સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

જામનગરના એસ.ટી. ડેપોમાં ચાર વિદ્યાર્થીઓ પર ટોળાનો હુમલોઃ પોલીસ દ્વારા તપાસ શરૃ

જામનગર તા.૧ર ઃ જામનગરના એસ.ટી. ડેપોમાં ગયા બુધવારે ચાર વિદ્યાર્થીઓ પર પંદરેક શખ્સોના ટોળાએ હુમલો કરી માર માર્યાની પોલીસમાં અરજી કરવામાં આવી છે. પોલીસે એસ.ટી. ડેપોના સીસી ફૂટેજ ચકાસી હુમલાખોરોના સગડ દબાવ્યા છે.

જામનગર તાલુકાના ચેલામાં રહેતા અને જામનગર શહેરમાં આઈટીઆઈમાં અભ્યાસ માટે રોજ આવતા ચારેક જેટલા વિદ્યાર્થીઓ ગયા બુધવારે પોતાના નિત્યક્રમ મુજબ એસ.ટી. બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ બસમાં જ રહેલા કેટલાક શખ્સો પૈકીનો એક શખ્સ તેઓને ગાળો આપવા માંડતા આ વિદ્યાર્થીઓએ ગાળો નહીં બોલવા સમજાવ્યો હતો. આથી ઉશ્કેરાયેલા આ શખ્સે બસને જામનગર પહોંચવા દે તેમ કહ્યા પછી મોબાઈલ પર કોલ કરી પોતાના કેટલાક સાગરિતોને બોલાવી રાખ્યા હતા.

આ બસ જ્યારે એસ.ટી. ડેપોમાં આવી પહોંચી ત્યારે તેમાંથી ઉતરેલા આ ચારેય વિદ્યાર્થીઓને ત્યાં અગાઉથી હાજર દસથી પંદર જેટલા શખ્સોએ લમધારવાનું શરૃ કર્ય્ું હતું. સવારે અગિયારેક વાગ્યે બનેલા આ બનાવના પગલે ડેપોમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જ્યારે ઉપરોક્ત બનાવ એસ.ટી. ડેપોના સીસીટીવી કેમેરામાં કેદ થવા લાગ્યો હતો. આ વિદ્યાર્થીઓને પેટ ભરીને માર માર્યા પછી હુમલાખોરો નાસી ગયા હતા ત્યાર પછી આ વિદ્યાર્થીઓએ જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. આ બાબતની પોલીસમાં અરજી કરાયા પછી પોલીસે એસ.ટી. ડેપોના સીસી ફૂટેજ ચકાસણી હુમલાખોરોના સગડ દબાવ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00