પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

જામનગરમાં પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ધીરૃભાઈ સરવૈયા તથા પારસ પાંધીનો લોકડાયરો યોજાશે

જામનગર તા. ૭ઃ આગામી તા. ૧૪ નવેમ્બર ર૦૧૮ ના સંત શ્રી જલારામ બાપાની જન્મ જયંતીનો ઉત્સવ આવી રહ્યો છે. જામનગર શહેરમાં રઘુવંશી સમાજની જલારામ જયંતી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા ૧૯ વર્ષથી વિવિધ કાર્યક્રમો સાથે જલારામ જયંતી મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ આ મહોત્સવની ઉજવણીના ભાગ રૃપે સૌરાષ્ટ્ર-ગુજરાતના હાસ્ય કલાકાર શ્રી ધીરૃભાઈ સરવૈયા તથા લોક સાહિત્યકાર પારસભાઈ પાંધીના લોકડાયરાનું આયોજન તા. ૧૦-૧૧-૧૮ ને શનિવારના જલારામનગર, પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા, જામનગરમાં રાત્રિના ૮ કલાકે કરવામાં આવ્યું છે. આ બન્ને કલાકારોની કલાને  માણવા તથા પ્રોત્સાહિત કરવા જામનગર શહેર તથા જિલ્લાની સર્વ ધર્મપ્રેમી જનતા, જલારામ ભક્તો તથા લોહાણા સમાજને સમયસર ઉપસ્થિત રહેવા શ્રી જલારામ જયંતી મહોત્સવ સમિતિ જામનગર દ્વારા હાર્દિક નિમંત્રણ છે તેમ જીતેન્દ્ર એચ. લાલએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00