કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

જામનગરના ''સેવન સીઝન્સ રિસોર્ટ એન્ડ સ્પા''ને ટુરીઝમ એવોર્ડ એનાયત

જામનગર તા. ૧૧ઃ જામનગરની ભાગોળે આવેલ ''સેવન સીઝન્સ રિસોર્ટ એન્ડ સ્પા''ને વર્ષ ૨૦૧૯ માટેનો પ્રતિષ્ઠિત ટુરીઝમ એવોર્ડ પ્રાપ્ત થયો છે.

ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન દ્વારા ગુજરાતના પ્રવાસન મંત્રાલયના સહયોગથી આયોજીત તૃતીય ટુરીઝમ એવોર્ડ સમારોહ અમદાવાદમાં સાબરમતી રીવર ફ્રન્ટના આંતરરાષ્ટ્રીય સ્થળે યોજાયો હતો. જેમાં ગુજરાતની ખ્યાતનામ ફોર સ્ટાર અને ફાઈવ સ્ટાર હોટલોની સ્પર્ધામાં જામનગરના સેવન સીઝન્સ રિસોર્ટ એન્ડ સ્પાને ગુજરાતનો ટુરીઝમ એવોર્ડ-૨૦૧૯ જાહેર કરવામાં આવ્યો હતો અને ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે સેવન સીઝન્સના ઉપેન્દ્ર એંથવાલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં વિધાનસભાના સ્પીકર, મહેસુલ મંત્રી, અમદાવાદના મેયર, ગુજરાતના હોટલીયર્સ, રેસ્ટોરન્ટોના માલિકો, ટુર ઓપરેટર્સ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. પ્રવાસન ક્ષેત્રે મેરીટના ધોરણે સમગ્ર ગુજરાતમાં વિવિધ વર્ગોમાં મતદાનના આધારે આ એવોર્ડ જાહેર કરવામાં આવે છે. ઉપેન્દ્ર એંઠવાલ તથા લાખાભાઈ કેશવાલાના સતત માર્ગદર્શન અને દેખરેખ હેઠળ સેવન સીઝન્સ રિસોર્ટ એન્ડ સ્પાએ આ ગૌરવવંતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription