સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

જામનગરના જાહેરમાં ગંજીપાના કૂટતા પાંચ પકડાયા

જામનગર તા.૧૨ ઃ જામનગરના જલારામનગરમાંથી પોલીસે જાહેરમાં ગંજીપાના કૂટતા પાંચ શખ્સોને પકડી પાડયા છે. જ્યારે અંધાશ્રમ ફાટક પાસેથી બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓ તીનપત્તી રમતા ઝડપાયા છે. ઉપરાંત કામળિયાવાસમાંથી સાત શખ્સો ઘોડીપાસાનો જુગાર રમતા ઝબ્બે થયા છે.

જામનગરના ગુરૃદ્વારા ચોકડી વિસ્તારમાં આવેલા જલારામનગર પાસે ગઈકાલે સાંજે કેટલાક શખ્સો જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હોવાની બાતમી સિટી-બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના હરેન્દ્રસિંહ, હિતેન્દ્રસિંહ, કિશોર પરમારને મળતા પીઆઈ વી.એસ. લાંબાના વડપણ હેઠળ પીએસઆઈ વાય.એ. દરવાડિયા તથા સ્ટાફના ચંદ્રવિજયસિંહ, જોગીન્દરસિંહ, અમિત નિમાવત, ભૂપત પાટડિયા તથા કમલેશ કરથિયા સાથે દરોડો પાડયો હતો.

આ સ્થળેથી પ્રવિણ કાળુભા માણેક ઉર્ફે સુખો હિન્દુ વાઘેર, અલીભાઈ ઈસ્માઈલ સમા, મહેશભાઈ મોહનભાઈ બલદાણિયા, રવિ બાબુભાઈ કોળી તથા રાજુ ઉમેદભાઈ સુથાર નામના પાંચ શખ્સો ગંજીપાના કૂટતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૩૦૫૭૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ-૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના અંધાશ્રમ ફાટક પાસે આવેલી સિદ્ધનાથ સોસાયટીની શેરી નં.૧માં ગઈકાલે સાંજે જાહેરમાં તીનપત્તી રમી રહેલા ભગવતીબેન જયેન્દ્રસિંહ જાડેજા, સોનલબેન ભગવાનજીભાઈ પંડયા, જયુભા વકતાજી પરમાર, ચંદુભા વકતાજી પરમાર, અનિરૃદ્ધસિંહ ભૂપતસિંહ દેદા નામના પાંચ વ્યક્તિઓ પકડાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૃા.૭૪૦૦ રોકડા કબજે કરી પુરૃષ આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે બન્ને મહિલાઓ આરોપીઓને નોટીસ પાઠવી હતી.

જામનગરના દિ. પ્લોટ વિસ્તારની શેરી ન.૪૯માં આવેલા કામળિયાવાસમાંથી ગઈકાલે રાત્રે પોલીસે જાહેરમાં ઘોડીપાસા ફેંકી પૈસાની હારજીત કરી રહેલા હિતેશ સવજીભાઈ ચૌહાણ, રાજેન્દ્રસિંહ જાલુભા જાડેજા, પ્રભુભાઈ ભગવાનજીભાઈ ચૌહાણ, પ્રવિણ દાનાભાઈ ચૌહાણ, રમેશ મનજીભાઈ ચૌહાણ, રમેશ અરજણભાઈ હુડબલા તથા હિતેશ નરશીભાઈ ચૌહાણ નામના સાત શખ્સોને પકડી રૃા.૬૨૨૦ રોકડા અને પાંચ મોબાઈલ કબજે કર્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00