ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
જામનગર તા.૧૧ ઃ જામનગરના એક ટ્રસ્ટની મનમોહન માર્કેટવાડી જગ્યાના વેચાણ માટે તે ટ્રસ્ટ દ્વારા ચેરિટી કમિશ્નર સમક્ષ પરવાનગી માગવામાં આવી હતી જેની સામે રજૂ થયેલા વાંધા નામંજૂર કરી કમિશ્નરે શરતોને આધીન રહી તે મિલકતને વેચાણ કરવાની મંજૂરી આપી છે.
જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તાર પાસે આવેલી અને હાલમાં એસ.પી. મહેતા માર્કેટથી ઓળખાતી જૂની મનમોહન માર્કેટ નગરના એસ.પી. મહેતા મેમોરિયલ ટ્રસ્ટની માલિકીની નોંધાયેલી મિલકત છે જેમાં બેંક, બીએસએનએલ મળી અંદાજે એક્યાંસી જેટલા ભાડુઆતોનો કબજો છે તે જગ્યાના વેચાણ માટે ટ્રસ્ટીઓ દ્વારા ઠરાવ કરવામાં આવી જર્જરિત બનેલી આ ઈમારતનું જાળવણી ખર્ચ વધી જતું હોય ટ્રસ્ટને દાનમાં મળેલી ઉપરોક્ત મિલકત વેચાણ કરવાની પરવાનગી ટ્રસ્ટી મનિષ કારિયાએ રાજકોટ સ્થિત ચેરીટી કમિશ્નર પાસે માગી હતી.
તે અરજી અન્વયે કમિશ્નરે તમામ ભાડુઆતોની નોટીસથી જાણ કરી જણાવ્યું હતું કે, આ કાર્યવાહીમાં કોઈને વાંધો હોય તો તેઓએ રજૂઆત કરવી જેના પગલે ભાડુઆત નેમચંદ મુળજી, ચંદુલાલ ડાંગર, દત્તાણી એન્ડ દત્તાણી વગેરે તરફથી વાંધાઓ લેવામાં આવ્યા હતા અને પોતાના ભાડુઆતી હક્ક માટે રજૂઆત કરવામાં આવી હતી તે કાર્યવાહી દરમ્યાન ટ્રસ્ટે તમામ ભાડુતોના હક્ક યથાવત રાખવામાં આવશે અને તેનો ઉલ્લેખ દસ્તાવેજમાં કરાશે તેમ જાહેર કર્યું હતું ત્યાર પછી ઈન્ચાર્જ સંયુકત ચેરીટી કમિશ્નરે જાહેર નોટીસથી ટેન્ડર મારફતે ભાવ મંગાવવા હુકમ કર્યાે હતો. નોટીસ પ્રસિદ્ધ થતા અજય ડી. સવાદિયા, જીતુભા જાડેજા, હર્ષદ પાબારી તરફથી પણ વાંધા લેવામાં આવ્યા હતા.
ઉપરોક્ત વાંધાઓ અન્વયે રજૂ થયેલી બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી ચેરીટી કમિશ્નરે વાંધા ગ્રાહ્ય રાખવા પાત્ર જણાતા નથી તેમ ઠરાવી ટ્રસ્ટની મિલકત વેચાણની પરવાનગી માગતી અરજી મંજૂર કરી છે અને રૃા.સવા ત્રણ કરોડમાં માર્કેટ ખરીદવા માટે જેમણે ટેન્ડર ભર્યું હતું તે વૈશાલી એન્ટરપ્રાઈઝને ભાડુઆતોના હક્કો કાયમ રાખી શરતોને આધીન વેચાણની મંજૂરી આપી છે. ટ્રસ્ટ તરફથી વકીલ બિમલભાઈ ચોટાઈ રોકાયા હતા.