પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

મુંબઈમાં ઈન્ટરનેનલ ડ્રગ રેકેટ ઝડપાયુંઃ ૩૯ કરોડના જથ્થા સાથે ચારની ધરપકડ

મુંબઈ તા. ૧રઃ મુંબઈમાં એક ઈન્ટરનેશનલ ડ્રગ રેકેટ ઝડપાયું છે, અને રૃપિયા ૩૯ કરોડના જથ્થા સાથે ચાર વ્યક્તિની ધરપકડ કરાઈ છે.

મુંબઈની પોલીસે ઈન્ટરનેશનલ ડ્રગ રેકેટ ઝડપી લીધું છે અને ચાર શખ્સોની રૃપિયા ૩૯ કરોડના નશીલા દ્રવ્યોના જથ્થા સાથે ધરપકડ કરી છે જેમાં બ્રાઝિલની એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ ચારેય શખ્સો ડ્રગની હેરાફેરી કરે છે અને એમની પાસેથી મુંબઈની પોલીસે રૃપિયા ૩૯ કરોડની કિંમતનો કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો છે. આ ચાર જણાની ગેંગ સાઉથ આફ્રિકામાં ડ્રગની નિકાસ કરવામાં સમેલ છે.

એડિશનલ પોલીસ કમિશનર મનોજકુમારે પત્રકારોને એવી માહિતી આપી છે કે, એમણે ત્રણ નાઈઝીરિયન નાગરિકોની ધરપકડ કરી છે અને એક બ્રાઝિલની મહિલા છે. આ તમામ આરોપીઓની સામે એનડીપીએસ એક્ટ હેઠળ કામ ચલાવવામાં આવ્યું છે અને અદાલતે ચારેયને સાત દિવસની પોલીસ રિમાન્ડ સોંપ્યા છે. બ્રાઝિલની આ મહિલા હજુ થોડા સમય પહેલા જ એનડીપીએસના કેસમાં ત્રણ વર્ષની જેલ સજા કાપીને બહાર નીકળી હતી અને ફરી તે ડ્રગના જથ્થા સાથે પકડાઈ છે.

મનોજકુમારે કહ્યું કે આ ગેંગ ડ્રગ આફ્રિકામાં પહોંચાડવા ઘરમાં વપરાતા પડદાઓની રિન્ગમાં ડ્રગ છૂપાવતી હતી. પડદાઓમાં તેઓ ડ્રગ સપ્લાય કરવાનું કામ છેલ્લા ઘણાં સમયથી કરતા રહે છે. પડદાની અંદર જ્યાં પાઈપ ભરાવવામાં આવે છે ત્યાં ડ્રગ તેઓ ઘૂસાડી દેતા હતાં અને આ ડ્રગ તેમાં ઘૂસાડવા માટે તેઓ એક પ્રોપર મશીનનો ઉપયોગ કરતા હતાં. આ કામ પતી ગયા પછી કુરિયર કંપની દ્વારા તેઓ આફ્રિકામાં ડ્રગની નિકાસ કરી દેતા હતાં. સૌથી વધુ જ્હોનીસ બર્ગમાં તેઓ સપ્લાય કરે છે.

તેઓ રવિવારે ફરીવાર મોટો જથ્થો તેઓ આફ્રિકા કુરિયર મારફત મોકલવાના હતાં અને તેઓની બાતમી પોલીસને મળી જતા પોલીસ ટૂકડીએ અંધેરી વિસ્તારમાં પહોંચી જઈને આ ચારેયને જથ્થા સાથે ઝડપી લીધા હતાં. કુરિયર કંપનીની પણ પોલીસે તપાસ શરૃ કરી છે. કોકેઈનનું એરેન્જમેન્ટ બ્રાઝિલની મહિલા કરે છે તેવી પોલીસને શંકા છે અને ચારેયની પૂછપરછ ચાલી રહી છે જેમાં મોટા ધડાકા હજુ પણ થવાની સંભાવના છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription