આઈએનએસ વાલસુરાના ૬ બહાદુર જવાનો દ્વારા દસ દિવસમાં પ૦૦ કિ.મી.ની સાયકલ યાત્રા સંપન્ન

જામનગર તા. ર૦ઃ ભારતીય નેવી મથક, વાલસુરા, જામનગરના બહાદુર જવાનોએ દસ દિવસની પ૮૦ કિ.મી.ની સાયકલ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન કરી છે. દુનિયાના સૌથી કઠીન માર્ગો ઉપરની આ સાયકલ યાત્રામાં જામનગર નેવીના ૬ અધિકારીઓ જોડાયા હતાં.

ગત્ તા. ૯-જુલાઈના મનાલીથી આ સાયકલ યાત્રા શરૃ થઈ હતી. આ અભિયાન અન્વયે રોહતાંગ (૧૩૦પ૮ ફૂટ) બારાલાયા - લા (૧પ૯૧ર ફૂટ), નડ્ડી-લા (૧પપ૪૭ ફૂટ) લાયુંગ લા (૧૬૬૧૬ ફૂટ), તાંગલાંગ લા (૧૭પ૮ ફૂટ) અને ખુરદુંગ લા (૧૮૩૮૦ ફૂટ) નો સમાવેશ થાય છે. ૧પ૩૦ર ફૂટ ઊંચાઈના પ્રસિદ્ધ ર૧ ગાટાલુપો ઉપર પણ આ બહાદુર સાયકલ સવારોએ વિજય પ્રાપ્ત કર્યો હતો.

લદાખની ભૌગોલિક સ્થિતિ, હવા-પાણીની સ્થિતિ પણ કઠીન હતી. જ્યાં બપોરે ૪૦ ડીગ્રી અંગ દઝાડતી ગરમી અને રાત્રિના સમયે માઈનસ પાંચ ડીગ્રી હાડ થીજાવતી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો.

આ ટીમે તાંગલાંગ-લા તરફ જતા સમયે માર્ગમાં બરફ વર્ષાનો સામનો કરવો પડ્યો હતો, અને બે ફૂટ બરફ ઉપર સાયકલ ચલાવવી પડી હતી. ઓગળતા બરફના કારણે માર્ગો કઠીન હતાં અને યાત્રા ચુનૌતીભરી હતી. વરસાદ બરફ સામે ૩૦ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવનનો પણ સામનો કરવો પડ્યો હતો. આમ છતાં સાહસ બનાવી તેઓ આગળ વધ્યાં હતાં. આથી બરફઆચ્છાદીત પર્વત નહીં, ઘાટીની રમણીય સુંદરતાનો નજારો જોવા મળ્યો હતો. પાણીના ઝરણા, વિભિન્ન વનસ્પતિ અને જીવજંતુની સુંદરતાનો અનુભવનો તેમને મોકો મળ્યો હતો. આ સમુદ્રી યોદ્ધાઓએ ૧૮-જુલાઈ-ર૦૧૯, ના સાયકલ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન કરી હતી.

આ અદમ્ય સાહસમાં વાલસુરા (જામનગર) નેવી મથકમાં લેફ. કમાન્ડર આદિત્ય સચદેવા, સબ લેફ. આરૃસ શર્મા, સબ લેફ. અભિષેકકુમાર દેવપાલ, ઈ.એ.પી.૩ કુલદીપ, સ્કવર્ડએ સંતોષકુમાર (ફોરમેન)નો સમાવેશ થાય છે.

close
Nobat Subscription