ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

જામનગર મહાનગરપાલિકાએ નિયમ વિરૃદ્ધની વેરા વસુલાત બંધ કરવા રજૂઆત

જામનગર તા. ૧રઃ જામનગરમાં કાયદા, નિયમ અને અદાલતી આદેશ વિરૃદ્ધ વસુલવામાં આવતા મિલકત વેરની વસુલાત બંધ કરવા મ્યુનિસિપલ કમિશ્નર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

જામનગરના કલ્પેશ આશાણીએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, વેરા વસુલાત નિયમ મુજબ થાય તે જરૃરી છે. મહાનગરપાલિકામાં વર્ષમાં બે વખત વેરો ભરપાઈ કરવાની જોગવાઈ છે. પંદર દિવસમાં વેરો ભરવામાં ન આવે તો વ્યાજની જોગવાઈ, જરૃર પડ્યે મિલકત જપ્તીની પણ જોગવાઈ છે. પરંતુ નિયમ મુજબ આગલા વર્ષોની વેરાની રકમની વસુલાત થઈ શકે નહીં. વોરંટ ઈસ્યુ કરતા પહેલા જોગવાઈને ધ્યાને લેવામાં આવતી નથી. જે-તે વર્ષમાં વોરંટ ઈસ્યુ કરવાના બદલે એરીયર્સ સાથેની નોટીસ આપવામાં આવે છે.

મહાનગરપાલિકા મિલકત વેરાની વસુલાત માટે એક રૃપિયાના ટોકન દરથી મિલકત ખરીદી લઈ બંધારણ વિરૃદ્ધ કામગીરી કરે છે. જો આ પ્રવૃત્તિ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહીં આવે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00