વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

જામનગર મહાનગરપાલિકા દ્વારા ખાસ રીબેટ યોજનાની મુદ્ત વધારાઈ

જામનગર તા. ૧રઃ જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વધારો થતા નવા મિલકતધારકો માટે અમલમાં લાવવામાં આવેલી રિબેટ યોજનાની મુદ્ત વધારી ૩૧ જાન્યુઆરી સુધી કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં વધારો થયો હતો. પરિણામે અનેક મિલકતો પણ મહાપાલિકા વિસ્તારમાં આવરી લેવામાં આવતા આવી મિલકતોના ધારકો પાસેથી વેરો વસુલવાનો થતો હોય, મહાનગરપાલિકા દ્વારા રિબેટ યોજના અમલમાં મૂકવામાં આવી હતી.

તા. ૧૩.૧ર.ર૦૧૮ થી ૧૧.૧.ર૦૧૯ સુધીમાં ૪પર૩ લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો હતો અને ૭,પ૭,૪૪૩ નું રિબેટ મેળવ્યું હતું. જ્યારે સમગ્ર સમયગાળા દરમિયાન કુલ ૬ કરોડ ૧ર લાખની આવક થવા પામી છે. તેમજ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કુલ ૪૬ કરોડ ૪૮ લાખની આવક થવા પામી છે.

આ યોજનાની મુદ્ત વધારવામાં આવી છે અને હવે તા. ૩૧.૧.ર૦૧૯ સુધી આ આ યોજનાનો લાભ લઈ શકાશે. આ રકમ ભરવા માટે મહાનગરપાલિકા કેશ કલેક્શન સેન્ટર, ત્રણેય (શરૃસેક્શન, રણજીતનગર અને ગુલાબનગર) સિટી સિવિક સેન્ટરમાં સુવિધા ઊભી કરવામાં આવી છે.

જામનગર શહેરની એચ.ડી.એફ.સી. બેંક, નવાનગર બેંક તથા યશ બેંકની તમામ બ્રાન્ચો, મોબાઈલ્સ ટેક્સ કલેક્શન વાન અને ઓનલાઈન પણ વેરો ભરપાઈ કરી શકાય છે. સમયસર વેરો ભરપાઈ કરીને કડક કાર્યવાહીથી બચવા આસી. કમિશનર (ટેક્સ) એ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription