જામનગરમાં 'બબાલ'ના એ૫ીક સેન્ટરો!

જામનગર તા. ૧૩ઃ જામનગર શહેરમાં કેટલાક સ્થળ એવા છે જ્યાં છાસવારે નાની મોટી બબાલ-માથાકૂટ-મારકૂટ ન થાય તો જ નવાઈ!

શહેરની મધ્યમાં આવા બબાલ એપીક સેન્ટરોના કારણે આસપાસના દુકાનદારો-વેપારીઓ-રહેવાસીઓ-અવરજવર કરતા વાહનચાલકો-રાહદારીઓ સહિત સૌને કાયમ માટે ત્રાસદાયક સ્થિતિનો ભોગ બનવો પડે છે, એટલું જ નહીં પણ આવી બબાલોના કારણે ભયનું વાતાવરણ પણ રહે છે!

ખંભાળીયા ગેઈટ પાસે આવેલી હોટલો, હવાઈ ચોક પાસેની રેંકડીઓના વિસ્તારમાં અવારનવાર નાની-મોટી માથાકૂટ થાય છે, મારામારી થાય છે. તાજેતરમાં જ એક પોલીસકર્મી પર જ ત્રણેક જેટલા શખ્સોએ મોટરસાયકલ સાઈડમાં રાખવા જેવી બાબતમાં હુમલો કરી લૂંટ કર્યાની ઘટના બની છે. અહીં છરીબાજી, ધોકાવાળી, દારૃ પીને મફતમાં ખાવાના ખેલ નાખવા, વાહનો આડેધડ રસ્તા વચ્ચે ઉભા રાખવા અને અડીંગો જમાવવા જેવી પ્રવૃત્તિ વકરી રહી છે.

આવી જ હાલત પંચેશ્વર ટાવર ચોક વિસ્તારમાં છે. અહીંથી પોલીસ ચોકીને ટ્રાફિકની અનુકૂળતા માટે ખસેડવામાં આવી, પણ હવે આ ખુલ્લી થયેલી જગ્યામાં રેંકડીઓ, ચાવાળા, ટુ-વ્હીલર, ટોઈંગના વાહનોના ખડકલા જામેલા રહે છે.

ગુરૃનાનક માર્કેટ પાસે પણ ટુ-વ્હીલવાળા રસ્તા વચ્ચે ત્યાં ટોળા સ્વરૃપે પડ્યા પાથર્યા રહે છે. હવે તો ખાસ કરીને સાંજથી મોડી રાત્રિ સુધી અવનવા નામ લખેલા ફોર વ્હીલ વાહનો પણ ટ્રાફિકને અવરોધતા રસ્તા વચ્ચે રાખીને રોફ જમાવવામાં આવે છે.

જી.જી.હોસ્પિટલની સામે બે-ત્રણ હોટલવાળાને તો પોલીસ વિભાગ અને મહાનગર પાલિકાની મીઠી નજર હેઠળ જાણે પીળો પરવાનો મળી ગયો હોય તેમ રસ્તા વચ્ચે ટેબલ રાખી તેના પર પાણીના મોટા ટોપ રાખવામાં આવે છે, રસ્તા પર ટ્રાફિકને નડતરરૃપ થાય તેમ મોટા ડસ્ટબીનના બેરલ રાખવામાં આવે છે. ચાની હોટલમાં અંદર બેસવાની કોઈ વ્યવસ્થા જ ન હોય તેમ હોટલની બહાર આખો રસ્તો રોકાય જેમ તેમ હોટલની બહાર જ લોકોના ટોળા જામેલા રહે છે. આ ઉપરાંત વાહનો આડેધડ ઉભા હોય છે. આ રસ્તા પરથી પસાર થતા રિક્ષાવાળા, બસવાળા કે અન્ય વાહનવાળા પણ રસ્તા વચ્ચે વાહન રોકીને આરામથી ચાની ચૂસકી મારતા હોય છે. હોસ્પિટલ રોડ પર ડિવાઈડર છે અને તેની સામેના ભાગનો રસ્તો તો આવા ત્રાસદાયક દબાણોના કારણે જ રોકાયેલો રહેતો હોવાથી અહીં ટ્રાફિક જામ, રસ્તા પર ચોવીસ કલાક પાણી ઢોળવા, ગંદકી ફેલાવવાની સમસ્યા છે. અને પરિણામે આ વિસ્તારમાં પણ નાની-મોટી બબાલો થતી જ રહે છે. ખૂદ પોલીસ અને મનપાના જ વાહનો જ રસ્તા વચ્ચે ઉભા રહે અને ચા પીતા હોય ત્યાં અન્ય શખ્સોને કેવી રીતે દૂર કરવાનું કહી શકાય. અને હોટલવાળાને પણ કોણ કહી શકે!

આ તો ત્રણ-ચાર ઉદાહરણો અહીં રજુ કર્યા છે કે જેનો સૌથી કડવો અનુભવ કાયમ માટે જામનગરની જનતા કરી રહી છે. બાકી અનેક વિસ્તારોમાં આવા એપીક સેન્ટરો છે. જ્યાં કોઈને કોઈ માથાકૂટ થતી જ રહે છે. પોલીસતંત્ર અને ખાસ કરીને મહાનગર પાલિકાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી આવા સ્થળો પર કાયમી બંદોબસ્ત ગોઠવી સમસ્યાનો ઉકેલ લાવવાની જરૃર છે!

વાઈડ બોલઃ

જુના રેલવે સ્ટેશનવાળી અંબર ચોકડી પાસે દબાણકર્તાઓના કારણે પણ આસપાસના વિસ્તારની દુકાનોમાં, ત્યાંથી પસાર થતા વાહનચાલકો સાથે માથાકૂટ થાય છે. ગંદકી ફેલાય છે અને આ એપીક સેન્ટર માથા દુઃખાવા સમાન બની ગયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription