ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

જામનગર જિલ્લાના દિવ્યાંગોને રૃા. ૧.૪૫ કરોડની સાધન સહાય અપાશેઃ પૂનમબેન માડમ

જામનગર તા. ૧૧ઃ ભારત સરકારશ્રી દ્વારા જામનગર તથા જિલ્લાના દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને કૃત્રિમ અંગો-સાધનો પૂરા પાડવા માટે દિવ્યાંગોને જરૃરિયાત મુજબ મળવાપાત્ર સાધન નક્કી કરવા માટે મોજણી (પ્રાથમિક ચકાસણી કેમ્પ)નું આયોજન તા. ૦૯ ફેબ્રુઆરી ૨૦૧૯ના જી.જી. હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જરૃરિયાતમંદ દિવ્યાંગો હાજર રહ્યા હતાં. હતાં.

આ અગાઉ જિલ્લામાં ધ્રોલ અને જોડીયા તાલુકાનો કેમ્પ તા. ૦૬ ફેબ્રુઆરી ૨૦૧૯ના લાલપુર અને જામજોધપુર તા. ૦૭ ફેબ્રુઆરી ૨૦૧૯ના, જામનગર ગ્રામ્ય અને કાલાવડ તાલુકો તા. ૦૮ ફેબ્રુઆરી ૨૦૧૯ના તથા જામનગર શહેરનો તા. ૦૯ ફેબ્રુઆરીના યોજવામાં આવ્યો હતો.

એકપણ દિવ્યાંગ લાભાર્થી તેમને મળવાપાત્ર લાભથી વંચિત ન રહે તે માટે ટકોર કરતા સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે દિવ્યાંગોને વધુમાં વધુ સાધન સહાય, મળવાપાત્ર લાભો તેઓને મળી રહે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સીધી દેખરેખ હેઠળ દેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં અનેક કાર્યો કરવામાં આવેલ છે. જે અંતર્ગત જામનગર સંસદીય ક્ષેત્રમાં પ્રથમ વખત દિવ્યાંગોના બધા પ્રશ્નોને આવરી લેતા દિવ્યાંગ મહાકેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા દિવ્યાંગ જન સશક્તિકરણ માટેના એક મહાકેમ્પનું આયોજન આવતા દિવસોમાં થવાનું છે. જેના ભાગરૃપે આ દિવ્યાંગોની ચકાસણી જામનગર જિલ્લામાં થઈ રહેલ છે. જેમાં દિવ્યાંગોને મળવાપાત્ર સાધનો નક્કી થઈ જાય એટલે આવતા દિવસોમાં યોજાનાર મહાકેમ્પમાં તેમનું વિતરણ કરવામાં આવનાર છે. અત્યાર સુધીમાં જામનગર જિલ્લામાં કુલ અંદાજે ૩૩૪૫ લાભાર્થીઓને અંદાજીત ૧ કરોડ ૪૫ લાખની રકમના સાધનો મંજુર કરવામાં આવનાર છે.

સાંસદ પૂનમબેન માડમે જી.જી. હોસ્પિટલમાં યોજાયેલા દિવ્યાંગો માટે બેસવાની, ચા-પાણી, નાસ્તા વિગેરે વ્યવસ્થાની માહિતી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પાસેથી મેળવી તેઓને જરૃરી સૂચનો કર્યા હતાં અને કેમ્પમાં હાજર દિવ્યાંગોની મુલાકાત લેતા તેઓને મુંઝવતા પ્રશ્નોની જાણકારી મેળવી લગત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી તેનો ઉકેલ લાવવા જણાવ્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00