વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

'જામનગર એટલે કચરાનગર'ઃ શહેરમાં સફાઈના અભાવ અંગે રોષ વ્યક્ત કરતા વિરોધ પક્ષના નેતા

જામનગર તા. ૭ઃ જામનગર મહાપાલિકાના સફાઈ વિભાગની નિંભરતા, નિષ્ક્રિયતા અને ફરજમાં બેડરકારીના કારણે શહેરમાં ચારે તરફ કચરાના ઢગલા જોવા મળે છે. જામનગર હવે કચરાનગર બની ગયું હોવાનો રોષ મનપાના વિરોધ પક્ષના નેતા અલ્તાફભાઈ ખફીએ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી વ્યક્ત કર્યો છે.

હાલમાં દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે. લોકો પોતાના ઘરને સાફસૂફ કરી આખા વર્ષનો કચરો તેમજ નકામી ચીજ-વસ્તુઓ શેરી-ગલીમાં અને બહાર કાઢતા હોય છે. જામનગરની મોટામાં મોટી ખોટ એ છે કે, જામનગરમાં નિયમિત સફાઈ થતી નથી. પરિણામે શહેરમાં શેરી-ગલીઓમાં કચરાના ઢગલાં પડેલા છે. આ કચરાના ઢગલાના હિસાબે જામનગરને બદે ગંદકીનગર થઈ ગયું છે અને કચરાનગર જેવી હાલત થઈ ગઈ છે. ઘેર-ઘેર બીમારી ફેલાઈ છે, તાવ-શરદી, ડેન્ગ્યૂ, સ્વાઈનફ્લૂ જેવી ગંભીર બીમારીઓમાંથી એકેય શેરી કે ઘર બાકાત નથી. ઉપરાંત દિવાળીના તહેવારોના હિસાબે સરકારી રજા આવતી હોય તેમજ દિવાળીના વેકેશન માણવા સરકારી અને ખાનગી ડોક્ટરો રજા ઉપર ગયા છે, આથી સમગ્ર જામનગર બીમારી માટે ભગવાન ભરોસે છે.

આથી જામનગર મહાનગરપાલિકાની ફરજ થઈ પડે છે કે, શહેરીજનોને આવી બીમારીમાંથી બચાવવા અને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મહાનગરપાલિકા હસ્તકના દવાખાનામાં ડોક્ટરો અને તેના સ્ટાફને ખડેપગે રાખે અને જરૃરિયાત મુજબ સારવાર ઉપલબ્ધ કરાવે હાલે મહાનગરપાલિકાના દવાખાનાઓમાં કોઈપણ જાતની જીવનજરૃરિયાતની દવાઓ તેમજ હાલની રોગચાળા, બીમારીને લગત આનુસાંગિક દવાઓ ઉપલબ્ધ્ નથી, સામાન્ય દવાઓથી ચલાવવામાં આવે છે. આથી જરૃરિયાત મુજબની દવાઓ મહાનગરપાલિકાએ તાત્કાલિક ઈમરજન્સીના ધોરણે ખરીદ કરવી જોઈએ, જેથી શહેરીજનોને તાત્કાલિક સારવારનો લાભ મળી શકે. જામનગરની જનતાની આરોગ્ય અને સુખાકારી માટેની જવાબદારી જામનગર મહાનગરપાલિકાની નૈતિક ફરજ રૃપે હોય છે. માટે આરોગ્યને લગત તમામ પ્રકારની સુવિધા જામનગરની જનતાને સહેલાઈથી મળી શકે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription