કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

જામનગરની સત્યસાઈ વિદ્યાલયના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા

જામનગર તા. ૧૧ઃ ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા સંચાલિત નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસની રાષ્ટ્રીય સ્તરની વિજ્ઞાન સ્પર્ધાના આ ર૬ માં વર્ષે જામનગરના સત્યસાઈ વિદ્યાલયમાં ધોરણ ૬ માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ (૧) ઋષિલ એ. મહેતા અને (ર) નીલ પી. જોષીએ આ સ્પર્ધામાં 'પ્લાસ્ટિકના કચરાથી થતું નુક્સાન અને તેને અટકાવવા માટેના સૂચિત ઉપાયો' ઉપર જિલ્લા સ્તરે પ્રોજેક્ટ રજૂ કર્યો હતો અને કુલ ૧રપ પ્રોજેક્ટ્સમાંથી ટોચના ૧૦ પ્રોજેક્ટ્સમાં સ્થાન મેળવ્યું હતું. બન્ને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા ઉપરોક્ત પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ અને સમગ્ર રાજ્યના કુલ ૩૩૦ પ્રોજેક્ટ્સમાંથી ટોચના ર૬ પ્રોજેક્ટ્સમાં સ્થાન મેળવી નોંધપાત્ર દેખાવ કર્યો હતો.

રાજ્ય કક્ષાએ સ્થાન મેળવ્યા પછી બન્ને વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર તરફથી રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રાષ્ટ્રીય કક્ષાએ પોતાનો પ્રોજેક્ટ રજૂ કરવા તા. ર૭ થી ૩૧ ડિસેમ્બર ર૦૧૮ દરમિયાન ભૂવનેશ્વર, ઓરિસ્સા ગયા હતાં. જ્યા દેશભરના આશરે પપ૦ થી ૬૦૦ જેટલા પ્રોજેક્ટ્સ રજૂ થયા હતાં. ભૂવનેશ્વરમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં સૌથી નાની વયના વિજ્ઞાન પ્રોજેક્ટ રજૂ કરનાર વિદ્યાર્થીઓ તરીકે બહુમાન મેળવી અને સૂવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્ય, જામનગર જિલ્લો અને સત્ય સાઈ વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription