close

અફઘાનિસ્તાનમાં બે જગ્યાએ તાલીબાની હુમલામાં ૧પ સૈનિકો તેમજ ચાર પોલીસના નિપજયા મૃત્યુ / આગામી ર૬ જાન્યુઆરીની પરેડના મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવા ભારતે ડોનાલ્ડ ટ્રમ્પને મોકલાવ્યુ આમંત્રણ / નર્મદામાં આવ્યા નવા નીરઃ સરદાર સરોવર ડેમની સપાટી ૧૦૯.૯૫ મીટરે પહોંચી /

Jul 14, 2018
અમદાવાદ તા. ૧૪ઃ અમદાવાદમાં  ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ ભારે ભક્તિભાવથી જોડાયા છે. દેશમાં પુરી બાદ બીજી સૌથી મોટી અને મહત્વપર્ણ ગણાતી ભગવાન જગન્નાથની ૧૪૧મી રથયાત્રા આજે સવારે નીકળી હતી. જગતના નાથ  જગન્નાથ પોતે બહેન સુભદ્રા અને ભાઇ બલરામની સાથે સવારે સાત વાગે નગર ભ્રમણ પર નીકળ્યા હતા. હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વખત રથયાત્રા નીકળી છે. આ વખતે કેટલીક બાબત પ્રથમ વખત જોવા મળી રહી છે. ભગવાન જગન્નાથ ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ કેન્દ્રિય પુરાતત્ત્વ વિભાગે ઐતિહાસિક સ્મારકોમાં ફોટોગ્રાફી પરથી પ્રતિબંધ હટાવતા હવે દ્વારકાના જગતમંદિરમાં પણ ફોટોગ્રાફી કરવાની છૂટ મળી જશે, પરંતુ મોબાઈલ સેલફોન કદાચ પ્રતિબંધિત પણ રહી શકે છે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુરાતત્ત્વ વિભાગની એક ઈમારતનું ઉદ્ઘાટન કર્યા પછી પુરાતત્ત્વ આરક્ષિત સ્મારકોની ફોટોગ્રાફી પર પ્રતિબંધ અંગે સવાલ ઊઠાવ્યો હતો. તેના થોડા કલાકો પછી કન્દ્રિય મંત્રી મહેશ શર્માએ ટ્વિટ કરીને લખ્યું કે વડાપ્રધાનના વિઝનથી પ્રભાવિત થઈને કેન્દ્રિય સંરક્ષણ ધરાવતી ... વધુ વાંચો »

Jul 14, 2018
રાજકોટ તા.૧૪ ઃ પાટીદારોના પ્રતિક એવા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખપદેથી પરેશભાઈ ગજેરાએ રાજીનામું આપી દીધું છે અને નરેશભાઈ પટેલે ફરીથી પ્રમુખપદ સંભાળી લીધું હોવાના અહેવાલો આવી રહ્યા છે. ટ્રસ્ટની બેઠકમાં નરેશ પટેલને પ્રમુખપદ સોંપવાનો નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો જણાવે છે. મીડિયા અહેવાલો મુજબ ટ્રસ્ટમાં ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હોવાના અહેવાલો આવતા હતાં. જે હવે સપાટી પર આવ્યાં છે. ગજેરાએ અચાનક રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યાં છે. હાલમાં કાગવડમાં ટ્રસ્ટની બેઠક ચાલી રહી છે, બેઠક ... વધુ વાંચો »

Jul 14, 2018
નવી દિલ્હી તા. ૧૪ઃ લોકસભાની ચૂંટણી પહેલા જ રામમંદિરના નિર્માણનું કાર્ય શરૃ થઈ જશે, તેવું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું હોવાનું ભાજપની રાષ્ટ્રીય કારોબારીના અધ્યક્ષ પી. શેખરે પત્રકારોને જણાવ્યું હતું તો બીજી તરફ ભાજપના તેલંગણાના ધારાસભ્યે આને વ્યક્તિગત મંતવ્ય ગણાવતા વિવાદ ગરમાયો છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને ઊઠી રહેલી અટકળો ઉપર ભાજપના અધ્યક્ષ અમિત શાહે વિરામ લગાવી દીધો છે. હૈદરાબાદમાં પક્ષના નેતાઓ સાથેની બેઠકોમાં શાહે કહ્યું હતું કે ર૦૧૯ ની લોકસભાની ... વધુ વાંચો »

Jul 14, 2018
અમદાવાદ તા.૧૪ ઃ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ હવે લોકસભાની ચૂંટણી લડશે તેવી અટકળો થઈ રહી છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. રાજ્યસભાની ચૂંટણી વખતે મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડી દીધી હતી અને તેમનું ભાજપમાં જવાનું લગભગ નિશ્ચિત છે. લોકસભાની ચૂંટણી માથે તોળાઈ રહી છે ત્યારે ભાજપે વધુ એક ઘા કરીને મહેન્દ્રસિંહ વાઘેલાને પોતાનામાં સમાવી લીધા ... વધુ વાંચો »

Jul 14, 2018
મુંબઈ તા. ૧૪ઃ સરકારે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્યમાં મલ્ટિપ્લેક્સમાં ખાદ્યપદાર્થોની સરખી એમઆરપીનો કેન્દ્ર સરકારનો કાયદો પહેલી ઓગસ્ટથી લાગુ થશે, તે ઉપરાંત  બહારથી ખાદ્ય પદાર્થો લઈ જવાની મનાઈ પણ થિયેટર સંચાલકો ફરમાવી નહી શકે. મલ્ટિપ્લેક્સની મોંઘીદાટ ટિકિટો સાથે અહીં વેંચાતા ખાદ્યપદાર્થોના ઊંચા ભાવ લઈને લૂંટ ચલાવાતી હોય છે. આ મામલે રાજ્ય સરકારે કરેલી જાહેરાત આ સૌ માટે મોટી રાહત સાબિત થશે. વિધાન પરિષદમાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન રવિન્દ્ર ચવ્હાણે જણાવ્યું હતું ... વધુ વાંચો »

Jul 14, 2018
મોસ્કો તા. ૧૪ઃ કરોડો ફૂટબોલ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા હતા તે ફીફા વર્લ્ડ કપની ફાઇનલ મેચ આવતીકાલે ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે રમાનાર છે. બન્ને ટીમો એકબીજાને પછડાટ આપવા માટે સજ્જ દેખાઇ રહી છે. અનેક ંમોટા અપસેટ સર્જીને બન્ને ટીમો ફાઇનલમાં પહોંચી છે. આ વખતે કોણ ચેમ્પિયન બનશે તેના પર હવે તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. તે પહેલા ૧૦મી જુલાઇના દિવસે  સેન્ટ પીટર્સબર્ગમાં રમાયેલી સેમીફાઇનલ મેચમાં ફ્રાન્સે બેલ્જિયમ પર ૧-૦થી જીત મેળવીને ફાઇનલમાં કુચ કરી હતી. આની સાથે જ ફ્રાન્ની ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ 'જાડા' દ્વારા ટીપી સ્કીમોની અલમવારીમાં શંકાસ્પદ નિષ્ફળતાથી જામનગર શહેરનો ચોમેર વિકાસ રૃંધાઈ રહ્યો છે, જેમાં રાજકીય પીઠબળના જોરે કેટલાક ભૂમાફિયાઓની ટીપી સ્કીમની અમલમાં ભૂમિકા કારણભૂત છે, તેવા સવાલો ઊઠી રહ્યા છે. જામનગરના ચોમેર વિકાસને 'જાડા'ની ટીપી સ્કીમની ઘોર બેદરકારી, નિષ્ક્રિયતા અને અમલવારીમાં નિષ્ફળતાએ રૃંધી નાંખ્યો છે. જામનગરમાં જાડા દ્વારા છેલ્લા વીસવીસ વરસથી ટીપી સ્કીમો પ્રમાણેનો કોઈ કરતા કોઈ વિકાસ નહીં થવાના કારણે જામનગર એક સીમિત વર્તુળમાં જ રૃંધાયેલું રહ્યું છે. ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ હાલારમાં ગઈકાલે કેટલાક તાલુકા મથકમાં અડધાથી પોણા ઈંચ જેટલો વરસાદ થયો હતો જ્યારે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં એકથી દોઢ ઈંચ જેટલો સારો વરસાદ થયો છે, જો કે હજુ સમગ્ર હાલારમાં લોકો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. તેની સામે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હજુ સારો વરસાદ થયો નથી, પરંતુ ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે કાલાવડમાં ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ જામનગરથી દોઢ મહિના પહેલા સફેદ કોલસાનો જથ્થો ભરી રવાના થયેલા ટ્રકચાલકે ઉપરોક્ત જથ્થો બારોબાર વેચી નાખતા ટ્રાન્સપોર્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં વસવાટ કરતા અને ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય કરતા અમિતભાઈ હરેન્દ્રભાઈ પોબારૃના જીજે-૧૦-ઝેડ ૫૬૭૯ નંબરના ટ્રકમાં તેઓએ ગઈ તા.રપ મેના દિને બેડેશ્વરમાં આવેલા સિદ્ધિ વિનાયક એગ્રો નામના કારખાનેથી બાયો માસ બ્રિકેટ (સફેદ કોલસા)નો ૨૩૨૯૦ કિ.ગ્રામ વજનનો જથ્થો સેલવાસ માટે રવાના કર્યાે હતો. ઉપરોક્ત ટ્રક લઈને ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ જામનગરના દિગ્જામ સર્કલ પાસે ગઈકાલે એક યુવાન પર કુખ્યાત શખ્સે છરી વડે હુમલો કર્યાે હતો. ભોગ બનનારની બહેનને આ શખ્સે ગાળો ભાંડયા પછી સમાધાન માટે બોલાવી હુમલો કરાયાની ફરિયાદ નોંધાવાઈ છે. જામનગરના દિગ્જામ વુલન મીલ વિસ્તારમાં આવેલા ગાયત્રીનગર પાસે રહેતા ઘનશ્યામસિંહ ધીરૃભા જાડેજા ગઈકાલે રાત્રે એક વાગ્યે દિગ્જામ સર્કલ પાસે આવેલી હોટલ નજીક આવ્યા હતા. આ વેળાએ તેઓને મહેન્દ્રસિંહ લગધીરસિંહ સોઢા ઉર્ફે મેંદિયા સાથે બોલાચાલી થતા મહેન્દ્રસિંહએ થપ્પડો મારી પોતાની ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ જામનગર નજીકના હાપામાં આવેલી સરકારી શાળાનો એક વિદ્યાર્થી ગઈકાલે બપોરે રમતા રમતા પડી ગયા પછી બેશુદ્ધ બની જતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. જામનગર નજીકના હાપાની જયોતિ સોસાયટીમાં રહેતા ધનજીભાઈ મંગાભાઈ ઝીંઝુવાડિયા નામના કોળી પ્રૌઢનો પુત્ર મિત (ઉ.વ.૧૪) ગઈકાલે પોતાના નિત્યક્રમ મુજબ હાપાની રેલવે કોલોનીમાં આવેલી સરકારી શાળાએ અભ્યાસાર્થે ગયો હતો. આ વેળાએ બપોરે સાડા અગિયારેક વાગ્યે ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ લાલપુરના સેતાલુસમાં એલસીબીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી જુગારનો અખાડો પકડી પાડયો છે. નાલ લઈ જુગાર રમાડતો એક અને જુગાર રમતા પાંચ શખ્સો પકડાઈ ગયા છે. મોટર સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં આવેલા એક મકાનમાં કેટલાક શખ્સો એકઠા થઈ મકાન માલિકને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી એલસીબીના પ્રતાપ ખાચર, દિલીપ તલાવડિયાને મળતા પીઆઈ આર.એ. ડોડિયાના માર્ગદર્શન હેઠળ એલસીબીનો કાફલો દરોડા માટે ધસી ગયો ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ જામનગરના એરફોર્સ રોડ પર આવેલા સેનાનગરમાં એક નરાધમે પોતાના ઘરે ટયૂશનમાં આવતી બાળા સાથે અડપલા કરી જાતીય સતામણી કરતા તેની સામે ફરિયાદ નોંધાવાઈ છે. આ પ્રકારના વધતા જતા બનાવોથી સમાજમાં ચિંતા પ્રસરી છે. જામનગરના એરફોર્સ રોડ પર આવેલા સેનાનગર પાસે વસવાટ કરતા એક પરિવારની સગીર પુત્રી નજીકમાં જ એરફોર્સ રોડ પર વસવાટ કરતા અને ઘરમાં ટયૂશન કલાસ ચલાવતા અજય પ્રતાપસિંહ નામના શખ્સને ત્યાં ટયૂશનમાં જતી હતી. આ ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ જામનગરના સુભાષબ્રિજ તેમજ એસ.ટી. બસ ડેપો અને ખોડિયાર કોલોની રોડ પરથી બે મહિનામાં ત્રણ વાહનની ઉઠાંતરી થયાની ગઈકાલે પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જામનગરના કૃષ્ણનગરમાં આવેલી શક્તિનગર સોસાયટીમાં રહેતા ભાવિનભાઈ ધીરજલાલ કવૈયાએ પોતાનું જીજે-૧૦-એઈ ૯૭૦૮ નંબરનું હીરો મોટરસાયકલ ગઈ તા.૭ની બપોરે એસ.ટી. બસ ડેપો પાસે રાખ્યું હતું તે પછી બહારગામ ગયેલા ભાવિનભાઈ જ્યારે તા.૮ના રાત્રે પરત ફર્યા ત્યારે તેઓએ તે સ્થળે પોતાનું બાઈક ન જોતા આ વાહન ચોરાઈ ગયાની ગઈકાલે સિટી-એ ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ જામનગર શહેર તેમજ લાલપુર અને જામજોધપુરના તરસાઈમાં ગઈકાલે પોલીસે જુગારના ત્રણ દરોડા પાડી છ શખ્સો તેમજ કાયદાથી સંઘર્ષિત બે કિશોરને પકડી પાડયા છે. જ્યારે ત્રણ શખ્સો નાસી ગયા છે. લાલપુરની પ્રગટેશ્વર સોસાયટીમાં ગઈરાત્રે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં જાહેરમાં ગંજીપાનાથી રોનપોલીસ રમી પૈસાની હારજીત કરી રહેલા વલીમામદ ગુલમામદ કતિયાર, અશોક લખમણભાઈ ગામી નામના બે શખ્સો ઝડપાઈ ગયા હતા. જ્યારે પોલીસને જોઈને અસલમ નુરમામદ સંધી, હુસેન ડ્રાઈવર તથા સલેમાન ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ જામનગરના જીઆઈડીસી ફેસ-થ્રીમાં ગઈકાલે બપોરે ઈલેકટ્રીક બાઈક પર જતાં એક વૃદ્ધને ધસમસતા આવેલા કાળમુખા ટ્રકે ટક્કર મારતા આ વૃદ્ધની જિંદગી છીનવાઈ ગઈ છે. પોલીસે ટ્રકચાલક સામે ગુન્હો નોંધ્યો છે. જામનગરના આણદાબાવા ચકલા પાસે આવેલી ભાટની આંબલી નજીક રહેતા મહેન્દ્રભાઈ રસીકભાઈ સુતરિયા (ઉ.વ.૭ર) નામના વણિક વૃદ્ધ ગઈકાલે બપોરે એકાદ વાગ્યે પોતાના ઈલેકટ્રીક યો-બાઈક પર દરેડ જીઆઈડીસીમાં ગયા હતા. આ વૃદ્ધ જ્યારે ફેસ-થ્રીમાંથી પસાર થયા ત્યારે પૂરઝડપે ધસી આવેલા ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પતિના અસહ્ય ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી લેતા તેણીના પિતાએ જમાઈ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપ્યાની ફરિયાદ નોંધાવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળના રાજપરા ગામના કાસમભાઈ અબ્દુલભાઈ ચાવડાએ પોતાની પુત્રી અફસાના (ઉ.વ.ર૬)ના નિકાહ ચારેક વર્ષ પહેલા જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી એકડેએક બાપુની દરગાહ પાસે રહેતા આરીફ નુરમામદ નોતિયાર સાથે કર્યા હતા. ત્યાર પછી અફસાનાબેનને પતિ આરીફ અવારનવાર મેણાટોણા મારી તું ગમતી ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ ખંભાળિયાના યોગેશ્વરનગરમાં ગઈકાલે સાંજે પોલીસે દરોડો પાડી એક મકાનમાં નાલ લઈ જુગાર રમાડતા એક તથા જુગાર રમતા પાંચ મહિલાઓને પકડી પાડયા છે. પટમાંથી રૃા.અડધા લાખની મત્તા ઝબ્બે લેવામાં આવી છે. ખંભાળિયાના યોગેશ્વરનગરમાં આવેલા એક મકાનમાં કેટલીક મહિલાઓ એકત્રિત થઈ જુગાર રમતી હોવાની બાતમી ગઈકાલે સાંજે પોલીસને મળતા ખંભાળિયા પોલીસ સ્ટેશનનો કાફલો યોગેશ્વરનગરમાં રાજપૂત સમાજની વાડી પાસે આવેલા મુમતાઝબેન મામદભાઈ પઠાણના મકાનમાં ત્રાટક્યો હતો. આ મકાનમાં મુમતાઝબેન બહારથી ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ ઓખામંડળના આરંભડામાં રહેતા રિસામણે બેસેલા એક પરિણીતાના પુત્રને પતિ લઈ જતાં પુત્રના વિયોગમાં આ પરિણીતાએ ઝેરી પ્રવાહી પી લીધું છે. દ્વારકા તાલુકાના આરંભડામાં રહેતા કૌશલબેન અકબરભાઈ ચાવડા નામના ઓગણીસ વર્ષના પરિણીતાએ ગઈકાલે સવારે પોતાના પિતાના ઘરે ફિનાઈલ પી લેતા તેણીને સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવી છે. આ બાબતની પોલીસને જાણ કરવામાં આવતા દોડી ગયેલા જમાદાર જી.એ. ગોજિયાએ કૌશરબેનનું નિવેદન નોંધ્યું છે જેમાં તેણીએ જણાવ્યા મુજબ છેલ્લા ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ જામનગરના નર્મદા સર્કલ પાસે ગઈકાલે બપોરે એક પ્રૌઢના હાથમાંથી ચાલુ રિક્ષાએ મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કરાયાની પોલીસે બે શખ્સોને આ ગુન્હામાં પકડી પાડયા છે. જામનગરની મુરલીધર સોસાયટીમાં રહેતા ડેનીયલ આનંદરાય ગવઈ (ઉ.વ.૬૦) ગઈકાલે બપોરે નર્મદા સર્કલ પાસેથી એક રિક્ષામાં પસાર થતા હતા ત્યારે અચાનક ધસી આવેલા બે શખ્સોએ ડેનીયલના હાથમાં રહેલા મોબાઈલને ઝૂંટવવા માટે તરાપ મારી હતી. આ વેળાએ જ ડેનીયલ ગવઈની નજર પડી જતાં તેઓએ હાથ પાછો ખેંચતા અને આ ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ જામનગરના શરૃ સેકશન રોડ પર બસમાંથી સ્પેર વ્હીલની ચોરી થયાના ગુન્હામાં પોલીસે આરોપીને પકડી પાડયો છે. જામનગરના શરૃ સેકશન રોડ પર આવેલી મોદી સ્કૂલ પાસે પડેલી એક બસમાંથી સ્પેર વ્હીલની ચોરી થયાની ફરિયાદ થયા પછી સિટી-બીના પીઆઈ કે.પી. જોષીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.બી. ઝાલા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન મયુરનગર નજીકના વામ્બે આવાસમાં રહેતા નાગદાન રામભાઈ અગરવચ્છા નામના શખ્સની આ ગુન્હામાં સંડોવણી ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ ખંભાળિયાના નાના આંબલા ગામના એક વૃદ્ધ પર તેણીની ભત્રીજીએ લીધેલા તલ્લાકના કારણે ગુસ્સે ભરાયેલા બે શખ્સોએ હુમલો કરી માર માર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામના હાજીભાઈ ઈશાભાઈ સંઘાર નામના સાંઈઠ વર્ષના સંધી વૃદ્ધ ગઈકાલે સવારે કરિયાણાવાળા કાસમભાઈની દુકાન પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓને આદમ હાજી ઉર્ફે કારા ગજણ તથા અલ્તાફ હાજી ગજણ નામના બે શખ્સોએ રોકી લઈ છરી તથા કુરદમ વડે હુમલો કરી બેફામ માર ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ લાલપુરના ગાગવાધાર ગામ પાસેથી ગઈકાલે પોલીસે મોટી ખાવડીના શખ્સને ચાર અંગ્રેજી શરાબની બોટલ સાથે ઝડપી લીધો છે. લાલપુર તાલુકાના ગાગવાધાર ગામ પાસે ગઈકાલે બપોરે મેઘપર પોલીસ સ્ટેશનના હે.કો. માંડણભાઈ વસરા તથા અન્ય સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન ત્યાંથી પસાર થયેલા જીજે-૧૦-સીઆર ૬૬૨૧ નંબરના મોટરસાયકલને શકના આધારે રોકવામાં આવ્યું હતું. આ વાહનમાં જઈ રહેલા મોટી ખાવડી ગામના ઘનશ્યામસિંહ ગુમાનસિંહ જાડેજા નામના શખ્સની તલાશી લેવાતા તેના કબજામાંથી ... વધુ વાંચો »

Jul 14, 2018
ભાટીયા તા. ૧૪ઃ કલ્યાણપુર તાલુકાના ભાટીયામાં વીજતંત્ર દ્વારા ધાંધીયા કરવામાં આવતા હોવાથી ગ્રામજનોએ સાથે મળીને દસ દિવસ પહેલાં મામલતદારને આવેદન પાઠવી જલદ આંદોલન કરવાની અને પીજીવીસીએલ કચેરીને તાળાબંધી-ગામબંધ કરવાની ચિમકી આપી હતી. મામલતદારને આવેદન પાઠવીને દસ દિવસનું અલ્ટીમેટમ આપ્યુ હતું. પરંતુ આંદોલનની ચિમકીથી સફાળા જાગેલા અધિકારીઓ કચેરીને તાળાબંધી-ગામ બંધ થાય તે પહેલાં જ ભાટીયા દોડી આવ્યા હતાં અને પંચાયત કચેરીએ બેઠક કરી સમસ્યાને નિવારવા ખાત્રી આપતા આંદોલન મોકુફ રાખવામાં આવ્યું છે. વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ આજની જામનગર-તિરૃનવેલી ટ્રેન પેરીંગ રેઈક મોડો આવનાર હોવાના કારણે રદ કરવામાં આવી છે. ટ્રેન નંબર ૧૯૫૭૮ જામનગર-તિરૃનવેલી ટ્રેન આજે એટલે કે શનિવારના રાત્રે નવ વાગ્યે રવાના થનાર ટ્રેન રદ કરવામાં આવી છે. આ ટ્રેનનો પેરીંગ રેઈક મડગાંવ-હાપા ૧૨ કલાક મોડો આવનાર હોવાથી જામનગર-તિરૃનવેલી ટ્રેન રદ કરવામાં આવી છે. તેવી જ રીતે તા. ૧૬-૭-૧૮ તિરૃનવેલી-જામનગર ટ્રેનને પણ રદ કરવામાં આવી છે. વધુ વાંચો »

Jul 14, 2018
ખંભાળિયા તા. ૧૪ઃ ખંભાળિયા મામલતદાર ચિંતન વૈષ્ણવ દ્વારા ખંભાળિયા તાલુકાના વિવિધ ગામોના લોકોને સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ધક્કા ન ખાવા પડે તેવી વ્યવસ્થાના ભાગરૃપે અરજદારોની ફાઈલોનો સામૂહિક રીતે એક જ દિવસમાં નિકાલ થાય તેવા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તાજેતરમાં એક જ દિવસમાં ૧ર૪ ફાઈલનો નિકાલ કરીને અરજદારોને રૃબરૃ બોલાવી સ્થળ પર હુકમો તથા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિધવા વૃદ્ધ સહાય, બી.પી.એલ. કાર્ડ, અંત્યોદય રેશન કાર્ડ, ઉજ્જવલા યોજનાના લાભાર્થીને સહાય, ઈ-ધરાના સુધારા ... વધુ વાંચો »

Jul 14, 2018
ભાટિયા તા. ૧૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા-બારાડી પંથક કલ્યાણપુર તાલુકામાં વીસથી પચ્ચીસ દિવસ વિતી જવા છતાં, વરસાદ ખેંચાઈ જતા અને કલ્યાણપુર તાલુકાના ભાટિયા, રાવલ, લાંબા, કલ્યાણપુર, નંદાણા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ વરસાદનો ઈંતેજાર લંબાતા આ વિસ્તારના ખેડૂતો અને લોકોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઈ છે. જુલાઈ માસનું પખવાડિયું વિતવા આવ્યા છતાં વરસાદ નહીં થતા ધરતીપુત્રો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. રાજ્યભરમાં વરસાદ વરસવા છતાં બારાડી પંથકમાં ચોમાસામાં બફારાનું વાતાવરણ રહેવા છતાં વરસાદ ન ... વધુ વાંચો »

Jul 14, 2018
ખંભાળિયા તા. ૧૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬૯ મા વન મહોત્સવ અંતર્ગત અને ઘનિષ્ઠ વનિકરણ ઝુંબેશ-ર૦૧૮ અન્વયે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તે હેતુથી ઘનિષ્ઠ વનિકરણ ઝુંબેશના આયોજન બાબતે ઈન્ચા. કલેક્ટર આર.આર. રાવલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. દેવભૂમિ દ્વારકામાં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કલ્યાણપુર તાલુકામાં કરવામાં આવશે. આ ઉજવણી દરમિયાન જિલ્લાના ગામોમાં વૃક્ષરથ ફરશે અને વૃક્ષોનું વિતરણ કરશે. કલેક્ટર રાવલે દરેક કચેરીઓને રોપાઓનો ટાર્ગેટ આપી લક્ષ્યાંક પૂર્ણ કરવા તેમજ જિલ્લામાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તેવા ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ જામનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા એનસીઈઆરટી આધારીત ધોરણ ૪ ના નવા અભ્યાસક્રમના ગણિત વિષયની શિક્ષક સજ્જતા તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દરેડમાં યોજવામાં આવી હતી. આ તાલીમમાં જામનગર તાલુકાની તમામ શાળાના ધોરણ ૪ ના આશરે ર૦૦ જેટલા શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લધો હતો. આ તાલીમમાં ઓન એર તથા ઓફ એર એમ બન્ને પ્રકારના શેસન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં જીસીઈઆરટી-ગાંધીનગર દ્વારા ઓન એર માર્ગદર્શન આપવામાં ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ રેલ પ્રવાસીઓની સુવિધા માટે જામનગર, હાપા-કટરા (સિંધુ એક્સપ્રેસ) ટ્રેનમાં વધારાનો એક થર્ડ એસી કોચ જોડવામાં આવશે. ૧ર૪૭પ/૭૬ હાપા-શ્રી માતા વૈષ્ણવદેવી કટરા એક્સપ્રેસ ટ્રેનમાં ૧ર નવેમ્બરથી કટરાથી તથા ૧૪ નવેમ્બરથી હાપાથી તેમજ ૧ર૪૭૭/૭૮ જામનગર-શ્રી માતા વૈષ્ણવદેવી (કટરા) સિંધુ એક્સપ્રેસમાં ૧૧ નવેમ્બરથી કટરાથી અને ૧૩ નવેમ્બરથી જામનગરથી એક થર્ડ એસી કોચ કાયમી ધોરણે જોડવામાં આવશે, જો કે તેની સામે એક સ્લિપર કોચ ઓછો કરવામાં આવશે. આમ રેલવે સામાન્ય વર્ગના મુસાફરની સુવિધામાં કાપ મૂકશે ... વધુ વાંચો »

Jul 14, 2018
ખંભાળિયા તા. ૧૪ઃ ખંભાળિયા સ્થિત કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર રાવલની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓને ઓરી અને રૃબેલા વેકસીકરણ અંગે પ્રેઝન્ટેશન દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતાં. તા. ૧૬ જુલાઈથી શરૃ થતા ઓરી અને રૃબેલા રસીકરણના અભિયાનમાં લોકોને સહયોગ આપવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ જામનગર મહાનગરપાલિકાના વિદ્વાન ઈજનેરોએ ઓવરબ્રીજ બનાવ્યો, તાજેતરમાં તેનું લોકાર્પણ પણ કરાયું હતું હે આ પૂલમાં લાઈટ સુવિધા માટે લાખોનો ધૂમાડો કરવામાં આવી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગઈકાલે સુભાષ જોષીના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં મેયર, કમિશનર, ડેપ્યુટી મેયર અને કમિટીના ૧૧ સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. જામનગરમાં તાજેતરમાં બેડેશ્વર માર્ગે રૃપિયા રપ કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા ઓવરબ્રીજ ઉપરાંત ગુલાબનગર ઓવરબ્રીજમાં લાઈટીંગની સુવિધા રૃપિયા ૩૦ લાખ પ૯ ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ જામનગરના એક વ્યક્તિએ ઓનલાઈન ફોન ખરીદ્યા પછી તેમાં થયેલી ક્ષતિ બદલ ફોનની રકમ પરત મેળવવા ફોરમમાં વિક્રેતા પેઢી સામે ફરિયાદ નોંધાવી હતી. ફોરમે પેઢી સામેની ફરિયાદ રદ્દ કરી સર્વિસ સ્ટેશને તે મોબાઈલ રીપેર કરી આપવાનો હુકમ કર્યો છે. જામનગરના રવિ એસ. કનખરાએ તામીલનાડુની ડબલ્યુએસ રીટેકલ સર્વિસ પ્રા.લિ.પાસેથી એલ-ઈ-ટીવી કંપનીનો મોબાઈલ ઓનલાઈન ખરીદ્યા પછી મોબાઈલમાં ખામી સર્જાતા તેઓને રાજકોટમાં આવેલા કંપનીના સર્વિસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. રવિએ ત્યાં સંપર્ક ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ જામનગરની એક પેઢીએ ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટર સામે ૧૮ વર્ષ પહેલા રૃા. ૩૦ લાખના ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. અદાલતે આ રકમ વ્યાજ સાથે ચૂકવી આપતા કોન્ટ્રાક્ટરને હુકમ કર્યો છે. જામનગરની લાલા સેન્ટરી વેર્સ નામની પેઢીવાળા લલીત પટેલ પાસેથી મોટી ખાવડીમાં બિલ્ડીંગનો કોન્ટ્રાક્ટ રાખનાર નવીન પ્રોજેક્ટ લિ.ના એમ.ડી. નવીન કોહલીએ માલ ઉધાર મંગાવ્યા પછી રૃા. ૩૦ લાખનો ચેક આપ્યો તો. તે ચેક તા. ર૯-૯-૧૯૯૮ ના દિને સ્ટોપ પેમેન્ટના શેરા સાથે પરત ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ જામનગર મહાપાલિકાના મેયર હસમુખભાઈ જેઠવાના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડમાં મિઝલ્સ (ઓરી) અને રૃબેલા (નૂરબીબી) રસીકરણ અભિયાનના ભાગરૃપે પદાધિકારીઓ અને નગરસેવકો માટે વર્કશોપ યોજાઈ હતી. વર્કશોપમાં મિઝલ્સ (ઓરી) અને રૃબેલા (નૂરબીબી) રસીકરણ એક રાષ્ટ્રવ્યાપી અભિયાન હેઠળ ઓરી અને રૃબેલા (એમ.આર.) ની રસી શાળાઓ અને આંગણવાડી તથા સરકારી દવાખાનામાં આપવાની રૃપરેખા નક્કી કરવામાં આવી હતી. નિયમિત રસીકરણના ભાગરૃપે આપવામાં આવતા આ અભિયાન હેઠળ શહેરના ૯ માસ થી ૧પ વર્ષ સુધીના વયજુથના બાળકોને રસી મૂકવામાં આવશે. ઓરી ... વધુ વાંચો »

Jul 14, 2018
ખંભાળિયા તા. ૧૪ઃ કેન્દ્ર તેમજ રાજ્યની વિવિધલક્ષી વ્યક્તિગત તથા સામૂહિક યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, ગ્રામિણ આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, ડીંકીંગ વોટર પ્રોગ્રામ, ફસલ વીમા યોજના, નેશનલ હેલ્થ મીશન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સર્વ શિક્ષા અભિયાન, કૌશલ વિકાસ યોજના, ડિજિટલ ઈન્ડિયા વગેરે જેવી લોકઉપયોગી યોજનાઓની કામગીરીનું અમલીકરણ  જિલ્લામાં અસરકારક રીતે થાય અને આ તમામ યોજનાઓની કામગીરીની સમિક્ષા ગંભીરતાપૂર્વક થાય તે માટે ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન અને મોનિટરીંગ કમિટીની રચના કરી તેની સમિક્ષા બેઠક યોજવામાં આવે ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ સરકાર દ્વારા આગામી ૧૬ જુલાઈથી મિઝલ્સ અને રૃબેલા રસીકરણ અભિયાન કેમ્પેઈન મોડમાં શરૃ કરવામાં આવશે. જે અભિયાન અંતર્ગત જામનગરમાં ૯ માસથી ૧પ વર્ષ સુધીના તમામ બાળકો આ રસીથી વંચિત રહી ન જાય તે હેતુથી જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા અલગ-અલગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બેડી વિસ્તારમાં સલીમ બાપુના મદ્રેશામાં કોમ્યુનિટી હોલના  વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ જમાતના તમામ આગેવાનો, મૌલવીઓ, ઈમામ સાહેબો ઉપસ્થિત રહ્યા હતાં. સલીમ બાપુ દ્વારા ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા સમાજમાં શિક્ષણનું સ્તર અને ગુણવત્તા વધે તે હેતુથી શિષ્યવૃત્તિનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ વિધવા માતાના પુત્ર કે પુત્રી જેઓ કોઈપણ માન્યતા પ્રાપ્ત શિક્ષણ સંસ્થામાં અભ્યાસ કરતા હોય એમને કમલાબેન ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા આગળ અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ વિધવા માતાના પુત્ર અથવા પુત્રી માટે જ છે. આગલા ધોરણનું પરિણામ આવી ગયા પછી જે તે વિદ્યાશાખામાં પ્રવેશ મળી ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ જામનગરના દિ. પ્લોટ વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા રાજેન્દ્રભાઈ ચંદ્રકાંત કનખરાએ પોતાની જીજે-૧૦-ટીએક્સ ૯૪૪૪ નંબરની બસ ગયા સોમવારની રાત્રે શરૃ સેકશન રોડ પર આવેલી મોદી સ્કૂલ પાસે રખાવી હતી. આ બસમાંથી બુધવારની સવાર સુધીમાં કોઈ શખ્સ રૃા.૧પ હજારની કિંમતનું સ્પેર વ્હીલ કાઢી જતાં રાજેન્દ્રભાઈએ ફરિયાદ નોંધાવી છે. વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ જામનગરના જેકુરબેન સોની કન્યા વિદ્યાલયમાં ત્રણ દિવસ માટે વિવિધ ધોરણોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના વાલીઓ સાથે મિટીંગ યોજવામાં આવી હતી. આ મિટીંગમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે શાળામાં કરવામાં આવતી પ્રવૃત્તિઓની જાણકારી આપવામાં આવી હતી. મિઝલ્સ રૃબેલા રસીકરણ અંગે જાગૃતિ કેળવી બાળકોને રસી મુકાવા અનુરોધ કરવામાં આવ્યો હતો. બાળકોના ડર્મેટોગ્લીફીક્સ મલ્ટીપલ ઈન્ટેલીજન્સ એનાલીસીસ ટેસ્ટ અંગે જાણકારી આપી હતી. શાળાના આચાર્ય તથા તેમની સમગ્ર ટીમે ઓડીયો, વિડીયો સાથે માર્ગદર્શન આપ્યું હતું. વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ જામનગર મહિલા સહકારી બેંક લી. દ્વારા સન્માન સમારંભનું આયોજન તા. ૨૧-૦૭-૨૦૧૮ના સાંજે ૫ થી ૭ વાગ્યા દરમ્યાન માણેક સેન્ટર, પી.એન.માર્ગ, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં બેંકના સભાસદોના ધો.૧ થી ૧૨ માં અભ્યાસ કરતા તેજસ્વી સંતાનોને સન્માનિત કરવામાં આવશે. ફોર્મ મેળવવવા તથા પરત કરાવા માટે તા. ૧૯-૦૭-૨૦૧૮ સુધીમાં સવારે ૧૦ઃ૩૦ થી સાંજના ૫ વાગ્યા દરમ્યાન હેડ ઓફિસ, માણેક સેન્ટર, પી.એન.માર્ગ દરબાગઢ શાખા, શાક માર્કેટ પાસે, અથવા રણજીતનગર શાખા, પટેલ સમાજ પાસે, જામનગરનો સંપર્ક કરવો. વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ જામનગરના ઓશવાળ શિક્ષણ રાહત સંઘ સંચાલિત ઓશવાળ ઈંગ્લીશ એકેડમી તથા જામનગર ડિસ્ટ્રીક્ટ એસો. દ્વારા ઓપન જામનગર યુ-૧૭ રનિંગ શિલ્ડ ચેસ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ રનિંગ શિલ્ડ સ્પર્ધામાં નેહા ભદ્રાએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો તથા અંજલી સોની, ઉદિત સંઘવી, જતિન પંડ્યા પણ વિજેતા થયા હતાં. સ્પર્ધાના આર્બીટર પંકજભાઈ ગણાત્રા તથા નિશાંત સોમૈયાએ કોમ્પયુટર દ્વારા પાંચ રાઉન્ડના ડ્રો કરી આપ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન કમલેશભાઈ હિંશુ, સફી અહેમદ કુક્કડે કર્યું હતું. આ પ્રસંગે શાળાના કન્વિનર ... વધુ વાંચો »

Jul 14, 2018
મુંબઈ તા. ૧૪ઃ સરકારે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્યમાં મલ્ટિપ્લેક્સમાં ખાદ્યપદાર્થોની સરખી એમઆરપીનો કેન્દ્ર સરકારનો કાયદો પહેલી ઓગસ્ટથી લાગુ થશે, તે ઉપરાંત  બહારથી ખાદ્ય પદાર્થો લઈ જવાની મનાઈ પણ થિયેટર સંચાલકો ફરમાવી નહી શકે. મલ્ટિપ્લેક્સની મોંઘીદાટ ટિકિટો સાથે અહીં વેંચાતા ખાદ્યપદાર્થોના ઊંચા ભાવ લઈને લૂંટ ચલાવાતી હોય છે. આ મામલે રાજ્ય સરકારે કરેલી જાહેરાત આ સૌ માટે મોટી રાહત સાબિત થશે. વિધાન પરિષદમાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન રવિન્દ્ર ચવ્હાણે જણાવ્યું હતું કે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા જતા દર્શકો પોતાની સાથે બહારના ખાદ્યપદાર્થો લઈ જઈ શકે છે. જો કોઈ આમ કરતા રોકે તો ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ કેન્દ્રિય પુરાતત્ત્વ વિભાગે ઐતિહાસિક સ્મારકોમાં ફોટોગ્રાફી પરથી પ્રતિબંધ હટાવતા હવે દ્વારકાના જગતમંદિરમાં પણ ફોટોગ્રાફી કરવાની છૂટ મળી જશે, પરંતુ મોબાઈલ સેલફોન કદાચ પ્રતિબંધિત પણ રહી શકે છે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુરાતત્ત્વ વિભાગની એક ઈમારતનું ઉદ્ઘાટન કર્યા પછી પુરાતત્ત્વ આરક્ષિત સ્મારકોની ફોટોગ્રાફી પર પ્રતિબંધ અંગે સવાલ ઊઠાવ્યો હતો. તેના થોડા કલાકો પછી કન્દ્રિય મંત્રી મહેશ શર્માએ ટ્વિટ કરીને લખ્યું કે વડાપ્રધાનના વિઝનથી પ્રભાવિત થઈને કેન્દ્રિય સંરક્ષણ ધરાવતી ઐતિહાસિક ઈમારતોની ફોટોગ્રાફી પરથી પ્રતિબંધ હટાવી દેવાયો છે. માત્ર અજન્તા ગૂફાઓ, લેહમહલ અને તાજમહાલના મકબરા પર આ પ્રતિબંધ યથાવત્ રહેશે. ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ ખંભાળિયાના યોગેશ્વરનગરમાં ગઈકાલે સાંજે પોલીસે દરોડો પાડી એક મકાનમાં નાલ લઈ જુગાર રમાડતા એક તથા જુગાર રમતા પાંચ મહિલાઓને પકડી પાડયા છે. પટમાંથી રૃા.અડધા લાખની મત્તા ઝબ્બે લેવામાં આવી છે. ખંભાળિયાના યોગેશ્વરનગરમાં આવેલા એક મકાનમાં કેટલીક મહિલાઓ એકત્રિત થઈ જુગાર રમતી હોવાની બાતમી ગઈકાલે સાંજે પોલીસને મળતા ખંભાળિયા પોલીસ સ્ટેશનનો કાફલો યોગેશ્વરનગરમાં રાજપૂત સમાજની વાડી પાસે આવેલા મુમતાઝબેન મામદભાઈ પઠાણના મકાનમાં ત્રાટક્યો હતો. આ મકાનમાં મુમતાઝબેન બહારથી અન્ય મહિલાઓને બોલાવી તેઓની પાસેથી નાલ ઉઘરાવી ગંજીપાના વડે જુગાર રમાડતા મળી આવ્યા હતા. જ્યારે ગંજીપાના કૂટી રહેલા ગીતાબેન શાંતિલાલ ... વધુ વાંચો »

Jul 14, 2018
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ...' એ પંક્તિ દર વર્ષે પૂ. બા ની પુણ્યતિથિના દિવસે અમારા હૃદયમાં મમત્વના સ્પંદનો ઊભી કરે છે. ઘેઘૂર વડલા જેવા અમારા પરિવારને જીવનભર સિંચનાર અને સદાય હસતા મૂખે પરિવારની જીવનયાત્રાના દરેક તબક્કે હૂંફ આપનાર પૂ. બા ને ક્યારેય વિસરી શકાય નહીં. આજે પણ તેઓની મમતા અમારા પર આભમાંથી વરસી રહી હોય, તેવો આભાસ થાય છે. આ અનુભૂતિ અમને હંમેશાં પ્રેરણા આપતી રહી છે. 'નોબત'ની વિકાસયાત્રા તથા 'નોબત' પરિવારની વ્યાપક્તામાં પૂ. બા નો હૂંફાળો સહયોગ, પૂરક પરિશ્રમ અને સંસ્કારના સિંચનનો સિંહફાળો રહ્યો છે. અમારા પિતા સ્વ. રતિલાલ માધવાણીને જીવનપર્યંત અડગ સહયોગ ઉપરાંત સમગ્ર પરિવારને પ્રેરણા ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ હાલારમાં ગઈકાલે કેટલાક તાલુકા મથકમાં અડધાથી પોણા ઈંચ જેટલો વરસાદ થયો હતો જ્યારે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં એકથી દોઢ ઈંચ જેટલો સારો વરસાદ થયો છે, જો કે હજુ સમગ્ર હાલારમાં લોકો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. તેની સામે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હજુ સારો વરસાદ થયો નથી, પરંતુ ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે કાલાવડમાં બપોરે ર૧ મી.મી. અને જામજોધપુરમાં પણ ર૧ મી.મી. જેટલો વરસાદ થયો હતો. તેવી જ રીતે ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડમાં ... વધુ વાંચો »

Jul 14, 2018
રાજકોટ તા.૧૪ ઃ પાટીદારોના પ્રતિક એવા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખપદેથી પરેશભાઈ ગજેરાએ રાજીનામું આપી દીધું છે અને નરેશભાઈ પટેલે ફરીથી પ્રમુખપદ સંભાળી લીધું હોવાના અહેવાલો આવી રહ્યા છે. ટ્રસ્ટની બેઠકમાં નરેશ પટેલને પ્રમુખપદ સોંપવાનો નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો જણાવે છે. મીડિયા અહેવાલો મુજબ ટ્રસ્ટમાં ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હોવાના અહેવાલો આવતા હતાં. જે હવે સપાટી પર આવ્યાં છે. ગજેરાએ અચાનક રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યાં છે. હાલમાં કાગવડમાં ટ્રસ્ટની બેઠક ચાલી રહી છે, બેઠક પુરી થયા પછી આ અંગેની સત્તાવાર જાહેરાત થશે, તેમ સૂત્રોએ જણાવ્યું છે. વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ જામનગરના એરફોર્સ રોડ પર આવેલા સેનાનગરમાં એક નરાધમે પોતાના ઘરે ટયૂશનમાં આવતી બાળા સાથે અડપલા કરી જાતીય સતામણી કરતા તેની સામે ફરિયાદ નોંધાવાઈ છે. આ પ્રકારના વધતા જતા બનાવોથી સમાજમાં ચિંતા પ્રસરી છે. જામનગરના એરફોર્સ રોડ પર આવેલા સેનાનગર પાસે વસવાટ કરતા એક પરિવારની સગીર પુત્રી નજીકમાં જ એરફોર્સ રોડ પર વસવાટ કરતા અને ઘરમાં ટયૂશન કલાસ ચલાવતા અજય પ્રતાપસિંહ નામના શખ્સને ત્યાં ટયૂશનમાં જતી હતી. આ બાળકી ગયા મંગળવારે ટયૂશનમાં ગઈ ત્યારે આખા કલાસમાં કોઈ ન હતું તેથી આ બાળકીની એકલતાનો લાભ લઈ અજય પ્રતાપસિંહએ તે ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ જામનગરના દિગ્જામ સર્કલ પાસે ગઈકાલે એક યુવાન પર કુખ્યાત શખ્સે છરી વડે હુમલો કર્યાે હતો. ભોગ બનનારની બહેનને આ શખ્સે ગાળો ભાંડયા પછી સમાધાન માટે બોલાવી હુમલો કરાયાની ફરિયાદ નોંધાવાઈ છે. જામનગરના દિગ્જામ વુલન મીલ વિસ્તારમાં આવેલા ગાયત્રીનગર પાસે રહેતા ઘનશ્યામસિંહ ધીરૃભા જાડેજા ગઈકાલે રાત્રે એક વાગ્યે દિગ્જામ સર્કલ પાસે આવેલી હોટલ નજીક આવ્યા હતા. આ વેળાએ તેઓને મહેન્દ્રસિંહ લગધીરસિંહ સોઢા ઉર્ફે મેંદિયા સાથે બોલાચાલી થતા મહેન્દ્રસિંહએ થપ્પડો મારી પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી હતી. આ વેળાએ વિંઝાયેલી છરીનો ઘા ચૂકવવા માટે ઘનશ્યામસિંહએ હાથ આડો નાખતા ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ લાલપુરના સેતાલુસમાં એલસીબીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી જુગારનો અખાડો પકડી પાડયો છે. નાલ લઈ જુગાર રમાડતો એક અને જુગાર રમતા પાંચ શખ્સો પકડાઈ ગયા છે. મોટર સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં આવેલા એક મકાનમાં કેટલાક શખ્સો એકઠા થઈ મકાન માલિકને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી એલસીબીના પ્રતાપ ખાચર, દિલીપ તલાવડિયાને મળતા પીઆઈ આર.એ. ડોડિયાના માર્ગદર્શન હેઠળ એલસીબીનો કાફલો દરોડા માટે ધસી ગયો હતો. સેતાલુસમાં આવેલા કોળીવાસ સ્થિત બાબુભાઈ છગનભાઈ મકવાણાના મકાનમાં દરોડો પાડવામાં આવતા ત્યાં બાબુને નાલ આપી ગંજીપાના ... વધુ વાંચો »

Jul 14, 2018
અમદાવાદ તા.૧૪ ઃ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ હવે લોકસભાની ચૂંટણી લડશે તેવી અટકળો થઈ રહી છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. રાજ્યસભાની ચૂંટણી વખતે મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડી દીધી હતી અને તેમનું ભાજપમાં જવાનું લગભગ નિશ્ચિત છે. લોકસભાની ચૂંટણી માથે તોળાઈ રહી છે ત્યારે ભાજપે વધુ એક ઘા કરીને મહેન્દ્રસિંહ વાઘેલાને પોતાનામાં સમાવી લીધા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતુંં અને પત્રકાર પરિષદમાં આ અંગેની સત્તાવાર જાહેરાત પણ કરી ... વધુ વાંચો »

Jul 14, 2018
નવી દિલ્હી તા. ૧૪ઃ લોકસભાની ચૂંટણી પહેલા જ રામમંદિરના નિર્માણનું કાર્ય શરૃ થઈ જશે, તેવું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું હોવાનું ભાજપની રાષ્ટ્રીય કારોબારીના અધ્યક્ષ પી. શેખરે પત્રકારોને જણાવ્યું હતું તો બીજી તરફ ભાજપના તેલંગણાના ધારાસભ્યે આને વ્યક્તિગત મંતવ્ય ગણાવતા વિવાદ ગરમાયો છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને ઊઠી રહેલી અટકળો ઉપર ભાજપના અધ્યક્ષ અમિત શાહે વિરામ લગાવી દીધો છે. હૈદરાબાદમાં પક્ષના નેતાઓ સાથેની બેઠકોમાં શાહે કહ્યું હતું કે ર૦૧૯ ની લોકસભાની ચૂંટણી પહેલા રામ મંદિરનું નિર્માણ શરૃ થઈ જશે. અમિત શાહના આ દાવાથી અયોધ્યાને લઈને રાજકારણ ફરી એક વખત ગરમી પકડશે ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ જામનગરના નર્મદા સર્કલ પાસે ગઈકાલે બપોરે એક પ્રૌઢના હાથમાંથી ચાલુ રિક્ષાએ મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કરાયાની પોલીસે બે શખ્સોને આ ગુન્હામાં પકડી પાડયા છે. જામનગરની મુરલીધર સોસાયટીમાં રહેતા ડેનીયલ આનંદરાય ગવઈ (ઉ.વ.૬૦) ગઈકાલે બપોરે નર્મદા સર્કલ પાસેથી એક રિક્ષામાં પસાર થતા હતા ત્યારે અચાનક ધસી આવેલા બે શખ્સોએ ડેનીયલના હાથમાં રહેલા મોબાઈલને ઝૂંટવવા માટે તરાપ મારી હતી. આ વેળાએ જ ડેનીયલ ગવઈની નજર પડી જતાં તેઓએ હાથ પાછો ખેંચતા અને આ શખ્સોની તરાપથી મોબાઈલ હાથમાંથી છટકી રોડ પર પડી ગયો હતો આથી બન્ને શખ્સો નાસી છૂટયા હતા. આ ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ 'જાડા' દ્વારા ટીપી સ્કીમોની અલમવારીમાં શંકાસ્પદ નિષ્ફળતાથી જામનગર શહેરનો ચોમેર વિકાસ રૃંધાઈ રહ્યો છે, જેમાં રાજકીય પીઠબળના જોરે કેટલાક ભૂમાફિયાઓની ટીપી સ્કીમની અમલમાં ભૂમિકા કારણભૂત છે, તેવા સવાલો ઊઠી રહ્યા છે. જામનગરના ચોમેર વિકાસને 'જાડા'ની ટીપી સ્કીમની ઘોર બેદરકારી, નિષ્ક્રિયતા અને અમલવારીમાં નિષ્ફળતાએ રૃંધી નાંખ્યો છે. જામનગરમાં જાડા દ્વારા છેલ્લા વીસવીસ વરસથી ટીપી સ્કીમો પ્રમાણેનો કોઈ કરતા કોઈ વિકાસ નહીં થવાના કારણે જામનગર એક સીમિત વર્તુળમાં જ રૃંધાયેલું રહ્યું છે. રાજકીય પીઠબળથી કેટલાક ભૂમાફિયાઓ એક પણ ટીપી સ્કીમનો અમલ થવા દેતા નથી તેવું ઉગ્ર રોષ સાથે ચર્ચાઈ રહ્યું છે. વધુ વાંચો »

Jul 14, 2018
અમદાવાદ તા. ૧૪ઃ અમદાવાદમાં  ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ ભારે ભક્તિભાવથી જોડાયા છે. દેશમાં પુરી બાદ બીજી સૌથી મોટી અને મહત્વપર્ણ ગણાતી ભગવાન જગન્નાથની ૧૪૧મી રથયાત્રા આજે સવારે નીકળી હતી. જગતના નાથ  જગન્નાથ પોતે બહેન સુભદ્રા અને ભાઇ બલરામની સાથે સવારે સાત વાગે નગર ભ્રમણ પર નીકળ્યા હતા. હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વખત રથયાત્રા નીકળી છે. આ વખતે કેટલીક બાબત પ્રથમ વખત જોવા મળી રહી છે. ભગવાન જગન્નાથ ૧૩ કલાક માટે નગર પરિભ્રમણ પર નીકળ્યા બાદ જુદા જુદા રૃટ પર તેમના સ્વાગત અને દર્શન માટે શ્રદ્ધાળુઓ પડાપડી કરતા ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ જામનગરના એક વ્યક્તિએ ઓનલાઈન ફોન ખરીદ્યા પછી તેમાં થયેલી ક્ષતિ બદલ ફોનની રકમ પરત મેળવવા ફોરમમાં વિક્રેતા પેઢી સામે ફરિયાદ નોંધાવી હતી. ફોરમે પેઢી સામેની ફરિયાદ રદ્દ કરી સર્વિસ સ્ટેશને તે મોબાઈલ રીપેર કરી આપવાનો હુકમ કર્યો છે. જામનગરના રવિ એસ. કનખરાએ તામીલનાડુની ડબલ્યુએસ રીટેકલ સર્વિસ પ્રા.લિ.પાસેથી એલ-ઈ-ટીવી કંપનીનો મોબાઈલ ઓનલાઈન ખરીદ્યા પછી મોબાઈલમાં ખામી સર્જાતા તેઓને રાજકોટમાં આવેલા કંપનીના સર્વિસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. રવિએ ત્યાં સંપર્ક કરતા પ્રત્યુત્તર મળ્યો ન હતો. આથી તેઓએ મોબાઈલની કિંમત પરત મેળવવા માંગણી કરી હતી. આ બાબતે તામીલનાડુની ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ જામનગરની એક પેઢીએ ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટર સામે ૧૮ વર્ષ પહેલા રૃા. ૩૦ લાખના ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. અદાલતે આ રકમ વ્યાજ સાથે ચૂકવી આપતા કોન્ટ્રાક્ટરને હુકમ કર્યો છે. જામનગરની લાલા સેન્ટરી વેર્સ નામની પેઢીવાળા લલીત પટેલ પાસેથી મોટી ખાવડીમાં બિલ્ડીંગનો કોન્ટ્રાક્ટ રાખનાર નવીન પ્રોજેક્ટ લિ.ના એમ.ડી. નવીન કોહલીએ માલ ઉધાર મંગાવ્યા પછી રૃા. ૩૦ લાખનો ચેક આપ્યો તો. તે ચેક તા. ર૯-૯-૧૯૯૮ ના દિને સ્ટોપ પેમેન્ટના શેરા સાથે પરત ફરતા લલીતભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારપછી દિવાની અદાલતમાં તેઓએ વર્ષ ર૦૦૦ માં સમરી સ્યુટ દાખલ કરી ... વધુ વાંચો »

Jul 14, 2018
મોસ્કો તા. ૧૪ઃ કરોડો ફૂટબોલ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા હતા તે ફીફા વર્લ્ડ કપની ફાઇનલ મેચ આવતીકાલે ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે રમાનાર છે. બન્ને ટીમો એકબીજાને પછડાટ આપવા માટે સજ્જ દેખાઇ રહી છે. અનેક ંમોટા અપસેટ સર્જીને બન્ને ટીમો ફાઇનલમાં પહોંચી છે. આ વખતે કોણ ચેમ્પિયન બનશે તેના પર હવે તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. તે પહેલા ૧૦મી જુલાઇના દિવસે  સેન્ટ પીટર્સબર્ગમાં રમાયેલી સેમીફાઇનલ મેચમાં ફ્રાન્સે બેલ્જિયમ પર ૧-૦થી જીત મેળવીને ફાઇનલમાં કુચ કરી હતી. આની સાથે જ ફ્રાન્ની ટીમ ત્રીજી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં કુચ કરી હતી. મેચમાં એકમાત્ર ગોલ ઉમટિટી એ ૫૧મી મિનિટમાં કર્યો હતો. ફ્રાન્સની ટીમ ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ જામનગરથી દોઢ મહિના પહેલા સફેદ કોલસાનો જથ્થો ભરી રવાના થયેલા ટ્રકચાલકે ઉપરોક્ત જથ્થો બારોબાર વેચી નાખતા ટ્રાન્સપોર્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં વસવાટ કરતા અને ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય કરતા અમિતભાઈ હરેન્દ્રભાઈ પોબારૃના જીજે-૧૦-ઝેડ ૫૬૭૯ નંબરના ટ્રકમાં તેઓએ ગઈ તા.રપ મેના દિને બેડેશ્વરમાં આવેલા સિદ્ધિ વિનાયક એગ્રો નામના કારખાનેથી બાયો માસ બ્રિકેટ (સફેદ કોલસા)નો ૨૩૨૯૦ કિ.ગ્રામ વજનનો જથ્થો સેલવાસ માટે રવાના કર્યાે હતો. ઉપરોક્ત ટ્રક લઈને જામનગરનો રવિ રાણાભાઈ કોળી નામનો શખ્સ રવાના થયા પછી ઉપરોક્ત માલ ગઈકાલ સુધી સેલવાસ નહીં પહોંચતા અમિતભાઈએ તપાસ કરી હતી,  ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ જામનગર નજીકના હાપામાં આવેલી સરકારી શાળાનો એક વિદ્યાર્થી ગઈકાલે બપોરે રમતા રમતા પડી ગયા પછી બેશુદ્ધ બની જતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. જામનગર નજીકના હાપાની જયોતિ સોસાયટીમાં રહેતા ધનજીભાઈ મંગાભાઈ ઝીંઝુવાડિયા નામના કોળી પ્રૌઢનો પુત્ર મિત (ઉ.વ.૧૪) ગઈકાલે પોતાના નિત્યક્રમ મુજબ હાપાની રેલવે કોલોનીમાં આવેલી સરકારી શાળાએ અભ્યાસાર્થે ગયો હતો. આ વેળાએ બપોરે સાડા અગિયારેક વાગ્યે મિત અન્ય બાળકો સાથે શાળાના દરવાજા પાસે રમતો હતો ત્યારે દોડાદોડીમાં મિત લપસી પડતા બેભાન બની ગયો હતો, સાથે રમી ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ લાલપુરના ગાગવાધાર ગામ પાસેથી ગઈકાલે પોલીસે મોટી ખાવડીના શખ્સને ચાર અંગ્રેજી શરાબની બોટલ સાથે ઝડપી લીધો છે. લાલપુર તાલુકાના ગાગવાધાર ગામ પાસે ગઈકાલે બપોરે મેઘપર પોલીસ સ્ટેશનના હે.કો. માંડણભાઈ વસરા તથા અન્ય સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન ત્યાંથી પસાર થયેલા જીજે-૧૦-સીઆર ૬૬૨૧ નંબરના મોટરસાયકલને શકના આધારે રોકવામાં આવ્યું હતું. આ વાહનમાં જઈ રહેલા મોટી ખાવડી ગામના ઘનશ્યામસિંહ ગુમાનસિંહ જાડેજા નામના શખ્સની તલાશી લેવાતા તેના કબજામાંથી અંગ્રેજી શરાબની ચાર બોટલ મળી આવી હતી. પોલીસે રૃા.ર હજારની બોટલ કબજે કરી આ શખ્સની ધરપકડ કરી છે. વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ જામનગર શહેર તેમજ લાલપુર અને જામજોધપુરના તરસાઈમાં ગઈકાલે પોલીસે જુગારના ત્રણ દરોડા પાડી છ શખ્સો તેમજ કાયદાથી સંઘર્ષિત બે કિશોરને પકડી પાડયા છે. જ્યારે ત્રણ શખ્સો નાસી ગયા છે. લાલપુરની પ્રગટેશ્વર સોસાયટીમાં ગઈરાત્રે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં જાહેરમાં ગંજીપાનાથી રોનપોલીસ રમી પૈસાની હારજીત કરી રહેલા વલીમામદ ગુલમામદ કતિયાર, અશોક લખમણભાઈ ગામી નામના બે શખ્સો ઝડપાઈ ગયા હતા. જ્યારે પોલીસને જોઈને અસલમ નુરમામદ સંધી, હુસેન ડ્રાઈવર તથા સલેમાન ધુંધા નામના ત્રણ શખ્સો નાસી ગયા હતા. પોલીસે રૃા.૮૪૦ રોકડા પટમાંથી કબજે કર્યા છે અને નાસી ગયેલા શખ્સોની શોધ શરૃ ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ જામનગરના જીઆઈડીસી ફેસ-થ્રીમાં ગઈકાલે બપોરે ઈલેકટ્રીક બાઈક પર જતાં એક વૃદ્ધને ધસમસતા આવેલા કાળમુખા ટ્રકે ટક્કર મારતા આ વૃદ્ધની જિંદગી છીનવાઈ ગઈ છે. પોલીસે ટ્રકચાલક સામે ગુન્હો નોંધ્યો છે. જામનગરના આણદાબાવા ચકલા પાસે આવેલી ભાટની આંબલી નજીક રહેતા મહેન્દ્રભાઈ રસીકભાઈ સુતરિયા (ઉ.વ.૭ર) નામના વણિક વૃદ્ધ ગઈકાલે બપોરે એકાદ વાગ્યે પોતાના ઈલેકટ્રીક યો-બાઈક પર દરેડ જીઆઈડીસીમાં ગયા હતા. આ વૃદ્ધ જ્યારે ફેસ-થ્રીમાંથી પસાર થયા ત્યારે પૂરઝડપે ધસી આવેલા જીજે-૩-એઝેડ ૮૭૮૯ નંબરના એક ટ્રકે તેઓને ઠોકર મારતા મહેન્દ્રભાઈ જોશભેર રોડ પર પછડાયા હતા. આ અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ ખંભાળિયાના નાના આંબલા ગામના એક વૃદ્ધ પર તેણીની ભત્રીજીએ લીધેલા તલ્લાકના કારણે ગુસ્સે ભરાયેલા બે શખ્સોએ હુમલો કરી માર માર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામના હાજીભાઈ ઈશાભાઈ સંઘાર નામના સાંઈઠ વર્ષના સંધી વૃદ્ધ ગઈકાલે સવારે કરિયાણાવાળા કાસમભાઈની દુકાન પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓને આદમ હાજી ઉર્ફે કારા ગજણ તથા અલ્તાફ હાજી ગજણ નામના બે શખ્સોએ રોકી લઈ છરી તથા કુરદમ વડે હુમલો કરી બેફામ માર માર્યાે હતો ત્યાર પછી પતાવી દેવાની ધમકી આપી આ શખ્સો નાસી ગયા હતા. ઈજાગ્રસ્તને દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. વધુ વાંચો »

Jul 14, 2018
ભાટિયા તા. ૧૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા-બારાડી પંથક કલ્યાણપુર તાલુકામાં વીસથી પચ્ચીસ દિવસ વિતી જવા છતાં, વરસાદ ખેંચાઈ જતા અને કલ્યાણપુર તાલુકાના ભાટિયા, રાવલ, લાંબા, કલ્યાણપુર, નંદાણા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ વરસાદનો ઈંતેજાર લંબાતા આ વિસ્તારના ખેડૂતો અને લોકોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઈ છે. જુલાઈ માસનું પખવાડિયું વિતવા આવ્યા છતાં વરસાદ નહીં થતા ધરતીપુત્રો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. રાજ્યભરમાં વરસાદ વરસવા છતાં બારાડી પંથકમાં ચોમાસામાં બફારાનું વાતાવરણ રહેવા છતાં વરસાદ ન વરસતા પાણીની સમસ્યાનો પણ સામનો આ વિસ્તારના લોકોને કરવો પડી રહ્યો છે. આ પંથકમાં સારો વરસાદ થાય ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ જામનગર મહાનગરપાલિકાના વિદ્વાન ઈજનેરોએ ઓવરબ્રીજ બનાવ્યો, તાજેતરમાં તેનું લોકાર્પણ પણ કરાયું હતું હે આ પૂલમાં લાઈટ સુવિધા માટે લાખોનો ધૂમાડો કરવામાં આવી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગઈકાલે સુભાષ જોષીના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં મેયર, કમિશનર, ડેપ્યુટી મેયર અને કમિટીના ૧૧ સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. જામનગરમાં તાજેતરમાં બેડેશ્વર માર્ગે રૃપિયા રપ કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા ઓવરબ્રીજ ઉપરાંત ગુલાબનગર ઓવરબ્રીજમાં લાઈટીંગની સુવિધા રૃપિયા ૩૦ લાખ પ૯ હજારનું ખર્ચ કરવા આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. હકીકતે પૂલના નિર્માણમાં સમયે જ તમામ સુવિધાનો સમાવેશ ... વધુ વાંચો »

Jul 14, 2018
ભાટીયા તા. ૧૪ઃ કલ્યાણપુર તાલુકાના ભાટીયામાં વીજતંત્ર દ્વારા ધાંધીયા કરવામાં આવતા હોવાથી ગ્રામજનોએ સાથે મળીને દસ દિવસ પહેલાં મામલતદારને આવેદન પાઠવી જલદ આંદોલન કરવાની અને પીજીવીસીએલ કચેરીને તાળાબંધી-ગામબંધ કરવાની ચિમકી આપી હતી. મામલતદારને આવેદન પાઠવીને દસ દિવસનું અલ્ટીમેટમ આપ્યુ હતું. પરંતુ આંદોલનની ચિમકીથી સફાળા જાગેલા અધિકારીઓ કચેરીને તાળાબંધી-ગામ બંધ થાય તે પહેલાં જ ભાટીયા દોડી આવ્યા હતાં અને પંચાયત કચેરીએ બેઠક કરી સમસ્યાને નિવારવા ખાત્રી આપતા આંદોલન મોકુફ રાખવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાટીયામાં અગાઉ પાણીના મુદ્દે થયેલા આંદોલન તંત્ર માટે ભારે પડ્યું હતું. જેથી ફરીથી આવા આંદોલન ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પતિના અસહ્ય ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી લેતા તેણીના પિતાએ જમાઈ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપ્યાની ફરિયાદ નોંધાવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળના રાજપરા ગામના કાસમભાઈ અબ્દુલભાઈ ચાવડાએ પોતાની પુત્રી અફસાના (ઉ.વ.ર૬)ના નિકાહ ચારેક વર્ષ પહેલા જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી એકડેએક બાપુની દરગાહ પાસે રહેતા આરીફ નુરમામદ નોતિયાર સાથે કર્યા હતા. ત્યાર પછી અફસાનાબેનને પતિ આરીફ અવારનવાર મેણાટોણા મારી તું ગમતી નથી તેમ કહી કામ બાબતે મારકૂટ કરતો હતો જેની કેટલીક વખત અફસાનાબેને પોતાના પિયરમાં જાણ કરી હતી તે દરમ્યાન પતિએ ... વધુ વાંચો »

Jul 14, 2018
ખંભાળિયા તા. ૧૪ઃ ખંભાળિયા સ્થિત કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર રાવલની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓને ઓરી અને રૃબેલા વેકસીકરણ અંગે પ્રેઝન્ટેશન દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતાં. તા. ૧૬ જુલાઈથી શરૃ થતા ઓરી અને રૃબેલા રસીકરણના અભિયાનમાં લોકોને સહયોગ આપવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુ વાંચો »

Jul 14, 2018
ખંભાળિયા તા. ૧૪ઃ ખંભાળિયા મામલતદાર ચિંતન વૈષ્ણવ દ્વારા ખંભાળિયા તાલુકાના વિવિધ ગામોના લોકોને સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ધક્કા ન ખાવા પડે તેવી વ્યવસ્થાના ભાગરૃપે અરજદારોની ફાઈલોનો સામૂહિક રીતે એક જ દિવસમાં નિકાલ થાય તેવા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તાજેતરમાં એક જ દિવસમાં ૧ર૪ ફાઈલનો નિકાલ કરીને અરજદારોને રૃબરૃ બોલાવી સ્થળ પર હુકમો તથા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિધવા વૃદ્ધ સહાય, બી.પી.એલ. કાર્ડ, અંત્યોદય રેશન કાર્ડ, ઉજ્જવલા યોજનાના લાભાર્થીને સહાય, ઈ-ધરાના સુધારા હુકમો અને જમીનના વિવિધ પ્રકરણોની ૧ર૪ ફાઈલોનો નિકાલ એક જ દિવસમાં કરીને હુકમો સોંપવામાં આવ્યા હતાં. વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ જામનગરના શરૃ સેકશન રોડ પર બસમાંથી સ્પેર વ્હીલની ચોરી થયાના ગુન્હામાં પોલીસે આરોપીને પકડી પાડયો છે. જામનગરના શરૃ સેકશન રોડ પર આવેલી મોદી સ્કૂલ પાસે પડેલી એક બસમાંથી સ્પેર વ્હીલની ચોરી થયાની ફરિયાદ થયા પછી સિટી-બીના પીઆઈ કે.પી. જોષીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.બી. ઝાલા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન મયુરનગર નજીકના વામ્બે આવાસમાં રહેતા નાગદાન રામભાઈ અગરવચ્છા નામના શખ્સની આ ગુન્હામાં સંડોવણી હોવાનું ખૂલતા પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી જેમાં આ શખ્સે કબૂલાત આપી મુદ્દામાલ કાઢી આપ્યો છે. આ ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ રેલ પ્રવાસીઓની સુવિધા માટે જામનગર, હાપા-કટરા (સિંધુ એક્સપ્રેસ) ટ્રેનમાં વધારાનો એક થર્ડ એસી કોચ જોડવામાં આવશે. ૧ર૪૭પ/૭૬ હાપા-શ્રી માતા વૈષ્ણવદેવી કટરા એક્સપ્રેસ ટ્રેનમાં ૧ર નવેમ્બરથી કટરાથી તથા ૧૪ નવેમ્બરથી હાપાથી તેમજ ૧ર૪૭૭/૭૮ જામનગર-શ્રી માતા વૈષ્ણવદેવી (કટરા) સિંધુ એક્સપ્રેસમાં ૧૧ નવેમ્બરથી કટરાથી અને ૧૩ નવેમ્બરથી જામનગરથી એક થર્ડ એસી કોચ કાયમી ધોરણે જોડવામાં આવશે, જો કે તેની સામે એક સ્લિપર કોચ ઓછો કરવામાં આવશે. આમ રેલવે સામાન્ય વર્ગના મુસાફરની સુવિધામાં કાપ મૂકશે અને લક્ઝરી (એસી) કોચમાં મુસાફરી કરતા સમૃદ્ધ લોકોની સુવિધા વધારશે. વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ ઓખામંડળના આરંભડામાં રહેતા રિસામણે બેસેલા એક પરિણીતાના પુત્રને પતિ લઈ જતાં પુત્રના વિયોગમાં આ પરિણીતાએ ઝેરી પ્રવાહી પી લીધું છે. દ્વારકા તાલુકાના આરંભડામાં રહેતા કૌશલબેન અકબરભાઈ ચાવડા નામના ઓગણીસ વર્ષના પરિણીતાએ ગઈકાલે સવારે પોતાના પિતાના ઘરે ફિનાઈલ પી લેતા તેણીને સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવી છે. આ બાબતની પોલીસને જાણ કરવામાં આવતા દોડી ગયેલા જમાદાર જી.એ. ગોજિયાએ કૌશરબેનનું નિવેદન નોંધ્યું છે જેમાં તેણીએ જણાવ્યા મુજબ છેલ્લા એકાદ મહિનાથી તેણી પોતાના બે વર્ષના પુત્ર સાથે માવતરે રિસામણે આવ્યા છે તે દરમ્યાન થોડા દિવસ પહેલા પુત્રને તેણીનો પતિ ... વધુ વાંચો »

Jul 14, 2018
ખંભાળિયા તા. ૧૪ઃ કેન્દ્ર તેમજ રાજ્યની વિવિધલક્ષી વ્યક્તિગત તથા સામૂહિક યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, ગ્રામિણ આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, ડીંકીંગ વોટર પ્રોગ્રામ, ફસલ વીમા યોજના, નેશનલ હેલ્થ મીશન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સર્વ શિક્ષા અભિયાન, કૌશલ વિકાસ યોજના, ડિજિટલ ઈન્ડિયા વગેરે જેવી લોકઉપયોગી યોજનાઓની કામગીરીનું અમલીકરણ  જિલ્લામાં અસરકારક રીતે થાય અને આ તમામ યોજનાઓની કામગીરીની સમિક્ષા ગંભીરતાપૂર્વક થાય તે માટે ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન અને મોનિટરીંગ કમિટીની રચના કરી તેની સમિક્ષા બેઠક યોજવામાં આવે છે જેના અનુસંધાને ખંભાળિયાની કલેક્ટર કચેરીના સભાખંડમાં ઈન્ચા. કલેક્ટર આર.આર. રાવલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ સરકાર દ્વારા આગામી ૧૬ જુલાઈથી મિઝલ્સ અને રૃબેલા રસીકરણ અભિયાન કેમ્પેઈન મોડમાં શરૃ કરવામાં આવશે. જે અભિયાન અંતર્ગત જામનગરમાં ૯ માસથી ૧પ વર્ષ સુધીના તમામ બાળકો આ રસીથી વંચિત રહી ન જાય તે હેતુથી જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા અલગ-અલગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બેડી વિસ્તારમાં સલીમ બાપુના મદ્રેશામાં કોમ્યુનિટી હોલના  વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ જમાતના તમામ આગેવાનો, મૌલવીઓ, ઈમામ સાહેબો ઉપસ્થિત રહ્યા હતાં. સલીમ બાપુ દ્વારા તેઓના વિસ્તાર  દ્વારા તમામ લોકો ૯ થી ૧પ વર્ષની વય જુથના બાળકોને રસીકરણ કરાવે તેવી અપીલ કરવામાં આવી હતી તેમજ ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ જામનગરના સુભાષબ્રિજ તેમજ એસ.ટી. બસ ડેપો અને ખોડિયાર કોલોની રોડ પરથી બે મહિનામાં ત્રણ વાહનની ઉઠાંતરી થયાની ગઈકાલે પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જામનગરના કૃષ્ણનગરમાં આવેલી શક્તિનગર સોસાયટીમાં રહેતા ભાવિનભાઈ ધીરજલાલ કવૈયાએ પોતાનું જીજે-૧૦-એઈ ૯૭૦૮ નંબરનું હીરો મોટરસાયકલ ગઈ તા.૭ની બપોરે એસ.ટી. બસ ડેપો પાસે રાખ્યું હતું તે પછી બહારગામ ગયેલા ભાવિનભાઈ જ્યારે તા.૮ના રાત્રે પરત ફર્યા ત્યારે તેઓએ તે સ્થળે પોતાનું બાઈક ન જોતા આ વાહન ચોરાઈ ગયાની ગઈકાલે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરની પટેલ કોલોની શેરી નં.૭/એમાં રહેતા જીનેશભાઈ હરમુખરાય પટેલનંુ જીજે-૧૦-સીએસ ૫૭૨૦ ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ આજની જામનગર-તિરૃનવેલી ટ્રેન પેરીંગ રેઈક મોડો આવનાર હોવાના કારણે રદ કરવામાં આવી છે. ટ્રેન નંબર ૧૯૫૭૮ જામનગર-તિરૃનવેલી ટ્રેન આજે એટલે કે શનિવારના રાત્રે નવ વાગ્યે રવાના થનાર ટ્રેન રદ કરવામાં આવી છે. આ ટ્રેનનો પેરીંગ રેઈક મડગાંવ-હાપા ૧૨ કલાક મોડો આવનાર હોવાથી જામનગર-તિરૃનવેલી ટ્રેન રદ કરવામાં આવી છે. તેવી જ રીતે તા. ૧૬-૭-૧૮ તિરૃનવેલી-જામનગર ટ્રેનને પણ રદ કરવામાં આવી છે. વધુ વાંચો »

Jul 14, 2018
ખંભાળિયા તા. ૧૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬૯ મા વન મહોત્સવ અંતર્ગત અને ઘનિષ્ઠ વનિકરણ ઝુંબેશ-ર૦૧૮ અન્વયે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તે હેતુથી ઘનિષ્ઠ વનિકરણ ઝુંબેશના આયોજન બાબતે ઈન્ચા. કલેક્ટર આર.આર. રાવલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. દેવભૂમિ દ્વારકામાં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કલ્યાણપુર તાલુકામાં કરવામાં આવશે. આ ઉજવણી દરમિયાન જિલ્લાના ગામોમાં વૃક્ષરથ ફરશે અને વૃક્ષોનું વિતરણ કરશે. કલેક્ટર રાવલે દરેક કચેરીઓને રોપાઓનો ટાર્ગેટ આપી લક્ષ્યાંક પૂર્ણ કરવા તેમજ જિલ્લામાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું. વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ જામનગરના દિ. પ્લોટ વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા રાજેન્દ્રભાઈ ચંદ્રકાંત કનખરાએ પોતાની જીજે-૧૦-ટીએક્સ ૯૪૪૪ નંબરની બસ ગયા સોમવારની રાત્રે શરૃ સેકશન રોડ પર આવેલી મોદી સ્કૂલ પાસે રખાવી હતી. આ બસમાંથી બુધવારની સવાર સુધીમાં કોઈ શખ્સ રૃા.૧પ હજારની કિંમતનું સ્પેર વ્હીલ કાઢી જતાં રાજેન્દ્રભાઈએ ફરિયાદ નોંધાવી છે. વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ જામનગરના જેકુરબેન સોની કન્યા વિદ્યાલયમાં ત્રણ દિવસ માટે વિવિધ ધોરણોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના વાલીઓ સાથે મિટીંગ યોજવામાં આવી હતી. આ મિટીંગમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે શાળામાં કરવામાં આવતી પ્રવૃત્તિઓની જાણકારી આપવામાં આવી હતી. મિઝલ્સ રૃબેલા રસીકરણ અંગે જાગૃતિ કેળવી બાળકોને રસી મુકાવા અનુરોધ કરવામાં આવ્યો હતો. બાળકોના ડર્મેટોગ્લીફીક્સ મલ્ટીપલ ઈન્ટેલીજન્સ એનાલીસીસ ટેસ્ટ અંગે જાણકારી આપી હતી. શાળાના આચાર્ય તથા તેમની સમગ્ર ટીમે ઓડીયો, વિડીયો સાથે માર્ગદર્શન આપ્યું હતું. જેકુરબેન સોની કન્યા વિદ્યાલયના ટ્રસ્ટી મનમોહનભાઈ સોનીએ શાળાની સમગ્ર ટીમ તથા આચાર્યને બિરદાવ્યા હતા. વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ જામનગર મહિલા સહકારી બેંક લી. દ્વારા સન્માન સમારંભનું આયોજન તા. ૨૧-૦૭-૨૦૧૮ના સાંજે ૫ થી ૭ વાગ્યા દરમ્યાન માણેક સેન્ટર, પી.એન.માર્ગ, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં બેંકના સભાસદોના ધો.૧ થી ૧૨ માં અભ્યાસ કરતા તેજસ્વી સંતાનોને સન્માનિત કરવામાં આવશે. ફોર્મ મેળવવવા તથા પરત કરાવા માટે તા. ૧૯-૦૭-૨૦૧૮ સુધીમાં સવારે ૧૦ઃ૩૦ થી સાંજના ૫ વાગ્યા દરમ્યાન હેડ ઓફિસ, માણેક સેન્ટર, પી.એન.માર્ગ દરબાગઢ શાખા, શાક માર્કેટ પાસે, અથવા રણજીતનગર શાખા, પટેલ સમાજ પાસે, જામનગરનો સંપર્ક કરવો. વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા સમાજમાં શિક્ષણનું સ્તર અને ગુણવત્તા વધે તે હેતુથી શિષ્યવૃત્તિનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ વિધવા માતાના પુત્ર કે પુત્રી જેઓ કોઈપણ માન્યતા પ્રાપ્ત શિક્ષણ સંસ્થામાં અભ્યાસ કરતા હોય એમને કમલાબેન ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા આગળ અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ વિધવા માતાના પુત્ર અથવા પુત્રી માટે જ છે. આગલા ધોરણનું પરિણામ આવી ગયા પછી જે તે વિદ્યાશાખામાં પ્રવેશ મળી ગયા પછી જ અરજી કરવી. આ માટે ૬૦ ટકા કે તેથી વધારે ગુણ હોવા જરૃરી છે. અરજી પત્રક મેળવવા અને ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ જામનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા એનસીઈઆરટી આધારીત ધોરણ ૪ ના નવા અભ્યાસક્રમના ગણિત વિષયની શિક્ષક સજ્જતા તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દરેડમાં યોજવામાં આવી હતી. આ તાલીમમાં જામનગર તાલુકાની તમામ શાળાના ધોરણ ૪ ના આશરે ર૦૦ જેટલા શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લધો હતો. આ તાલીમમાં ઓન એર તથા ઓફ એર એમ બન્ને પ્રકારના શેસન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં જીસીઈઆરટી-ગાંધીનગર દ્વારા ઓન એર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા વિષય નિષ્ણાત તજજ્ઞો દ્વારા વિષયના દરેક એકમને અનુરૃપ પ્રવૃત્તિ દ્વારા સમજ આપવામાં આવી હતી. દરેક તાલીમાર્થી શિક્ષકોએ ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ જામનગર મહાપાલિકાના મેયર હસમુખભાઈ જેઠવાના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડમાં મિઝલ્સ (ઓરી) અને રૃબેલા (નૂરબીબી) રસીકરણ અભિયાનના ભાગરૃપે પદાધિકારીઓ અને નગરસેવકો માટે વર્કશોપ યોજાઈ હતી. વર્કશોપમાં મિઝલ્સ (ઓરી) અને રૃબેલા (નૂરબીબી) રસીકરણ એક રાષ્ટ્રવ્યાપી અભિયાન હેઠળ ઓરી અને રૃબેલા (એમ.આર.) ની રસી શાળાઓ અને આંગણવાડી તથા સરકારી દવાખાનામાં આપવાની રૃપરેખા નક્કી કરવામાં આવી હતી. નિયમિત રસીકરણના ભાગરૃપે આપવામાં આવતા આ અભિયાન હેઠળ શહેરના ૯ માસ થી ૧પ વર્ષ સુધીના વયજુથના બાળકોને રસી મૂકવામાં આવશે. ઓરી રોગની  નાબૂદી અને રૃબેલા રોગને કંટ્રોલ કરવા માટે શહેરમાં વિશાળ જનજાગૃતિ ફેલાય તેવા હેતુસર આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વર્કશોપમાં ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ જામનગરના ઓશવાળ શિક્ષણ રાહત સંઘ સંચાલિત ઓશવાળ ઈંગ્લીશ એકેડમી તથા જામનગર ડિસ્ટ્રીક્ટ એસો. દ્વારા ઓપન જામનગર યુ-૧૭ રનિંગ શિલ્ડ ચેસ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ રનિંગ શિલ્ડ સ્પર્ધામાં નેહા ભદ્રાએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો તથા અંજલી સોની, ઉદિત સંઘવી, જતિન પંડ્યા પણ વિજેતા થયા હતાં. સ્પર્ધાના આર્બીટર પંકજભાઈ ગણાત્રા તથા નિશાંત સોમૈયાએ કોમ્પયુટર દ્વારા પાંચ રાઉન્ડના ડ્રો કરી આપ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન કમલેશભાઈ હિંશુ, સફી અહેમદ કુક્કડે કર્યું હતું. આ પ્રસંગે શાળાના કન્વિનર દિલીપ ચંદરિયા ઉપસ્થિત રહ્યા હતાં. વધુ વાંચો »

Jul 14, 2018
જામનગરઃ જામખંભાળીયા નિવાસી (હાલ જામનગર) દશા સોરઠીયા વણિક ગં.સ્વ. મંજુલાબેન કિશનલાલ ધ્રુવ (ઉ.વ. ૮૧) તે સ્વ. કિશનલાલ હરિલાલ ધ્રુવના પત્ની, સ્વ. શાંતિલાલ જગજીવન ચોકસીના દીકરી, પંકજભાઈ, કમલેશભાઈ (સૌરાષ્ટ્ર સાયકલ સ્ટોર) તેમજ ચંદ્રિકાબેન વસંતકુમાર વસાણી (મુંબઈ), ભારતીબેન પ્રદીપકુમાર સાંગાણી (ટાટાનગર), નયનાબેન યોગેશકુમાર સાંગાણી (અમદાવાદ) ના માતાનું તા. ૧૩-૭-૧૮ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૬-૭-૧૮, સોમવારના સાંજે પ થી પ.૩૦ દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે દશા સોરઠીયા વણિક જ્ઞાતિની વાડી, સૂરજબાગ, ખંભાળીયા નાકા બહાર, જામનગરમાં રાખેલ છે. વધુ વાંચો »

Jul 14, 2018
દ્વારકાઃ પ્રતાપભાઈ મગનલાલ બારીયાના માતુશ્રી ગં.સ્વ. ત્રિવેણીબેન મગનલાલ બારીયા (ઉ.વ. ૯૦) નું તા. ૧૪-૭-ર૦૧૮ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૬-૭-ર૦૧૮ ના સાંજે પ થી પ.૩૦ દરમિયાન તેમના નિવાસસ્થાન "શિવમ" વાઘેર બોર્ડીંગ પાસે, એસ.ટી. સ્ટેન્ડ સામે, દ્વારકામાં રાખવામાં આવેલ છે. વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર નિવાસી વાંઝા નયનાબેન પ્રવિણભાઈ ટાંક (ઉ.વ. પ૩) તે પ્રવિણભાઈ મણીલાલ ટાંક (રાજ ટેઈલર્સવાળા)ના પત્ની, રિષી પ્રવિણભાઈ ટાંકના માતા તથા વિમલભાઈ ટાંકના ભાભીનું તા. ૧૩-૭-૧૮,ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૪-૭-૧૮ આ સાંજે પ થી પ.૩૦ દરમિયાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે. વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર નિવાસી (મૂળ વિભા૫રના વતની) રમણીકભાઈ સુંદરજીભાઈ વડગામા (ઉ.વ. ૮ર) તે પ્રફુલ્લભાઈ તથા અશોકભાઈ વડગામા તેમજ ઈન્દુબેન ધનજીભાઈ અંબાસણાના પિતાનું તા. ૧૩-૭-ર૦૧૮, ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૪-૭-૧૮ના સાંજે પ થી પ.૩૦ દરમિયાન શ્રી જડેશ્વર મહાદેવ મંદિર, માધવબાગ-૧, સાંઢીયાપુલ પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે. વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર નિવાસી હેમુભા ભુરૃભા ઝાલાના પુત્ર કનકસિંહ (હકાભાઈ), તે જેઠુભા, દેવીસંગ, મહેન્દ્રસિંહના ભત્રીજા તથા પ્રતાપસંગ, ચંદ્રસિંહ ઝાલા (એ.કે. દોશી મહિલા કોલેજ)ના ભાઈનું તા. ૧૪-૭-ર૦૧૮ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૬-૭-ર૦૧૮ ના સાંજે પ થી ૬ દરમિયાન સિદ્ધનાથ મહાદેવ મંદિર, જયભગવાન સોસાયટ, સરદાર પટેલ સોસાયટી, શેરી નં. ર, શરૃસેકશન રોડ, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે અને ઉત્તરક્રિયા તા. ર૦-૭-૧૮ ના તેમના નિવાસસ્થાને રાખવામાં આવી છે. વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા.૧૪ ઃ ખંભાળિયાના યોગેશ્વરનગરમાં ગઈકાલે સાંજે પોલીસે દરોડો પાડી એક મકાનમાં નાલ લઈ જુગાર રમાડતા એક તથા જુગાર રમતા પાંચ મહિલાઓને પકડી પાડયા છે. પટમાંથી રૃા.અડધા લાખની મત્તા ઝબ્બે લેવામાં આવી છે. ખંભાળિયાના યોગેશ્વરનગરમાં આવેલા એક મકાનમાં કેટલીક મહિલાઓ એકત્રિત થઈ જુગાર રમતી હોવાની બાતમી ગઈકાલે સાંજે પોલીસને મળતા ખંભાળિયા પોલીસ સ્ટેશનનો કાફલો યોગેશ્વરનગરમાં રાજપૂત સમાજની વાડી પાસે આવેલા મુમતાઝબેન મામદભાઈ પઠાણના મકાનમાં ત્રાટક્યો હતો. આ મકાનમાં મુમતાઝબેન બહારથી ... વધુ વાંચો »

Jul 14, 2018
જામનગર તા. ૧૪ઃ જામનગરના એક વ્યક્તિએ ઓનલાઈન ફોન ખરીદ્યા પછી તેમાં થયેલી ક્ષતિ બદલ ફોનની રકમ પરત મેળવવા ફોરમમાં વિક્રેતા પેઢી સામે ફરિયાદ નોંધાવી હતી. ફોરમે પેઢી સામેની ફરિયાદ રદ્દ કરી સર્વિસ સ્ટેશને તે મોબાઈલ રીપેર કરી આપવાનો હુકમ કર્યો છે. જામનગરના રવિ એસ. કનખરાએ તામીલનાડુની ડબલ્યુએસ રીટેકલ સર્વિસ પ્રા.લિ.પાસેથી એલ-ઈ-ટીવી કંપનીનો મોબાઈલ ઓનલાઈન ખરીદ્યા પછી મોબાઈલમાં ખામી સર્જાતા તેઓને રાજકોટમાં આવેલા કંપનીના સર્વિસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. રવિએ ત્યાં સંપર્ક ... વધુ વાંચો »

રાશિ પરથી ફળ

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આત્મવિશ્વાસ મદદરૃપ થતો જણાય. આર્થિક મુંઝવણ રહ્યાં કરે. સ્નેહી-સ્વજનોનો સાથ-સહકાર મળી રહે. શુભ રંગઃ કેસરી - ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

મનની મુંઝવણો ધીમે-ધીમે દૂર થતી લાગે. તબિયત સાચવજો. નાણાભીડનો અનુભવ થતો જણાય. શુભ રંગઃ લાલ - ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

આપના મનનો બોજ હળવો થતો લાગે. સંજોગો સુધરતા જણાય. ખર્ચ-ખરીદીના પ્રસંગો બનવા પામે. શુભ રંગઃ જાંબલી ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

વ્યવસાયિક ગુંચવણોનો ઉકેલ મેળવી શકશો. કૌટુંબિક કાર્ય થઈ શકે. યાત્રા-પ્રવાસ ફળદાયી સાબિત થાય. શુભ રંગઃ સફેદ ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના પ્રવાસ-પર્યટન અંગેની યોજનાને આગળ ધપાવી શકશો. સ્નેહીથી મિલન-મુલાકાત થાય. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

સામાજિક કામકાજ અંગે સાનુકૂળ તક જણાય. નોકરી-ધંધા અંગે પ્રતિકૂળતા જણાય. સ્નેહીથી સંવાદિતા સર્જાય. શુભ રંગઃ પીળો ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

અંગત સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. આપના પ્રયત્નો ફળદાયી જણાય. યાત્રા-પ્રવાસ મજાનો રહે. શુભ રંગઃ મેંદી - ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

આપના મનની અશાંતિ અને તણાવનો બોજ ઉતરતો લાગે. કૌટુંબિક કાર્ય અંગે પ્રગતિ જણાય. શુભ રંગઃ બ્લુ ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

માનસિક સ્વસ્થતા સમતોલન રાખીને કાર્ય કરવાથી લાભની આશા રહે. ગૃહવિવાદ ટાળજો. શુભ રંગઃ મરૃન - શુભ ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

સાનુકૂળતાના સંજોગોનો ઉપયોગ કરીને આપ પ્રગતિની કેડી કંડારી શકશો. માનસિક રાહત મળે. શુભ રંગઃ બ્રાઉન - ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપની મુશ્કેલીનો અંત આવતો જણાય. આશા ઉત્સાહનો અનુભવ થાય. નાણાકીય કાર્ય થવા પામે. શુભ રંગઃ મોરપીંછ ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

આપની અગત્યની કામગીરી ફળદાયી બનતી લાગે. સ્વજનનો સહકાર પ્રાપ્ત થાય. યાત્રા-પ્રવાસ ફળવા પામે. શુભ રંગઃ લીલો ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે સુખ-દુઃખ જેવી મિશ્ર પરિસ્થિતિનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસોમાં આપને ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે પ્રવાસ-મુસાફરી સૂચક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે આત્મમંથન કરાવનાર સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે નફા-નુક્સાનભર્યું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તમારા માટે સંયમપૂર્વક આગળ ચાલવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે આર્થિક આયોજનની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે શુભ ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

આપના માટે વ્યવસાય ક્ષેત્રે મહત્ત્વનો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે આરોગ્યની કાળજી રકાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે કાર્યબોજ વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MKT

NSE

BSE

શબ્દવ્યુહ

crossword

હવામાન

વિક્લી ફિચર્સ

સંગત