સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

ભારતની કંગાળ શરૃઆતઃ ૬૨/૩

સીડની તા. ૧૨ઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડેની શ્રેણીના પ્રથમ વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગનો નિર્ણય કર્યો હતો અને નિર્ધારીત ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૮૮ રનનો પડકારજનક જુમલો નોંધાવ્યો હતો. જેના જવાબમાં ભારતની શરૃઆત અત્યંત કંગાળ રહી હતી અને પ્રથમ ત્રણ વિકેટો માત્ર ચાર રનમાં પડી ગઈ હતી.

ઓસ્ટ્રેલિયા તરફથી ફીન્ચ માત્ર ૬ રને આઉટ થયો હતો. એલેક્સ કેરે ૨૪ રન કરીને આઉટ થતાં ઓસ્ટ્રેલિયાની બે વિકેટ ૪૧ રનમાં પડી ગઈ હતી. પરંતુ ત્યારપછી ખ્વાજા (૫૯ રન) અને શોન માર્સ (૫૪ રન) વચ્ચે ૯૨ રનની ભાગીદારી નોંધાઈ હતી. ત્યારપછી હેન્સકોમ્બે ૬૧ દડામાં છ ચોગ્ગ અને બે છગ્ગા સાથે આક્રમક ૭૩ રન તથા સ્ટોઈનીસે ૪૭ રન ફટકારતાં ઓસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૮૮ રન કર્યા હતાં. ભારત તરફથી ભુવનેશ્વર તથા કુલદીપે બબ્બે વિકેટ અને રવિન્દ્રએ એક વિકેટ લીધી હતી. ભારતના દાવની શરૃઆત ધબડકાથી થઈ હતી. એક રનનો જુમલો હતો ત્યારે ધવન શૂન્ય રને અને ચાર રનના જુમલે રાયડુ શુન્ય તથા કોહલી ૩ રને આઉટ થઈ ગયા હતા. અંતિમ સમાચાર પ્રમાણે ભારતના ૧૯ ઓવરમાં ૩ વિકેટે ૬૨ રન થયા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00