કર્ણાટકમાં લોકસભા-વિધાનસભાની પાંચ બેઠકો પૈકી ચાર પર ભાજપની કારમી હાર / આ વર્ષે પણ સેનાના જવાનો સાથે જ દિવાળી ઉજવશે પ્રધાનમંત્રી મોદી / પીએનબી કૌભાંડઃ ચોક્સીની હોંગકોંગ ફર્મના ડાયરેકટરને ઈડીએ કોલકત્તાથી પકડયો

ફૂલઝર (કો.બા.) જળાશયમાંથી સિંચાઈ માટે ૫ાણી ન ઉપાડવા સૂચના

જામનગર તા. ૭ઃ નાયબ કાર્યપાલક ઈજનેર સિંચાઈ યોજના પેટા-વિભાગ નં. ૬/૩, શ્રીજી કૃપા, રાજાણી મીલ પ્લોટ, જામજોધપુર કચેરી હસ્તકના ફૂલઝર (કો.બા.) સિંચાઈ યોજનાના લાભિત ખેડૂતોને તાકીદ કરવામાં આવે છે કે ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે પીવાના પાણીની અછત હોવાથી જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામ પાસે બાંધવામાં આવેલ ફૂલઝર (કો.બા.) જળસંપત્તિ યોજનાના જળાશયમાં હાલ ઉપલબ્ધ રહેલ પાણીના જથ્થાને પીવાના હેતુસર પાણી પુરવઠા વિભાગની માંગ અનુસાર સરકાર દ્વારા અનામત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે આ ડેમના પાણીનો સિંચાઈના હેતુસર ઉપયોગ કરવો બિનઅધિકૃત છે. આથી આ સિંચાઈ યોજનાના લાભિત ખેડૂતોને આ ડેમના પાણીથ સિંચાઈ ન કરવા તથા બિનઅધિકૃત રીતે પાણી ન ઉપાડવા અંગે તથા પાણી ચોરી ન કરવા માટે નાયબ કાર્યપાલક ઈજનેર, સિંચાઈ યોજના પેટા વિભાગ નં. ૬/૩ જામજોધપુરનીયાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00