સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

જામનગરના છ પીએસઆઈની બદલી, આઠની નિમણૂંક

જામનગર તા.૯ ઃ રાજ્યના મુખ્ય પોલીસ અધિકારીએ ગઈકાલે બિન હથિયારધારી પીએસઆઈઓની અરસપરસ કરેલી બદલીઓમાં કુલ ૩૪૮ અધિકારીઓના ફરજના સ્થળ બદલાયા છે જેમાં જામનગરના છની બદલી થઈ છે અને આઠ નવા અધિકારીની નિમણૂક થઈ છે તેની સામે દ્વારકા જિલ્લામાં ચાર પીએસઆઈ સામે ત્રણ પીએસઆઈ ફાળવવામાં આવ્યા છે.

રાજ્યના પોલીસ તંત્રમાં બિન હથિયારધારી પોલીસ સબ ઈન્સ્પેકટરની ફરજ બજાવતા કુલ પૈકીના ૩૪૮ અધિકારીઓની અરસપરસ બદલીનો ગઈકાલે સાંજે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી-ગુજરાત રાજ્યએ હુકમ કર્યાે છે જેમાં તેઓએ જણાવ્યા મુજબ બદલી પામેલા પીએસઆઈને જે તે સ્થળેથી તાત્કાલિક છૂટા થઈ, રજા ભોગવ્યા વગર નિમણૂકના નવા સ્થળે હાજર થઈ જવાની સૂચના આપવામાં આવી છે.

બદલીના આ ઘાણવામાં હાલમાં જામનગર શહેરમાં પેરોલ ફર્લો સ્કવોડમાં ફરજ બજાવતા પીએસઆઈ વી.એમ. લગારિયાને અમદાવાદ તેમજ અગાઉ જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા મહિલા પીએસઆઈ પી.એસ. કોરીંગાને પણ અમદાવાદ મૂકવાનો હુકમ થયો છે. ઉપરાંત પીએસઆઈ ડી.પી. ચુડાસમાને ડાંગના આહવામાં, એસ.એસ. આનંદને વડોદરા (શહેર)માં, આઈ.એસ. વસાવાને ઈન્ટેલીજન્સ (ગાંધીનગર)માં, મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ ઉમાબેન આર. ભટ્ટને અમદાવાદ (શહેર)માં મૂકવાનો હુકમ થયો છે.

તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસબેડામાં ફરજ બજાવતા પીએસઆઈ એસ.એન. કરંગિયાને ગાંધીધામમાં, પી.એલ. ચૌધરીને ભરૃચ, મહિલા પીએસઆઈ સ્મિતાબેન એન. રાઠોડને ગાંધીનગર સ્થિત પોલીસ અકાદમી અને નિલેશ આઈ. રાઠોડને પણ અકાદમીમાં બદલી અપાઈ છે જેની સામે હાલમાં વડોદરામાં ફરજ બજાવતા પ્રદીપ એમ. માવલ, ભાવનગરમાં ફરજ બજાવતા અનિરૃદ્ધસિંહ આર. ઝાલા, અમદાવાદમાં ફરજ બજાવતા યશરાજસિંહ જી. ગુજરને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિમણૂક આપવામાં આવી છે અને ભરૃચથી પીએસઆઈ પ્રાણવીરસિંહ સી. સરવૈયા, અમદાવાદથી સુરેશ એસ. ચૌધરી, ચેતક વાય. બારોટ, રાજેશ કે. સોલંકી, મધુબેન એમ. માલીવાડ, નિમિષાબેન કે. સુતરિયા, છત્રસિંહ એમ. ચુડાસમા, અનિલ આઈ. મુલિયાણાને જામનગરના પોલીસબેડામાં બદલી મળી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00