જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

જામનગર ફેક્ટરી ઓનર્સ એસો. તથા ઈન્ડિયન કોપર ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સેમિનાર યોજાયો

જામનગર તા. ૫ઃ 'બ્રાસ સિટી' તરીકે ઓળખાતા જામનગરનો બ્રાસઉદ્યોગ એ ઉદ્યોગ સાહસિકોના સ્વબળે તથા સૂઝબૂઝથી સ્થાપિત થયેલ ઉદ્યોગ હોય તેનો ઉત્તરોત્તર વિકાસ કરી બ્રાસ ઉદ્યોગની વિશ્વ કક્ષાએ જે ઓળખ છે તેને તાજેતરમાં જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન તથા ઈન્ડિયન કોપર ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે બ્રાસ ફાઉન્ડ્રી-એકસ્ટ્રુઝન ઉદ્યોગને મેલ્ટીંગ તથા કાસ્ટીંગની નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુણવત્તા સુધારવા વિશેની માહિતી-માર્ગદર્શન આપવા માટે 'મેલ્ટીંગ એન્ડ કાસ્ટીંગ ઓફ કોપર એન્ડ કોપર એલોયઝ વિષય અને ટેકનીકલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેમિનારના આરંભમાં સંસ્થાના પ્રમુખ લાખાભાઈ કેશવાલાએ પ્રાસંગિક પ્રવચનમાં જામનગરના બ્રાસ ફાઉન્ડ્રી તથા એકસ્ટ્રુઝન ઉદ્યોગમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુણવત્તાયુક્ત ઉત્પાદન વિષય અંગે માર્ગદર્શનનો મહત્તમ લાભ મેળવી આ સેમીનારનો હેતુ સિદ્ધ કરવા માટે અનુરોધ કર્યો હતો. ત્યાર પછી ઉપસ્થિત અગ્રણીઓનું પુષ્પગુચ્છ તથા મોમેન્ટો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં ઈન્ડીયન કોપર ડેવલપમેન્ટ સેન્ટરના ડો.ડી.ડે.સરકાર, ઈન્દ્રજીત મુર્ખજી, પાયોનીયર ફરનેશના બી.જી.શાહ તથા ચેતન ગોસાલીયા, એલાઈડ રીફેક્ટરીના હેમાંગ શાહ, મોગેનાઈટ ક્રુસીબલના રામદાસ ચીતલકર તથા શ્રેયસ જાજુ, રમન ઈન્સ્ટ્રુમેન્ટના એન.આર.સીનોય, મલ્ટીટેક એન્જીનિયર્સના દિપક પાઠકજી, વેમ ઈન્ડસ્ટ્રીયલના આર.એચ.પચુરી, મેટલ પાવર એનાલીટીકલના મુકુંદ પંત દ્વારા જામનગરના બ્રાસ ફાઉન્ડ્રી તથા એકસ્ટ્રુઝન ઉદ્યોગમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુણવત્તાયુક્ત ઉત્પાદન વિષયે માર્ગદર્શન તથા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.

જામનગરના સાંસદ પૂનમબેન માડમ વ્યસ્તાને કારણે આ સેમીનારમાં અધ્યક્ષપદે ઉપસ્થિત રહી શક્યા ન હતા પરંતુ તેઓએ શુભેચ્છા સંદેશ પાઠવી સેમિનારના આયોજન બદલ જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.

સેમિનારમાં સંસ્થાના પ્રમુખ લાખાભાઈ કેશવાલા, ઉપપ્રમુખ કિશોરભાઈ ગલાણી, માનદ્દમંત્રી ભરતભાઈ દોઢિયા, સહમંત્રી રાજુભાઈ ચાંગાણી, ખજાનચી ભરતભાઈ ગોધાણી, સંપાદક મનસુખભાઈ સાવલા વગેરે સંસ્થાના હોદ્દેદારો ઉપરાંત ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા પરેશભાઈ વાધર, શ્રેણીકભાઈ દોઢિયા, ધવલભાઈ શાહ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription