વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

જામનગર એર૫ોર્ટ ઉપર રાજકોટનો યુવાન ૩૩ લાખના સોના સાથે ઝડપાયો

જામનગર તા. ૧૨ઃ જામનગર એરપોર્ટ ઉપર આવી પહોંચેલા રાજકોટના એક વેપારીને આવકવેરા વિભાગના અધિકારીઓએ પોલીસની મદદથી ૧ કિલો સોનાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. જ્યાં તેની આકરી પૂછપરછ કરવામાં આવી હતી.  મુંબઈથી એક યુવાન વિમાન માર્ગે જામનગર આવવા માટે રવાના થયો હતો. દરમ્યાન આવક વેરા વિભાગને મળેલી સૂચના મુજબ સ્થાનિક પોલીસની મદદથી આવકવેરા વિભાગના અધિકારીઓએ આ પ્રવાસીને ઝડપી લઈ તેની તપાસી લેતા તેમાં કબ્જામાંથી ૧ કિલો સોનાનો જથ્થો તેમજ સિક્કાઓ મળી આવતા આશરે ૩૩ લાખની કિંમતનો જથ્થો મળી આવતા તે કબ્જે લઈ આ યુવાનની અટકાયત કરી આકરી પૂછપરછ શરૃ કરવામાં આવી હતી.

ગત રાત્રે મોડે સુધી આવકવેરા વિભાગના અધિકારીઓ સહિતની ટુકડી દ્વારા તેની આકરી પૂછપરછ કરવામાં આવી હતી.

ખાસ કરીને સોનાનો આ જથ્થો ક્યાંથી આવ્યો તેના ખરીદીના કાગળો છે કે કેમ? શું આ પ્રકરણમાં માલ વિદેશથી આવ્યો હતો વગેરે સવાલોના જવાબ મેળવવા કવાયત ચાલી રહી છે. જો કે હજુ સુધી આવક વેરા વિભાગ દ્વારા સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription