વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

ભારતીય કારીગરોએ દેશનું નામ દુનિયાભરમાં રોશન કર્યુંઃ રાહુલ ગાંધી

દુબઈ/નવી દિલ્હી તા. ૧રઃ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી યુએઈના પ્રવાસે ગયા છે, જ્યાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરતા તેમણે દેશમાં અસહિષ્ણુતાનો માહોલ હોવાનું જણાવી મોદી સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતાં. તેમણે ભારતીય કારીગરોની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી અને વર્ષ ર૦૧૯ માં  સત્તામાં આવ્યા પછી આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાનું વચન આપ્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે બે દિવસીય પ્રવાસે દુબઈ પહોંચ્યા હતાં. અહીં તેઓ ઘણાં કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રથમ દિવસે તેઓ ઓવરસીઝ કોંગ્રેસમાં સામેલ થયા. રાહુલે  ભારતીય કારીગરોને પણ સંબોધન કર્યું. તેમણે કહ્યું કે તમે વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. તમને ઘણાં પ્રકારની મુશ્કેલીઓ પણ વેઠવી પડે છે. હું અહીં મારા મનની વાત કહેવા નહીં તમારા મનની વાત સાંભળવા આવ્યો છું. અમે જ્યાં પણ તમારી મદદ કરી શકીએ છીએ ત્યાં તમને સાથ આપીશું.

અગાઉ રાહુલ ગાંધી દુબઈ પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર તેમનું જોરદાર સ્વાગત થયું. અહીં રાહુલ-રાહુલના સૂત્રો પણ ગુંજ્યા. કાર્યકર્તા તેમની સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા. રાહુલ શનિવારે અબુધાબી પણ જશે. તેમની સાથે કોંગ્રેસ નેતા સામ પિત્રોડા અને કેરળના માજી સીએમ ઓમાન ચાંડી તથા મુંબઈના કોંગ્રેસના નેતા મિલિન્દ દેવરા પણ આરબ અમિરાત ગયા છે. તેમણે કહ્યું કે વર્ષ ર૦૧૯ સહિષ્ણુતાનું વર્ષ છે, પરંતુ છેલ્લા સાડાચાર વર્ષથી ભારતમા અસહિષ્ણુતાનો સમય રહ્યો છે. આ અગાઉ કોંગ્રસ અધ્યક્ષે શુક્રવારે જ દુબઈમાં લેબર કોલોનીમાં એકઠા થયેલા ભારતીય કામદારોને સંબોધિત કરતા કહ્યું કે જો તેમની પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં સત્તામાં આવશે તો આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જેવી અમારી સરકાર સત્તામાં આવશે અમે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપીશું. આંધ્રપ્રદેશ અને તેલંગણાને બે જૂન ર૦૧૪ ના ભાગલા પાડીને બે અલગ અલગ રાજ્ય બનાવી દીધા હતાં. તમે ભારત, ભારતીય રાજ્યો અને ગરીબ લોકોની મદદ કરી તથા તમે દુબઈ શહેર બનાવવા માટે કામ કર્યું છે જે આખા વિશ્વમાં મહાન છે. હું તમારો આભાર માનું છું.

સંયુક્ત આરબ અમીરાતના વિકાસની પ્રશંસા કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તમે અહીં જે પણ વિકાસ જોવો છો, ઊંચી ઈમારતો, મોટા એરપોર્ટ્સ અને મેટ્રો એ તમારા યોગદાન વિના બન્યું ના હોત. તમે આ શહેરના વિકાસ માટે પરસેવો પાડ્યો છે. રાહુલે કહ્યું કે, મને વિશ્વાસ છે કે જો આપણે એક સાથે ઊભા રહીશું તો અમે ભારત સરકાર અને વડાપ્રધાન મોદીને એ વાતે રાજી કરી લઈશું કે જે આંધ્રપ્રદેશના લોકોના બાકી અધિકાર છે તેમને આપવા જોઈએ. રાહુલ ગાંધીના પ્રવચન દરમિયાન શ્રોતાઓએ તેમને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતાં અને કેટલાક લોકોએ રાહુલ ગાંધી ત્યાં પહોંચ્યા ત્યારે તેની સાથે સેલ્ફી પણ ખેંચી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription