કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

જામનગર કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના શ્રુંખલા બંધ ઓરલ માસ સ્ક્રીનીંગ કેમ્પની ઝાંખી

જામનગર તા. ૧૧ઃ ગુજરાત રાજ્યમાં રોજના ર૪૪ તથા દેશમાં પ૪૩પ નવા બાળકો વ્યસન લેતા શીખે છે. શાળાઓમાં ૩૦ ટકા તથા કોલેજોમાં ૭૦ ટકા વિદ્યાર્થીઓ વ્યસન લેતા હોય છે. દર વર્ષ દસ લાખ નવા વ્યસનીઓનો વધારો થાય છે. પ૦ ટકા દર્દીઓને કન્સર થાય છે, પ૦ ટકામાં નિદાન મોડું થાય છે.

વર્ષ ર૦૧૪ થી વ્યસનમુક્તિ માટે કાર્યરત જામનગર કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ સંતોની ઉપસ્થિતિમાં વ્યસનથી 'સમૂહ છૂટાછેડા'નો કાર્યક્રમ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ ૪૩૬ સ્કૂલમાં પપ,૯૯૭ વિદ્યાર્થીઓને દૃશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા વ્યસન મુક્તિના પાઠ સમજાવ્યા. જે માટે સંસ્થાને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડથી નવાજવામાં આવી. આ તમામ પ્રકારના પ્રયત્નો છતાં પરિણામ સંતોષજનક ન મળતા નક્કી કર્યું કે, તમાકુથી થતા કેન્સરનું વહેલું નિદાન જો કરાવી શકીએ તો ઘણી જિંદગીઓ તથા ઘર બચાવી શકીએ. જામનગર કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ દ્વારા જિલ્લાની દરેક સરકારી કચેરીઓ, પોલીસ સ્ટાફ, સેનોર મેટલ્સ, મહાવીર મેટલ્સ, મોમાઈ ઈન્ડસ્ટ્રીઝ, મુન્દ્રા ઈન્ડસ્ટ્રીઝ જેવી ફેક્ટરીઓમાં અને હોટલ કેશવારાશ, આશીર્વાદ ક્લબ રીસોર્ટ, આશીર્વાદ વીલેજ, ૭ સીઝન જેવા રીસોર્ટ, આણદાબાવા આશ્રમ સંચાલિત ધાર્મિક કાર્યક્રમ, ૧૬.૧૦.૧૮ ના રંગુનવાલા હોસ્પિટલ, ર૬.૧૦.૧૮ ના બાર એસોસિએશન, ૧૯.૧ર.૧૮ ના શિવઓમ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ, રર.૧ર.૧૮ ના બ્રાસ ટેક, ર૩.૧ર.૧૮ ના વિવિધ કન્સ્ટ્રક્શન સાઈટ્સ, ર૪.૧ર.૧૮ ના નીઓ હુન્ડાઈ, ર૪.૧ર.૧૮ ના અતુલ ઓટોમોટીવ, ર૪.૧ર.૧૮ ના પાલોમા ઈન્ડસ્ટ્રીઝ, રપ.૧ર.૧૮ ના બાલાર્ક ઈન્ડસ્ટ્રીઝ, ર૬.૧ર.૧૮ ના ગોકુલ ફોર્ડ, ર૭.૧ર.૧૮ ના સુજાતા ઈન્ડસ્ટ્રીઝ, ૩૦.૧ર.૧૮ ના લાયન્સ ક્લબ, ૩૧.૧ર.૧૮ ના ગુજરાત મેટલ, ૧.૧.૧૯ ના આદિત્ય મોટર્સ ટાટા, ૧.૧.૧૯ ના આલ્ફા યુ.પી.એસ., ર.૧.૧૯ ના વી.કે. ઈનડસ્ટ્રીઝ, ૮.૧.૧૯ ના હાલાઈ મેમણ જ્ઞાતિ જેવી સંસ્થાઓના કર્મચારીઓની મોઢાના કેન્સરની તપાસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિવિધ કેમ્પમાં નગરના જાણીતા આગેવાનો ડિસ્ટ્રીક્ટ જજ શ્રી દિપકભાઈ વ્યાસ, બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સુવા, શ્રી પટેલભાઈ, એમ.એલ.એ. રાઘવજીભાઈ, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હીંડોચા, વિશ્વ હિન્દુ પરિષદના દ્વારકાના પ્રમુખ ભરતભાઈ મોદી, અપનાબઝારના ડીરેક્ટર કે.પી. સરવૈયા, રંગુનગાલા ચેરીટેબલ ટ્રસ્ટના વહાબભાઈ, ઈન્ડિયન ડેન્ટલ એસો.ના પ્રમુખ ડો. કેતન હરિઆ, જોઈન્ટ સેક્રેટરી ડો. ધવલ તલસાનિયા, અતુલ ઓટોમોટિવના માલિક અલ્પેશભાઈ ચાંદ્રા, બ્રાસટેકના ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મનસુખભાઈ ફળદુ, પાર્થભાઈ ફળદુ, જેકબભાઈ, ગિરીશભાઈ, પટેલ બ્રાસના દિલીપભાઈ ફળદુ, જાનીભાઈ, આકાશભાઈ, વિપુલભાઈ ગઢવી, સાગરભાઈ ઝવેરી, મલયભાઈ વોરા, ભરતભાઈ પટેલ, અતુલ નેક્ષાના, જી.એમ. અવેશભાઈ, પાલોમા ઈન્ડસ્ટ્રીઝના હેડ મીનેશભાઈ, બ્લાર્ક મેટલ્સના હેડ પરેશભાઈ વ્યાસ, ગોકુલ ફોર્ડના નંદાભાઈ, રિધિશભાઈ, ઈન્દુભાઈ વોરા, ગુજરાત મેટલ્સના રાજુભાઈ મહેતા, રોટરી ક્લબ ઓફ ઈમેજિકાના પ્રમુખ પી.ડી. રાયજાદા, આદિત્ય મોટર્સના જનરલ મેનેજર ગૌરવ દવે, વી.કે. ઈન્ડસ્ટ્રીઝના માલિક અતુલભાઈ કાનાણી, હાલાઈ મેમણ જ્ઞાતિના પ્રમુખ ફારૃકભાઈ ગજાઈ જેવા મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય થયું હતું.

આ કેમ્પને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ડો. કલ્પના ખંઢેરિયાની સાથે તેમના ટીમ મેમ્બર્સ ગીતાબેન સાવલા, એમ.યુ. ઝવેરી, વિઠ્ઠલભાઈ ધોળકિયા, ડો. સુરેશભાઈ ઠાકર, અર્પિતભાઈ ધોળકિયા, પ્રદીપભાઈ માધવાણી, મીનાબેન પોરેચા, એ.કે. મહેતા, સહારાબેન મકવાણા, ડો. સરવૈયા, ડો. ભાર્ગવ ત્રિવેદી, ડો. શિવાની ભટ્ટ, જયદેવભાઈ ભટ્ટ, કેતનભાઈ શાહ, રેણુકાબેન ભટ્ટ, ડો. રાજેશ સચદેવ વિગેરે સભ્યોએ ભારે જહેમત ઊઠાવી હતી. ડો. જયબાલાબેન બચાણીએ આ કેમ્પમાં કાઉન્સેલીંગનું કાબીલેદાદ કાર્ય કર્યું છે.

ર૭ મે થી ચાલુ કરેલા આ સેવાયાત્રામાં અત્યાર સુધીમાં અલગ-અલગ જગ્યાએ મોઢાના કેન્સરની વ્યાપક તપાસ કરી કુલ ૩૩૦૭ વ્યક્તિઓને તપાસેલ તેમાંથી ૩ર૦ જેટલા એટલે કે ૯.૭પ ટકા વ્યક્તિઓને કેન્સર થવાની શક્યતા રહેલ છે.  આ ઉપરથી આ રોગની ગંભીરતા તથા આ માસ સ્ક્રિનીંગની જરૃરિયાત કેટલી સમાજઉપયોગી છે તે સાબિત થાય છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription