જખૈ બંદરે ઝડપાયું ડ્રગ્સઃ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ૧૯૪ જેટલા પેકે કર્યા કબ્જેઃ અંદાજે ૧૦૦૦ કરોડ રૃપિયાનું ઝડપાયું ડ્રગ્સ / જેટ એરવેઝના કર્મચારીઓની પ મહિનાની સેલેરી બાકીઃ ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય બહાર કર્યું પ્રદશન / ચૂંટણી પુરી થતાંની સાથે જ દૂધ-શાક પછી કઠોળ પણ થયું મોંઘુઃ તુવેર દાળમાં રપ અને અન્ય કઠોળમાં સરેરાશ ૧પ રૃપિયા જેટલો વધારો / ઈરાનની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકીઃ આવા તો કેટલા આવ્યા અને કેટલા ગયા ખતમ કરી નાખવાની ધમકી અમને ના આપતાઃ ઈરાન / એકઝીટ પોલની વિશ્વસમાં શરૃઆત નેધરલેન્ડમાં ૧૯૬૭માં કરવામાં આવી હતી

જામનગરમાં સગીરા પર દુષ્કર્મ, સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય આચરવાના ગુન્હામાં આરોપીને કેદ

જામનગર તા.૬ ઃ જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં આવેલા એક મકાનમાં ત્રણ વર્ષ પહેલા એક શખ્સે પોતાની જ કૌટુંબિક બહેનને અવારનવાર પાણી આપવાના બહાને બોલાવી એકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. ઉપરાંત તે સગીરા પર સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું જેની પોલીસમાં ફરિયાદ થયા પછી અદાલતે આજે આરોપીને જુદા જુદા છ ગુન્હામાં કુલ દસ વર્ષની કેદ તથા રૃા.અડધા લાખથી વધુનો દંડ ફટકાર્યા છે.

જામનગરના ગ્રેઈન માર્કેટ નજીકના વિસ્તારમાં રહેતા યાસીન હુસેનભાઈ શેખ નામના શખ્સે વર્ષ ૨૦૧૫માં પોતાના  જ કૌટુંબિકની સગીર વયની એક પુત્રીને પાણી આપવાના બહાને ઓરડામાં બોલાવી તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. અવારનવાર આવી રીતે મ્હોં કાળું કરતા શખ્સે તે તરૃણી સાથે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું અને તે સગીરાને કોઈને કહીશ તો તને પતાવી દઈશ તેવી ધમકી પણ આપી હતી.

આ શખ્સનું કૃત્ય રોજિંદું બનતા કંટાળી ગયેલી અને હેબતાયેલી સગીરાએ પોતાના પરિવારને જાણ કર્યા પછી સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હા રજી. નં.૮૪/૨૦૧૫ હેઠળ ગુન્હાની નોંધ કરી યાસીન શેખ સામે આઈપીસી ૩૭૬, ૩૭૭, ૩૪૨, ૩૨૩, ૫૦૬ (ર) તેમજ પોક્સો એક્ટની કલમ ૩ (એ), ૪, પ હેઠળ ગુન્હો નોંધી તેની ધરપકડ કરી હતી અને અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું.

ઉપરોક્ત કેસ જામનગરની પોકસો અદાલત સમક્ષ ચાલવા પર આવતા સરકાર પક્ષે કુલ ચોવીસ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવા ઉપરાંત દસ સાક્ષીઓને તપાસ્યા હતા તે પછી બન્ને પક્ષો દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળી અદાલતે આરોપી યાસીન હુસેન શેખને તકસીરવાન ઠરાવી આઈપીસી ૩૭૭ના ગુન્હામાં ત્રણ વર્ષની કેદ તથા રૃા.પ લાખનો દંડ, આઈપીસી ૩૪૨ના ગુન્હામાં એક વર્ષની કેદ અને રૃા.૧ હજારનો દંડ, આઈપીસી ૩૨૩ના ગુન્હામાં છ મહિનાની કેદ તથા રૃા.૧ હજારનો દંડ, ૫૦૬ (ર) ના ગુન્હામાં એક વર્ષની કેદ તથા રૃા.૧ હજારનો દંડ તેમજ પોક્સો એક્ટની કલમ ૩ ના ગુન્હામાં દસ વર્ષની કેદ તથા રૃા.૨૫ હજારનો દંડ, પોકસો એક્ટની કલમ ૪ ના ગુન્હામાં સાત વર્ષની કેદ અને રૃા.રપ હજારનો દંડ ફટકાર્યા છે. સરકાર પક્ષ તરફથી પીપી ધવલ બી. વજાણી તથા તેમની મદદમાં એચ.એમ. ભટ્ટ રોકાયા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription