી ગયેલા ઢોરને રોકતા શામજીભાઈ વાલાભાઈ રાઠોડ તથા તેમના બે પુત્રો ગોરધનભાઈ તથા વિનેશભાઈ નામના ત્રણ શખ્સોએ બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગરની એક આંગડીયા પેઢીના કર્મચારીને મરચાની ભૂકી છાંટી તેના હાથમાંથી રૃા. ૧ લાખ ૬૭ હજારની રોકડ ભરેલો થેલો લુંટી લેવાના કેસમાં અદાલતે એક આરોપીને જામીન આપ્યાં છે. જામનગરના રેલવે સ્ટેશન પર રોકડ રકમનો થેલો લઈને ઉતરેલાં આંગડીયા પેઢીના એક કર્મચારીને ગાંધીનગરની ગોળાઈમાં અજાણ્યાં શખ્સોએ આંતરી તેઓની આંખમાં મરચાની ભુકી છાંટી થેલાની લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે પોલીસે રૃા. ૧ લાખ ૬૭ હજારની રકમવાળો થેલો લૂંટી જનાર શખ્સો સામે ગુન્હો નોંધ્યો હતો. આ કેસની તપાસમાં અનવર ઈસ્માઈલ મલેક નામના શખ્સની સંડોવણી ખુલતાં પોલીસે તેની ધરપકડ કરી જેલ ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામજોધપુરની રેન્જ ફોરેસ્ટ કચેરીના એક કર્મચારીને છુટા કરાયા પછી મજુર અદાલતે તેઓને ફરીથી ફરજ પર લેવાોન હુકમ કર્યો છે. જામજોધપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસના તાબા હેઠળની કચેરીમાં પાયટમેસ ઓપરેટર તરીકે રોજમદારમાં નોકરી કરતા ગિરીરાજસિંહ જી. જાડેજાને નોકરીમાંથી છૂટા કરી દેવાતાં તેઓએ નોકરી પર પુનઃ સ્થાપિત થવા મજદુર અદાલતમાં કેસ કર્યો હતો. આ કેસમાં બંને પક્ષો તરફથી રજુ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે સળંગ નોકરી ગણી આ કર્મચારીને નોકરી પર પરત લેવાનો હુકમ કર્યો છે. કર્મચારી તરફથી ભારતીય મજદુર સંઘના અરવિંદભાઈ વ્યાસ, પંકજ રાયચુરા રોકાયા હતાં. વધુ વાંચો »

Feb 12, 2016
લંડન તા. ૧રઃ મેલબોર્ન ક્રિકેટ ક્લબ દ્વારા એક સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે, જેને વિસ્તારીને લીગ મેચો અને આતંરરાષ્ટ્રીય મેચો સુધી લાગુ કરી શકાય છે, તેવી વિચારણા થવા લાગી છે. મેલબોર્ન ક્રિકેટ ક્લબે ક્રિકેટ મેચો દરમિયાન થતાં રહેતા ગેરશિસ્તને નિયંત્રિત કરવા દંડાત્મક નિયમો લાગુ કર્યા છે. એક આચારસંહિતા હેઠળ અલગ-અલગ પ્રકારના ગેરશિસ્ત માટેખ અલગ અલગ સજા કરવાની પ્રથા અલમાં મૂકવામાં આવી છે. જેમાં કસૂરવાન ખેલાડીને ફૂટબોલ મેચોની જેમ કાર્ડ દેખાડીને તે મુજબની સજા થાય છે. સજાના પ્રકાર પ્રમાણે કાર્ડનો રંગ રાખી શકાય છે. કસૂરવાન બોલર કે ફિલ્ડરને અમુક ઓવર સુધી બોલીંગ નહીં કરવાની ... વધુ વાંચો »

Feb 12, 2016
ભાણવડ તા. ૧૨ઃ ભાણવડ તાલુકાના રૃપા મોરા ગામની સંસ્કાર વિદ્યાલયના ચાર વિદ્યાર્થીઓએ બાલાચડી સૈનિક સ્કૂલમાં પ્રવેશ માટે લેવાતી પરીક્ષા પાસ કરી છે. ચંદ્રાવડિયા સંજય વજસીભાઈ, કારેણા કૌશિક ભીમશીભાઈ, કરંગિયા કિશ ગોવિંદભાઈ અને સોલંકી દિવ્યેશ વિરાભાઈએ બાલાચડી સૈનિક સ્કૂલમાં ધો. ૬ માં પ્રવેશ માટે લેવાતી પરીક્ષા પાસ કરી છે. આમ તેણે ગામ, તાલુકા, જ્ઞાતિ અને શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના આચાર્ય ભરતભાઈ પાથર અને શિક્ષકોએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં. વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧રઃ આગામી તા. ર૧.ર.ર૦૧૬ ના સિક્કા નગરપાલિકાની ચૂંટણી અંગે પદાધિકારીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી સભાહોલમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સિક્કા નગરપાલિકાના ૭ વોર્ડની ચૂંટણીમાં કુલ ૮૧ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. સિક્કા નગરપાલિકામાં કુલ ૧૭,૯૩૧ મતદારો છે. જેમાં ૭૯૧ર પુરુષ અને ૮પ૧૯ સ્ત્રી ઉમેદવારો છે. પદાધિકારીઓને ચૂંટણી આચારસંહિતાનો અમલ નિયમ મુજબ કરી સહકાર આપવા તેમજ શાંતિથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા યોગ્ય સહકાર આપવા જણાવ્યું તેમજ ઉમેદવારો તથા મતદારોને માર્ગદર્શન મળે તે માટેની હેલ્પલાઈન શરૃ કરવામાં આવી છે. ચીફ ઓફિસર સિક્કા નગરપાલિકાનો હેલ્પ લાઈન નંબર ૦ર૮૮ ર૩૪૪૩૪૧ તેમજ મદદનીશ ચૂંટંણી ... વધુ વાંચો »

Feb 12, 2016
ખંભાળિયા તા. ૧૧ઃ ખંભાળિયાના પાદરમાંથી પસાર થતા રેલવે ટ્રેકના બે જુદા-જુદા ફાટક પાસે રેલવે તંત્ર દ્વારા બનાવવામાં આવેલા મોટી સાઈઝના સ્પીડબ્રેકરોના કારણે વ્યાપક હાલાકી સાથે કિંમતી વાહનોમાં નુકસાની થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ખંભાળિયામાં જામનગર રોડ તરફ જતાં તથા ચાર રસ્તા નજીક સલાયા રેલવે ફાટક મળી બે સ્થળોએ રેલવે ક્રોસીંગ છે. આ રેલવે ફાટક પાસે રેલવે વિભાગ દ્વારા આવતા-જતા બે-બે સ્પીડબ્રેકરો થોડા સમય પૂર્વે બનાવવામાં આવ્યા છે. આ બન્ને રેલવે ફા૮ક પરના સ્પીડબ્રેકરો ઉંચી સાઈઝના હોવાના કારણે તમામ પ્રકારના વાહનોને આવતા-જતા ભારે મુશ્કેલી થાય છે. આ ઉપરાંત આધુનિક અને ... વધુ વાંચો »

Feb 12, 2016
નવી દિલ્હી તા. ૧૨ઃ નેશનલ હેરોલ્ડ, કેસમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને ઉપપ્રમુખ રાહુલ ગાંધીને કોર્ટમાં જાતે હાજર રહેવામાંથી સુપ્રિમ કોર્ટે મૂક્તિ આપી છે, પરંતુ પટિયાલા હાઉસમાં ચાલતી સુનાવણી રોકવાનો ઈઙ્મકાર કર્યો છે, સુપ્રિમ કોર્ટે ટિપ્પણી કરી છે કે હાઈકોર્ટે આ મામલે નિર્ણયમાં ઉતાવળ કરવી જોઈએ નહીં. વધુ વાંચો »

Feb 12, 2016
નવી દિલ્હી તા. ૧રઃ નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના સૂત્રોના જણાવ્ય પ્રમાણે ભારત સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતા દેશોની શ્રેણીમાં ટોચ પર હોવા છતાં પશુદીઠ ઉત્પાદક્તા અને સરપ્લસ દૂધ ઉત્પાદક દેશોની શ્રેણીમાં હજુ પણ પાછળ છે. ભારતે વર્ષ ર૦૧૪-૧પ માં ૧૪૬.૩ર મિલિયન ટન દૂધનું ઉત્પાદન કર્યું છે, જે તેના આગળના વર્ષના ૧૩૭.૭ ટનથી ર.ર ટકાની વૃદ્ધિ દર્શાવે છે. અમેરિકા, ચીન, પાકિસ્તાન અને બ્રાઝીલ જેવા વધુ દૂધ ઉત્પાદન કરતા દેશોની શ્રેણીમાં ભારતે રેકોર્ડબ્રેક ઉત્પાદન કર્યું છે. નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દૂધ ઉત્પાદનમાં વિક્રમજનક વૃદ્ધિ છતાં પશુદીઠ દૂધ ઉત્પાદક્તામાં ભારત ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગરની સાઈનાથ એન્ટરપ્રાઈઝ નામની પેઢી પાસેથી રામપર ગામના હેમત દેસુરભાઈ મંઢ નામના આસામીએ લોન મેળવી તેની ચુકવણી માટે રૃા. દોઢ લાખનો ચેક આપ્યો હતો. આ ચેક બેન્કમાંથી પરત ફરતાં પેઢીના પ્રોપરાઈટર અનિરૃધ્ધસિંહ જાડેજાએ અદાલતમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરના નરેન્દ્રસિંહ મંગળસિંહ જાડેજા પાસેથી ધર્મેશ ડાયાલાલ પરમારે રૃા. ૩ લાખ ઉછીના લઈ આપેલો ચેક બેંકમાંથી પરત ફરતાં નરેન્દ્રસિંહે અદાલતમાં ફરિયાદ નોંધાવી છે, બંને ફરિયાદીઓ તરફથી વકીલ જયેન્દ્રસિંહ ઝાલા, મહાવીર દિક્ષીત, નિરવ ઝાલા, પરાક્રમસિંહ ચુડાસમા રોકાયાં છે. વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગરના શિવરામભાઈ કેશવદાસ દુધરેજીયાએ હનીફ હબીબ ગઢકાઈ પાસેથી રૃા. ૩૫ હજાર ઉછીના લઈ બે કોરા ચેક આપ્યા હતાં. ત્યારપછી શિવરામે પોતાની પાસેથી તગડું વ્યાજ વસુલવા અને બળજબરીથી નાણા કઢાવી લેવા અંગે હનીફ ગઢકાઈ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીન પર છુટવા અરજી કરતાં અદાલતે તેને રૃા. ૧૦ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આરોપી તરફથી વકીલ કિરણભાઈ બગડા, જમન ગણાત્રા રોકાયાં છે. વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગર કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુ દ્વારા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ-મુંબઈ તથા ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ દ્વારા દેવભૂમિ દ્વારકામાં ગાયત્રી મંદિરના પટાંગણમાં તાજેતરમાં ૧૧ વર્ષથી ૬પ વર્ષ ઉંમરની બહેનોની વિવિધ તપાસ તથા માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૧૧ થી ૧૬ વર્ષની દીકરીઓનો હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ, ૧ર થી ર૦ વર્ષની દીકરીઓ માટે શારીરિક, સામાજિક અને આધ્યાત્મિક સભાનતા કેળવવા ઓડિયો વીડિયો પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન તથા પરિણીત દંપતીઓ માટે ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ અંગે ગર્ભસંસ્કાર પરિસંવાદનું આયોજન શ્રી બટુકભાઈ ખંઢેરિયા ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તથા જામનગર જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાત ડો. કલ્પનાબેન ખંઢેરિયાએ કર્યું હતું. જામનગર કેન્સર ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ તાજેતરમાં જામનગરની એમ.એમ. સ્કૂલમાં યોજાયેલ જામનગર શહેર-જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની બેઠકમાં મંડળના અધ્યક્ષ તરીકે કેળવણીકાર તથા જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલની બિનહરીફ વરણી થઈ હતી. એ જ રીતે મંડળના પ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ રસિકભાઈ કોડીનારિયા, પ્રતિકભાઈ શર્મા, મહેન્દ્રસિંહ ઝાલા અને નટુભાઈ નારિયાની બિનહરીફ વરણી થઈ હતી. મંડળના મહામંત્રી તરીકે રમિતભાઈ ચોવટિયાની, કારોબારી સમિતિમાં દિવ્યેશભાઈ પટેલ, બકુભાઈ મહેતા, ગૌરવભાઈ ભટ્ટ અને નિરવભાઈ જોષીની તેમજ લઘુમતિ સેલના કન્વિનર તરીકે હુશેનભાઈ મકાતી તથા સહકન્વિનર તરીકે હારૃનભાઈ ખીરાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે બેઠકમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧રઃ જામનગરમાં છેલ્લા ચાર-પાંચ દિવસ ઠંડા પવન સાથે ઠંડીનું સામ્રાજ્ય છવાઈ જવા પામ્યું હતું જેમાં ગઈકાલે ઠંડીનું જોર ઘટ્યા પછી આજે વધુ આંશિક ઘટાડો નોંધાતા લોકોએ રાહત અનુભવી હતી જ્યારે આજનું લઘુત્તમ તાપમાન ૧ર.૩ ડિગ્રી રહ્યું હતું. જામનગર શહેર અને જિલ્લામાં ચાલુ સપ્તાહના પ્રારંભથી ઠંડા પવનની સાથે ઠંડીનું સામ્રાજ્ય સ્થાપિત થયું હતું. દરમિયાન ગઈકાલે પલટાયેલા હવામનના પગલે ઠંડીનું જોર એકાએક ઘટ્યા પછી આજે વધુ આંશિક ગાબડુ રહેતા લોકોએ ઠંડીનો હળવો ચમકારો અનુભવ્યો હતો. આજે વસંતપંચમીના દિવસે ઠંડીનું પ્રમાણ ઘટવાના કારણે સગાઈ, લગ્ન, ઉદ્ઘાટન જેવા કાર્યક્રમોમાં લોકોનો અનેરો ઉત્સાહ ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧રઃ ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે, એમ.જી.એન.આર.આઈ.જી.એ, ઈન્દિરા આવાસ યોજના, એન.આર.એચ.એમ., પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, નેશનલ સોશ્યલ આસી. પ્રોગ્રામ, ઈન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન યોજના, સ્વચ્છ ભારત અભિયાન વિગેરે યોજનાઓની કામગીરીની સમીક્ષા માટે જામનગર જિલ્લાની વિજિલન્સ અને મોનિટરીંગ કમિટીની બેઠક કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલમાં મળી હતી. જેમાં યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા/તાલુકાના પદાધિકારીઓ, જુદી જુદી કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. વડાપ્રધાનના મહત્ત્વકાંક્ષી કાર્યક્રમ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સઘન ઝુંબેશના રૃપે સ્વચ્છતાની કામગીરી હાથ ધરવા જણાવાયું હતું. તેમજ આયોજન ... વધુ વાંચો »

Feb 12, 2016
દેવભૂમિ દ્વારકા તા. ૧રઃ રાજ્ય આયોજનપંચ ગાંધીનગરના ઉપાધ્યક્ષ નરહરિ અમીનની ઉપસ્થિતિમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા આયોજનના કાર્યક્રમોની સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. આ બેઠકમાં ઉપાધ્ય નરહરિ અમીને જણાવ્યું કે, જે વર્ષમાં વહીવટી મંજુરી મળેલ હોય તે વર્ષમાં જ કામ પૂર્ણ કરવા અને કોઈપણ જાતની મુશ્કેલી હોય તો જાણ કરવા જરૃરી સૂચન કર્યા હતાં. વિકેન્દ્રિત જિલ્લા આયોજનની ગ્રાન્ટ હેઠળ કે અન્ય ગ્રાન્ટ હેઠળ નાના નાના કામો હાથ ધરવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગામના વિકાસ માટે અને ગામમાં જરૃરી સુવિધા માટે ક્યા કામની જરૃરિયાત છે ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ ઉંડ સિંચાઈ વિભાગના ઈજનેરની કચેરીના એક કર્મચારીને નોકરીમાંથી છુટા કરાયાના એકત્રીસ વર્ષ પછી નોકરી પર પરત લેવાનો હુકમ થયો છે. ઉંડ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરની કચેરીમાં રોજમતદાર તરીકે ફરજ બજાવતાં ભરતસિંહ કેશરજી ચૌહાણને પાર્લામેન્ટે ૧૯૮૫ ના વર્ષમાં નોકરીમાંથી છુટા કર્યા હતાં તે વખતે આ કામદારે રજૂઆત કરતાં તેઓને અન્ય કામદારોએ જે કેસ કર્યો છે તેઓનો નિર્ણય થયાં પછી તમને નોકરી પર રાખવા કે નહીં તે નક્કી થશે તેમ કહેવામાં આવતાં ભરતસિંહ જે તે વખતે કેસ કર્યો ન હતો. ત્યારપછી અન્ય કામદારોના કેસનો નિકાલ થઈ ગયાં પછી પણ ... વધુ વાંચો »

Feb 12, 2016
ભાણવડ તા. ૧૨ઃ ભાણવડમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટરની કામગીરી નબળી ગુણવત્તાભરી થતી હોવાની સાથે રસ્તાઓનું લેવલીંગ કરવામાં નહીં આવતું હોવા સહિતની સમસ્યાઓ સર્જાઈ રહેતી હોવાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. ભાણવડ શહેરમાં ચાલી રહેલું ભૂગર્ભ ગટરનું કામ ભાણવડની પ્રજા માટે કાયમી સમસ્યાનું કામ બની ગયું છે. અહીંના હાઈસ્કૂલ ચોક વિસ્તારમાં ટેન્કર ફસાતા ટ્રાફિકની સમસ્યા ઉપજી હતી અને આ ભાણવડના વિવિધ રસ્તાઓ ઉપર વાહનો ફસાવવાની સમસ્યાઓ કાયમી માટે બની ગઈ છે. કોન્ટ્રાક્ટરોને કોઈપણ જાતનો ફેર પડતો નથી. આ ભાણવડ શહેરના વિકાસને બદલે ભાણવડ શહેરની સમસ્યા ભૂગર્ભ ગટર બની ગઈ છે અને વારંવાર વાહનો ફસાઈ ... વધુ વાંચો »

Feb 12, 2016
રાજકોટ તા. ૧૨ઃ નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલનો તા. ૧ર ફેબ્રુઆરીના દિવસે સ્થાપના દિવસ હોઈ, તે દિવસને દેશભરમાં 'પ્રોડક્ટિવિટી-ડે' તરીકે ઉજવવામાં આવે છે. તેના અનુસંધાને છેલ્લા પ૭ વર્ષથી સૌરાષ્ટ્ર-કચ્છમાં કાર્યરત કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા પણ તા. ૧ર થી ૧૮ ફેબ્રુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તા. ૧ર ને ગુરુવારના દિવસે 'પ્રોડક્ટિવિટી ડે'ના અનુસંધાને નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલ વિશેષ વિષય 'એઝ ઓફ ડુઅીંગ બિઝનેસ ફોર હાયર પ્રોડક્ટિવિટી એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ' એ વિષયને લક્ષમાં રાખી 'અર્જન્ટ નીડ ઓફ પ્રોડક્ટિવિટી ઈન ધી પ્રેઝન્ટ સીનારિયો' એ વિષય ઉપર રામક્રિષ્ન મીશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સેક્રેટરી સ્વામી શ્રી નિખીલેશ્વરાનંદજીના વાર્તાલાપનો ... વધુ વાંચો »

Feb 12, 2016
ખંભાળિયા તા. ૧૨ઃ દ્વારકા જિલ્લા ખેલમહાકુંભ સ્પર્ધા અંતર્ગત કબડ્ડી ભાઈઓ માટે અંડર ૧૩, અંડર ૧૬ તથા ખુલ્લા વિભાગની કબડ્ડી રમતની સ્પર્ધા ખંભાળિયાની વિજય ચેરીટેબલ હાઈસ્કૂલમાં યોજાઈ હતી. દ્વારકા જિલ્લા રમતગમત અધિકારી નીતાબેન વાળા તથા વિજય ચેરી. હાઈસ્કૂલના મે. ટ્રસ્ટી શ્રી દામજીભાઈ હિરાભાઈ નકુમ તથા હર્ષદપુરના સરપંચ શ્રી સંજયભાઈ નકુમ તથા ખેલમહાકુંભ તાલુકા કન્વિનર હિતેન્દ્ર આચાર્યની ઉપસ્થિતિમાં સ્પર્ધા યોજાઈ હતી અને સિક્કો ઉછાળીને રમતગમત અધિકારી નીતાબેન વાળાએ સ્પર્ધા ખુલ્લી મૂકી હતી. ભારે રસાકસીભરી સ્પર્ધાઓ ત્રણેય જુથમાં યોજાઈ હતી તથા ઓપન ફાયનલ સ્પર્ધામાં ખંભાળિયાની ટીમ સાથે ભાણવડની રાણપર ભાણવડ ટીમ વિજેતા થઈ ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામના ગોવિંદભાઈ પાલાભાઈ ભોચીયા નામના યુવાનને બુધવારે બપોરે ભીખા મેરામણ તથા જાનુબેન ભીખાભાઈ નામના દંપતીને આંતરી લઈ 'તું સીસી રોડના કામની કેમ પંચાત કરશ' તેમ કહી ધોકા વડે માર માર્યાની ગોવિંદભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વધુ વાંચો »

Feb 12, 2016
અમદાવાદ તા. ૧૨ઃ આઈસીસી વર્લ્ડ ટ્વેન્ટી૨૦ની વિધિસર પ્રાયોજક મનીગ્રામ (નાસ્દાકઃ એમજીઆઈ) ક્રિકેટ ચાહકોને દેશભરનાં શહેરોમાં મનીગ્રામ બોલિંગ ચેલેન્જમાં ભાગ લે ત્યારે ભારતમાં સ્પર્ધા લાઈવ જોવાનો મોકો આપી રહી છે. બોલિંગ ચેલેન્જ ૫૦ શહેરોમાં ચાહકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. તેનાં અમુક સ્થળોમાં ચાહકોને તેમના મનગમતા ક્રિકેટરોને મળવાનો અને તેમની સાથે રૂબરૂ થવાનો મોકો પણ મળશે. સૌથી ફાસ્ટ બોલિંગ નાખનારને ૨૦૧૬ આઈસીસી વર્લ્ડ ટ્વેન્ટી૨૦ની મેચ ટિકિટ ઈનામમાં મળી શકે છે અને રોકડ ઈનામ પણ મળશે. ૨૦૧૦માં આઈસીસી સાથે હાથ મેળવ્યા ત્યારથી ભરપૂર સફળતા જોઈ છે, કારણ કે ભારતના દરેક ખૂણે અને ... વધુ વાંચો »

Feb 12, 2016
જામનગર તા. ૧૨ઃ જામનગર તાલુકાના સચાણા ગામના ઉમર આમદ વાઘેરના ખેતરમાં આવેલા પથ્થરના પાળા બાબતે ઝઘડો કરી સલેમાન ઉમર કક્કલ, કાદર અકબર કક્કલ અને અકબર ઉમર કક્કલ નામના શખ્સોએ ઉમર આમદને ગાળો ભાંડી ધમકી આપી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપીઓ તરફથી વકીલ અશરફઅલી ઘોરી રોકાયા હતાં. વધુ વાંચો »

Feb 12, 2016
શ્રદ્ધા સ્વયં સિદ્ધ છે કારણ કે તે માણસને મુશ્કેલીઓને પરાસ્ત કરવાની શક્તિ અને સપનાઓ પૂર્ણ કરવાની હિંમત આપે છે. જિંદગીના તાપમાં શ્રદ્ધાનો પડછાયો હોય તો ઈશ્વરનું પીઠબળ આપણી સાથે હોવાની પ્રતીતિ થાય છે. તમામ ધર્મસ્થાનો શ્રદ્ધાના સ્થાનકો છે. ધર્મસ્થાનની સાચી ભવ્યતા તેની ઈમારત પર નહીં, પરંતુ શ્રદ્ધાળુઓની અનુભૂતિના પાયા પર આધાર રાખતી હોય છે. જામનગર નજીક દરેડ ગામમાં આવેલ શ્રી આશાપુરા ધામ એક સાદગીસભર ધર્મસ્થાન છે. અહીં માઁ આશાપુરા સાથે હરેશ્વર મહાદેવ અને ગઠિયા હનુમાન બિરાજે છે. 'નોબત'ના પત્રકાર આદિત્યએ મંદિરના સેવિકા શ્રી કમળાબાની મુલાકાત લઈ મંદિર અંગે તેમજ ભક્તોની માન્યતાઓ અંગે ગોષ્ઠી કરી હતી. શ્રી આશાપુરાધામ દરેડ હાઈવે પર સ્થિત ... વધુ વાંચો »

Feb 12, 2016
વોશીંગ્ટન તા. ૮ઃ ઉત્તર કોરિયાએ દ. કોરિયાના વિરોધ અને આંતરરાષ્ટ્રીય સમુદાયની ચેતવણીને ઉવેખીને રોકેટ પરિક્ષણ કરી નાંખતા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. અમેરિકા અને યુએન સહિત વિશ્વ સમુદાયે ઉ. કોરિયાના આ પગલાંને વખોડી કાઢ્યું છે. દ. કોરિયાએ આ પરીક્ષણને બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ ગણાવતા તેની ગંભીરતા વધી ગઈ છે.  તાજેતરમાં હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરીને વિશ્વ આખાને ચોંકાવનાર ઉત્તર કોરિયાએ સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો અને આંતરરાષ્ટ્રીય સમુદાયની ચેતવણીને અવગણીને રોકેટ પરીક્ષણ કરી નાખતા વિશ્વ સમુદાયમાં તેના ઘેરા ... વધુ વાંચો »

અર્ક

  • સારો સ્વભાવ ગણિતના શૂન્ય જેવો હોય છે, જેની સાથે હોય તેની કિંમત વધી જાય છે.

કાર્ટૂન કોર્નર

વિક્લી ફિચર્સ

રાશિ પરથી ફળ

Aries (મેષ)

પરિસ્થિતિ પ્રતિકૂળ બનતી જણાય. પરંતુ ધીરજથી માર્ગ મળે. મિત્રો-ભાગીદારથી મતભેદ રહે. શુભ રંગઃ દુધિયા - શુભ ... વધુ વાંચો »

Taurus (વૃષભ)

અંતરાયને પાર કરીને આપ સફળતાની સીડી ચઢી શકશો. અકસ્માતથી ઉગરી જવાનો અહેસાસ થાય. શુભ રંગઃ સફેદ ... વધુ વાંચો »

Cancer (કર્ક)

સામાજિક-વ્યાવસાયિક અને આર્થિક સમસ્યાનો અનુભવ થાય. સંતાનના કામમાં ગુંચ રહે. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ... વધુ વાંચો »

Gemini (મિથુન)

આપના ગૃહ જીવનની ચિંતાનો હલ મળતો લાગે. ખર્ચનો પ્રસંગે બને. મહત્ત્વની તક મળે તે ઝડપી ... વધુ વાંચો »

Leo (સિંહ)

મનને કાબુમાં રાખજો. નાણાકીય તકલીફોનો ઉકેલ મળતો જણાય. સંપત્તિના કાર્ય આગળ વધે. શુભ રંગઃ બ્લુ - ... વધુ વાંચો »

Virgo (કન્યા)

આપની ધીરજની કસોટી થતી જણાય. આવકવૃદ્ધિનો માર્ગ મળે. આરોગ્ય જાળવી રાખવું. શુભ રંગઃ ગ્રે - શુભ ... વધુ વાંચો »

Libra (તુલા)

મનની મુરાદ ફળદાયી નીવડે. સ્નેહીથી મિલન-મુલાકાત થાય. સંપત્તિનાં કામ થાય. શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક)

આપના પરિશ્રમનું ફળ મળવામાં અવરોધ રહે. લાભની આશા ફળે તે માટે મહેનત વધારવી પડે. શુભ રંગઃ ... વધુ વાંચો »

Sagittarius (ધન)

કૌટુંબિક પ્રશ્નો અંગે ચિંતા-પ્રતિકૂળતા જણાય. મહત્ત્વની મુલાકાત સફળ અને લાભદાયી નીવડે. શુભ રંગઃ લાલ - શુભ ... વધુ વાંચો »

Capricorn (મકર)

મહત્ત્વના કાર્યમાં ઉન્નતિની આશા ફળદાયી નીવડે. આપની સમસ્યાનો ઉકેલ મેળવવામાં સફળતા મળે. શુભ રંગઃ લીલો - ... વધુ વાંચો »

Aquarius (કુંભ)

ધાર્યા કામમાં વિલંબ-વિઘ્ન આવતા જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન આ સમયમાં શક્ય બને. શુભ રંગઃ બ્રાઉન - શુભ ... વધુ વાંચો »

Pisces (મીન)

આપના પ્રયત્નો સફળ થતાં લાગે. મહત્ત્વનાં કામ સફળ થાય. સંતાનના પ્રશ્નો મુંઝવતા લાગે. શુભ રંગઃ જાંબલી ... વધુ વાંચો »

Aries (મેષ)

આપના માટે માન-સન્માન વધારનારૃં સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ જાહેરજીવન ... વધુ વાંચો »

Taurus (વૃષભ)

તમારા માટે ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સમય દરમિયાન ... વધુ વાંચો »

Cancer (કર્ક)

આપના માટે ભાગ્યવંતુ સપ્તાહ શરૃ થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન ગ્રહગોચર આપના પક્ષમાં આવતા ... વધુ વાંચો »

Gemini (મિથુન)

તમારા માટે આરોગ્યની તકેદારી માંગી લેતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સમયગાળા દરમિયાન આપનું ... વધુ વાંચો »

Leo (સિંહ)

આપના માટે આકસ્મિક લાભનો યોગ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સમય દરમિયાન ... વધુ વાંચો »

Virgo (કન્યા)

તમારા માટે નવી રાહ-નવી દિશા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સમયગાળામાં ... વધુ વાંચો »

Libra (તુલા)

આપના માટે સુખમય સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સમયગાળો આપના માટે ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક)

આપના માટે તડકા-છાયા જેવું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સમયમાં વ્યાપાર-વ્યવસાય-રોજગાર ક્ષેત્રે પરિસ્થિતિ ... વધુ વાંચો »

Sagittarius (ધન)

આપના માટે કાર્યબોજ વધારતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન એક કરતા ... વધુ વાંચો »

Capricorn (મકર)

આપના માટે પરિશ્રમ કરાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સમયમાં ભાગ્ય કરતા ... વધુ વાંચો »

Aquarius (કુંભ)

આપના માટે મિલન-મુલાકાત કરાવનારૃં સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સમયગાળામાં નવી વ્યક્તિ સાથેની ... વધુ વાંચો »

Pisces (મીન)

તમારા માટે વ્યાવસાયિક ક્ષેત્રે સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સમયમાં ... વધુ વાંચો »

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00

શબ્દવ્યુહ

crossword

હવામાન

વિક્લી ફિચર્સ

સંગત